________________
આ શરીરથી છેલ્લી વિદાય લે છે ત્યારે ત્રણે યોગ મન, વચન, કાયા અનુક્રમે સૂક્ષ્મ, બાહ્ય એ બધાયથી છૂટો પડે છે પછી તે સમશ્રેણીએ સિદ્ધશિલા પર જઈને સ્થિર થાય છે. અતિનિકટતા આ સૂચવે છે. જો નિકટ ન હોય તો આ રીતનો અનુભવ આપણને થાય નહિ.
આટલો નિકટ હોવા છતાં આપણે તેના તરફ લક્ષ્ય પણ ન રાખીએ અને ઓળખીએ નહિ તે આપણી મૂર્ખતા છે માટે નિકટનું વારંવાર દર્શન કરવું. વારંવાર ઉપયોગ તેમાં જોડવો.
૨. ઉપયોગ
ફા.વ. ૯, ૨૦૫૪
જયારે નજર કરું ત્યારે તે તો ત્યાં જ છે કેટલું સુંદર અનુભવી શકાય એવી આ ચીજ છે પણ ખૂટે છે શું ? અનુભવ ન થવામાં ઉપયોગની સ્થિરતા. જો ઉપયોગને બરાબર સાવધ રાખીએ કે, તું તારા સ્વરૂપને જો. તે તો જયારે નજર કરીએ ત્યારે ત્યાં જ છે. મનમાં જેનું સ્મરણ હોય તેમાં ઉપયોગ જોડીએ તો દેખાય. કારણ કે તે તો આત્મપ્રદેશો સાથે જોડાયેલો જ છે.
ઉપયોગને પડલ નથી આવતાં. ચક્ષુને પડલ આવે માટે પડલને ખસેડીએ ત્યારે દેખાય. પરંતુ આ ઉપયોગ રૂપ ચક્ષુ એવા છે કે તેને પડલ આવતાં નથી. પણ જેમ ચક્ષુમાં મોતિયો આવે અને ઝાંખું દેખાય, અગર અશુદ્ધિ આવે તો જોવામાં તકલીફ પડે અર્થાત્ યથાર્થ ન દેખાય તેમ ઉપયોગ ઉપર પડલ ન આવે પણ અશુદ્ધિ, મેલ ચઢે તો વસ્તુ યથાર્થ ન દેખાય. શુદ્ધ ઉપયોગમાં આખું વિશ્વ પ્રતિબિંબિત થઈ શકે છે અને તે પણ જેવું હોય તેવું.
ઉપયોગ ઉપર મેલ શેનો ચઢે છે ? કર્મ રૂપ આવરણથી ઢંકાયેલો ઉપયોગ વાદળથી ઢંકાયેલા સૂર્ય જેવો ઝાંખો પ્રકાશે છે, અને તેજ ઝાંખું હોવાથી જગતના પદાર્થોનું પ્રતિબિંબ પણ તેવું ઝાંખું પડે છે માટે ઉપયોગની શુદ્ધિ માટે અર્જુનું ધ્યાન કરવું. તેના રેફમાંથી નીકળતી અગ્નિ જવાલાથી તે અશુદ્ધ બળે છે તો નિર્વિકાર ઉપયોગ બને છે અને તેનું દર્શન તે જ આત્મદર્શન છે. આ દર્શન ચિત્તથી થાય છે. માટે ચિત્તને અર્હમાં જોડીને ઉપયોગને શુદ્ધ કરવાનો છે. જયારે તેનું દર્શન કરવું હોય ત્યારે અંતરાત્મામાં ડૂબકી મારો તે તો ત્યાંજ છે. તમારું ચિત્ત સ્થિર હશે તો દેખાશે.
૩. જિન, જગત, જીવાત્મા
ફા.સુ. ૧૦, વિ.સં. ૨૦૫૫ આ જગત ષડ્ દ્રવ્યાત્મક છે. તેનો સમાવેશ દ્રવ્યમાં થાય છે. જડ અને ચેતન. અર્થાત્, પુદ્ગલ અને આત્મા, અર્થાત્, તેનો સમાવેશ જિન જગત અને જીવાત્મામાં થાય છે. છ દ્રવ્યમાં પાંચ જડ છે, એક જીવ ચેતન છે. વ્યવહારમાં જે કાંઈ જડની કિંમત છે તે જીવને લીધે છે. જે જીવને બિનજરૂરી છે તે જડની કાંઈ કિંમત નથી માટે બહુમાનને યોગ્ય તો જીવ જ છે. છતાં અજ્ઞાની જીવો જડને બહુમાન આપે છે. જો જીવની કિંમત લાગે તો જ જડ પ્રત્યેનું બહુમાન ઓછું થાય. જીવની કિંમત લાગે કયારે? સાધકનો અંતર્નાદ
174
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org