________________
થઈ ગયો છું કંઈ ઉપાય જડતો નથી. ફલસ્વરૂપ સિદ્ધત્વ તે મનના ધ્યાનનો વિષય નથી, ફલ માત્ર શરીરવાળા તને જોવો તે કેવલિને જ સુલભ છે, કેવળજ્ઞાન કર્મક્ષયને આધીન છે. માટે તેવી રીતે મારા પર અનુગ્રહ કર કે હું પણ તારી પેઠે સ્વકર્તવ્યપરાયણ રહી કર્મ જાળને તોડી નાંખી સિદ્ધદશાને પામું.
ર૦મો પ્રકાશ હે વિશ્વવન્ત પ્રભુ ! આ ભિખારીને તારા જેવા અનુપમ ગુણીની ભક્તિ મળે જ ક્યાંથી ? પણ તારી કૃપાથી મને કલ્યાણના ખજાના જેમાં ભરેલા છે એવા તારા પવિત્ર ચરણની ભક્તિ કરવાનો યોગ મળી ગયો છે એટલે હવે તો એ પાદપીઠ ઉપર રહેલા તારા ચરણમાં આળોટવાનું મન ભક્તિના અતિશયથી થઈ જાય છે, પણ હે પ્રભુ! હવે તો મારે જયાં સુધી આ સંસારની મુસાફરી કરવી પડે ત્યાં સુધી એ તમારા ચરણની રજ મારા મસ્તક ઉપર સ્થિર વાસ કરો, કારણ કે એ ચરણની રજનાં કણ તો પુણ્યના પરમાણુના કણ છે. ભવોભવ સુખ ને આનંદનો અનુભવ કરવા મારે તેનો આધાર છે. પુણ્યશાળીને જ સ્વામીના ચરણની રજનો સ્પર્શ થાય. તેના સ્પર્શનો યોગ મને આ ભવમાં મળી ગયો છે. પણ હવે જે ભવો કરવા પડે તેમાં એ તારી કૃપાથી અખંડ રહો. એટલી વિનંતી દર્દભર્યા હૈયે કરું છું. હે વિતરાગ દેવ! આવા વિતરાગનું દર્શન મને થયું? આ રાગ, દ્વેષ, મોહથી મલિન આત્માને તારું દર્શન? ભવકોટિએ પણ ન મળે ! ન બનવાનું બની ગયું. ખરેખર ! મારા પુણ્યનો પ્રકર્ષ વધી ગયો છે. એ તારા કરુણાના કુંભ જેવા મુખના દર્શન થયાં એ વિતરાગી, પ્રશમરસથી બનેલા મુખ કમળ ઉપર મારી આંખો ભ્રમરની જેમ આસક્ત થઈ ગઈ છે હવે એને બીજે ફરવાનું મન નથી થતું અને તારામાંજ લીન બનીને હર્ષથી ઉભરાઈ જાય છે. હે પ્રભુ! એ ઉભરાતા આંસુનાં પાણી વડે મારી દૃષ્ટિને પવિત્ર બનાવો. એ આંખો તારા દર્શન વિના રાગદ્વેષને મોહને આધીન બની દુનિયામાં નહિ જોવા લાયક જોઈ જોઈને જુગુપ્સનીય બની ગયેલી છે. તે તારા મુખના દર્શનથી જ ચોખ્ખી થાય. હે કરુણામૂર્તિ ! તારા દર્શનમાં અભુત શક્તિ છે કે તેનાથી તો લાંબા કાળનો ભવો ભવનો એકઠો કરેલો પાપરૂપ કચરો બળીને ખાખ થઈ જાય છે. એ પાપના પુંજ
ઓગળીને ખલાસ થઈ જાય છે. ૩. હે પરમેષ્ઠિ દેવ! આ બિચારું મારું લલાટ પૂર્વના અનંત ભવોમાં તને પ્રણામ નહિ કરીને ઠગાયું
છે. ખરેખર ! તે દયા કરવા લાયક છે. ભવાભિનંદીપણાથી, જે અસેવ્ય હતા તેને નમીને ગુનાનું પાત્ર બન્યું છે. તેણે એવડો મોટો ગુનો કર્યો છે કે માફી માગવાથી છૂટી શકાય તેમ નથી માટે હે કૃપા સાગર ! આ તારી આગળ આવતા તારા પ્રણામના યોગને પામ્યું છે એટલે તે ગુનાથી છૂટવા માટે ભક્તિના વેગપૂર્વક વારંવાર તારી પાસે ભૂમિ ઉપર એ લલાટને પછાડીને અફળાવવાથી જે તેમાં ઘાનું નિશાન પડી ગયું છે તે જ પ્રાયશ્ચિત્ત રૂપ બનો. જેનો અનંત ઉપકાર છે તે પણ ભૂલી
ગયો ને ત્યાં પણ અક્કડતા રાખી એ કાંઈ ઓછો ગુનો છે? સાધકનો અંતર્નાદ
188
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org