________________
જેમનો મોહ હત પ્રાયઃ છે માટે સાધુને મોહ ફસાવી ન શકે તેઓ મોહને આધીન થતા નથી. આ સાધુના ગુણો મને ઈષ્ટ છે તે માટે પ્રગટ કરવા છે. તેથી શક્તિહીન એવો હું જેઓને સાધુત્વ પ્રાપ્ત થયું છે એવા સાધુઓનું શરણ લઉં છું, કારણકે ગુણો પ્રગટ કરવા માટે તે તે ગુણયુક્ત ગુણીજનો પ્રત્યે નમ્રભાવ દાખવવો અને શરણાગતિ સ્વીકારવી એજ સરળ માર્ગ છે.
નવવાદની સમજણ નવવાડ સમજવાની ઈચ્છા તે તને તેના પાલન માટે જરૂરી હિત માર્ગે દોરશે. ૧. સ્ત્રી જાતિ માટે પ્રથમ વાડ - પુરુષ, પશુ કે નપુંસકનો વાસ હોય ત્યાં શીલવ્રતધારીએ ન રહેવું.
જો આ વાડનું રક્ષણ ન થાય તો પુરુષના સહવાસથી તેની સાથે વાતોની તક મળે, રાગ ભળે તો કુદૃષ્ટિ થાય અને વિકારમાં જવાય. પશુના સહવાસમાં રહેવાથી તેમાં નર અને નારી જાતિની કામ ચેષ્ટાઓ, વિકાર કે ક્રિીડાદર્શન થાય અને આવી ચેષ્ટાઓ દૃષ્ટિગોચર થતાં વિકારમાં જવાય. એટલે શીલરક્ષણ માટે આ પ્રથમ
વાડ ખૂબ જ જરૂરી છે. ૨. બીજી વાડ - પુરુષ સાથે એકાંતમાં વાત કરવી નહિ અગર પુરુષની વાત કરવી નહિ.
એકાંત સ્ત્રી જીવન માટે ખૂબ જ અહિતકર છે. તેમાંય એકાંતમાં પુરુષની સાથે વાત તો જરૂર અસદાચારમાં મૂકે. વાત કરતાં પુરુષને સ્ત્રી પર કે સ્ત્રીને પુરુષ પર રાગ થઈ જાય. એ જ રીતે પુરુષ સંબંધી વાત કરતાં પણ તેના પર રાગ હોય તો અગર રાગથી વાત કરતાં વિકાર પેદા થાય અને પતનમાં જવાય. ત્રીજી વાડ - સ્ત્રીએ પુરુષ જે આસન પર બેઠો હોય તે આસન પર ત્રણ પ્રહર સુધી બેસવું ન જોઈએ. આ વાડનું પાલન કરવા કાળજી જરૂર રાખવા જેવી છે. આપણા મનથી સામાન્ય જેવી લાગે એટલે બેદરકારી રહે પણ ખૂબ સાચવવા જેવું છે. મેં એક અનુભવ એવો સાંભળ્યો છે કે પુરુષ ઊઠયો અને તે સ્થાને બાઈ બેઠી. સમજુ છતાં ગાડીમાં અશકય પાલન જેવું એટલે ત્યાં બેસવાથી મનનો કાબૂ ખૂબ કેળવ્યો હતો, તેથી પણ તેને વિકાર થયો આવાં સ્થાનોમાં વિકારથી બચવા માટે પોતાની પાસે કપડાં વિગેરે હોય તે તે સ્થાન પર મૂકી બેસવાની સમજણ મેળવી, તે પ્રમાણે પણ તે વાડનું રક્ષણ કરવાની કાળજી કરવી જોઈએ. એટલે ઘરમાં હીંચકો, ખુરશી, પાટ, પાટલા, શયન વગેરે પર બેસતાં પહેલાં કાળજી રાખવી
હિતકર છે. ૪. ચોથી વાડ - પુરુષનાં અંગોપાંગ જોવાં કે ચિંતવવાં નહિ,
સ્ત્રીએ તો પુરુષ સામે દૃષ્ટિ પડે કે જેમ સૂર્યને જોઈ આંખ મીંચાઈ જાય અગર દષ્ટિ પાછી ખેંચી
લે તેમ તરત દૃષ્ટિ ફેરવી નાખે. પુરુષનાં અંગોપાંગ નિહાળી નિહાળીને જોવાથી તેના પર રાગ સાધકનો અંતર્નાદ
194
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org