________________
પડન, વિધ્વંસન છે. એક એક રોમે ૧ill રોગ છે. તે જયાં સુધી બહાર નથી નીકળ્યા ત્યાં સુધી સારા છે. જેટલાં કર્મો ભોગવાઈ જશે તેટલું કર્મનું દેવું ચૂકવાય છે. સારી ગતિમાં જઈ સુખ, શાંતિ અને શાતા ભોગવવા માટે અશાતાનાં કર્મો થોડા સમયમાં વધુ ભોગવી લેવાનાં હોય એટલે રોગની અશાતાનું સ્વરૂપ ઉગ્ર દેખાય પણ તેમાંય શુભ ભાવનામાં તે ટકી શકે છે તે તેમની ભાવિની ઉજ્વલતા સૂચવે છે, અતિ શાતામાં જવાનું છે એ બતાવે છે. માટે જેનું ભાવિ સારું છે તેનો આનંદ હોવો જોઈએ, આપણે તો આત્માની સાથે સંબંધ રાખવાનો છે માટે દુર્થાન ન કરવું.
રાજુલાને માલૂમ થાય કે સિદ્ધગિરિની યાત્રાનું અને શંખેશ્વર જઈને અક્રમ કરવાનું પુણ્ય તું કહેજે. એટલે એમના જીવનની બધી આરાધનાનું સુકૃત આવી જાય.
આ બધું જયારે અનુકૂળતા હોય ત્યારે કરી શકાય માટે કહેતાં ન થઈ શકવાનો ડર ન રાખવો.
તેમની વહુઓને બીજું ન થઈ શકે તો મણીબહેનને ખૂબ વહાલી સામાયિક તો થઈ શકે. તો તેમણે સામાયિક કહીને પણ કૃતાર્થ થવું.
૧૩
અ.શુ. ૩ ધર્મલાભ !
મણીબહેનની જેઠ વદ ૧૪ની આરાધના અને આનંદ તેમની ઉત્તમગતિને સૂચવે છે. આવીને આવી આત્માની પરિણતિ ટકે તે માટે તમારે બધાએ સહાય કરવાની છે. પીડામાં ચિત્ત જાય અને દર્દ સહન ન થાય ત્યારે તેમના વિચારને બદલાવવા માટે બીજી વાત કરવી. “સિદ્ધગિરિની યાત્રા આપણે કેવી સરસ કરી હતી.” તમે તો કેટલા બધા લાખ નવકાર ગણ્યા? અમને પણ આશીર્વાદ આપજો અમે પણ આવી સમાધિ રાખી શકીએ વગેરે વગેરે કહી વિચાર બદલાવી નાંખવો. પરંતુ આમ બોલાય ? એમ ન કહેવું. આમ કહેવાથી તેમને સહન કરવાનો ઉત્સાહ ન જાગે.
આ કાર્ડ લખતી વખતે એમ થાય છે કે મણીબહેન હશે કે નહિ હોય? હોય તો અમારા ધર્મલાભ કહેજો અને કહેજો કે ભાવના જેવી છે તેવી જ રાખશો, હવે થોડો સમય જ આ શરીર સાથે લડી લેવાનું છે માટે હિંમત હારશો નહિ. ભગવાન અરિહંત પરમાત્મા તમારી પાસે જ છે, એના નામનો મોટો સહારો છે, એણે જ તમને આવું દર્દ છતાં પ્રસન્નતા રખાવી છે. જગતમાં એના નામનો જ એવો પ્રભાવ છે કે જેથી ગમે તેવા દુઃખમાં આશ્વાસન મળે છે. શાસનદેવ તેમના આત્માને શાંતિ આપે એજ ઈચ્છા.
૧૪
અ.શુ. ૪ ધર્મલાભ !
તમારું કાર્ડ શુ-૩નું અને એની બહેન પ્રભાવતી રાવલનું કવર તા. ૧૦નું લખેલ આજે મળ્યું છે. સાધકનો અંતર્નાદ
211
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org