________________
રક્ષો પતનના માર્ગથી પ્રેમે નમું પાયે પરી. ૩ ભવરાનના ગહને ભ્રમણ કરતાં, હું પામ્યો ગુરુ તુને,
અતિ સ્નેહથી હે દીનદયાળ !, માર્ગ દેખાડયો મુને; હે ભગવાન! તમે મારાથી દૂર કેમ જતા રહ્યા? એક ક્ષણ પણ તારા વિના મારાથી રહેવાય તેમ નથી, ભલે તમે મને છોડી દો પણ હું તમને છોડવાની નથી. ‘મા’થી છૂટા પડેલા બાળકના જેવી મારી દશા થઈ રહી છે. તરફડું છું, પડું છું, આખડું છું, રખડું છું હે પ્રભુ ! આટલા દિવસ આ સેવક પર સુનજર કરી તૃપ્ત કર્યો.
હવે શું આમ સામું નહિ જુઓ? તો મારે કયાં જવું અને કોની સાથે મનની વાતો કરી અંતરને શાંત કરું? પ્રભુ ! પ્રભુ ! મારી ભૂલોની ક્ષમા આપો. કાંઈ પણ તારી આજ્ઞાથી વિરુદ્ધ વિચારાયું હોય, બોલાયું હોય કે આચરણ કરાયું હોય તો હું તેની કરોડો વાર માફી માંગું છું. મારા ગુનાઓને દરગુજર કરી હવે પહેલાંની માફક મારા અંતરમાં આવીને વસો અને હર્ષથી ભરી દો. હૃદયમાં પધારો અને હૈયાના હાર બનો. મારાં નયનોને નચાવો અને પાવન કરો અને હું જે તારા ધ્યાનમાં લીન બનીને મારા મનરૂપી મોરને નાચ કરાવતી હતી તે ધન્ય ઘડી ધન્ય દિવસ ફરીથી પણ આજે મને પ્રાપ્ત થાઓ. હે પ્રભુ ! તે દિવસો અને તે ક્ષણો યાદ કરતાં આજે પણ મારાં નેત્રો વિકસિત થઈ જાય છે. મુખ પ્રફુલ્લિત થઈ જાય છે. મન નાચવા માંડે છે. આજે હું ઘણા પ્રયત્નથી મહેનત કરું છું તને મેળવવા અને ધન્ય તેવા દિવસો અને ઘડીઓને ફરીથી પ્રાપ્ત કરવા કોણ જાણે હજુ કયારે અવસર મળશે? પણ હા, પ્રભુ! હું ભૂલ્યો. મારી મહેનત, મારો પ્રયત્ન, આમાં શું કામ લાગે? હું તો એક પાંગળો અને કોઈ પણ જાતની શક્તિ વિનાનો. તેવી મારી શક્તિથી કાંઈ બની શકે તેમ નથી. હે પ્રભુ ! હવે તો તમે મારા પર કૃપા કરો અને આ દાસ પર કરુણા કરો તો જ મારામાં તમારી ભક્તિ કરવાની શક્તિ આવે અને પૂર્વના દિવસો જેવો લ્હાવો લઈ શકું અને આનંદ મેળવી શકું. હે ભગવન્! હું તને કરગરી કહું છું. ફકત એક જ આ મારી વિનંતિ સ્વીકારો. મારે કાંઈ ન જોઈએ. જોઈએ ફકત તારી ભક્તિ. ભવોભવ તું મારાથી દૂર ન જઈશ. આ જીવનમાં પણ અંત સુધી તારી ભક્તિમાં ખામી આવશે તો? કોઈ અંતરાયો નડશે તો? મારે જીવવું શી રીતે ? ભક્તિની ત્રુટિની સંભાવના અગર તો તેવો વિચાર આવતાં પણ હૈયું હાથ ઝાલ્યું રહેતું નથી. હે ભગવન્! વારંવાર આ એક જ માંગણી છે. તું મારાથી દૂર ન જઈશ. અખંડ તારી ભક્તિ મળે. તારું શાસન દરેક ભવોમાં હું મેળવવા માટે ભાગ્યશાળી બનું.
દેરાસરમાં ભગવાનની સામે એકી ટશે જોઈ રહેતાં ભગવાન સાક્ષાત બધું મારું સાંભળે છે એ જાતનો મને વિશ્વાસ છે. કાંઈ પણ જોઈતું હોય તે અહીંથી મળશે. મારી શક્તિ નથી કાંઈપણ મેળવવાની સંસારનાં સઘળાં દુઃખ (કષાયાદિ)એ ટાળશે. સળગતું અંતર એ શાંત કરશે અને એવું જયારે-જયારે અંતરના ઉદ્ગારપૂર્વક, શ્રદ્ધાપૂર્વક પ્રભુ ચરણે રડતાં-રડતાં જે બોલાયું હશે તે માટે બચી જવાયું હોય તેમ અનુભવાયું છે. ભગવાનને સ્થિરતાથી નિહાળતા-નિહાળતાં બીજા વિચારોમાંથી મન ઊઠી જાય, થોડી વાર બહાર પણ જાય. વળી સ્થિરતા થાય. તેમના મુખને જોતાં પ્રસન્નમૂર્તિ, કરુણાથી ભરેલી સાધકનો અંતર્નાદ
198
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org