________________
આંખો જોવામાં આનંદ આવે. તેમની કરુણાર્દષ્ટિમાંથી કરુણા મારા ઉપર ઝરી રહી છે એ વિચારમાં મન પરોવાતાં આજુબાજુના વાતાવરણમાં મન જલ્દી ન જતાં તે વિચારમાં વધુ આનંદ આવે. મન કાંઈક સ્થિર થાય. અને બીજો કોઈ વિચાર ન આવે પણ ભગવાન અને હું એમ મનની અંદર મનાય એટલે (સ્તવનની) કડીઓના અર્થ સમજી શકાય. તેમાં મોટે ભાગે શરણરૂપ, વિનંતિરૂપ, વિરહરૂપ ગતભવ કહાણીના શોચરૂપ, નિરાધારપણાને સૂચવનારી કડીઓ હોય તે હૃદયને વધુ સ્પર્શ કરે. એટલે હૃદયને અસર પહોંચવાથી ઢીલું પડવાના સ્વભાવથી આંખમાં પાણી આવવાં શરૂ થયાં. ઘણી વખત સ્તવનની કડી આનંદના શબ્દો વાળી હોય, પણ અશ્રુપાત જ ગમે એવા સ્વભાવથી તે કડીનો અર્થ બીજી રીતે વિચારીને પણ શરણ, વિનંતિ આદિ કોઈપણ ભાવથી રડી જવાય. કોઈ વખત નહિ રડવાનો નિશ્ચય કરું કે રડવું નથી. આનંદ આવે એવો પ્રયત્ન કરું પણ એ પ્રમાણે કરતાં રડવું ન આવે અને આનંદ પણ ન આવે. ચિત્ત બહાર ફરે અને રડાય તો મન તે તે કડીઓમાં વધુ સ્થિર થતું જાય અને રડયા પછી પ્રસન્નતા વધી જાય. હૃદયસ્પર્શી કડી બને તો એની એ જ કડીનો ભાવ આજે જે બાજુનું વહેણ વળ્યું એ બાજુનું વિચારાય વળી કોઈ દિવસ બીજું વિચારાય મકાનમાં બેઠાં રડવું આવે તો અંતરમાં એટલે કંઈ બોલ્યા વગર આંસુ આવે. દેરાસરમાં રડવું આવે તેમાં લોક દેખે પણ એમ થાય કે કોઈ દેખાતું નથી. એ વિચારમાં એ કારણ છે કે ચશ્માને લીધે આંખમાંથી નીકળતાં આંસુ ન દેખાય. પાલીતાણાથી નીકળ્યા પછી વિહારમાં રસ્તામાં ચાલતાં ગિરિરાજ પર જે રીતે યાત્રા કરતાં હતાં તે પ્રમાણે વિચારી જતાં હતાં. તેમાં ત્યાંની યાત્રામાં જે આનંદ આવતો હતો તેનો અંશ અનુભવાતો હતો, પણ ચાલતાં-ચાલતાં ચિત્તની એકાગ્રતાને રોકવી પડતી હતી. અહીં આવ્યા પછી સારો સમય મળે એટલે યાત્રા સ્થિરતાથી વિચારી જતાં કલાક-બે કલાક થાય તેમાં બહુ આનંદ આવતો અને એ વિચારમાં આદીશ્વર ભગવાન પાસેથી ગયા પછી આ લીટી બોલતાં કલાક સુધી ઘણો વિરહ વેદાયો.
‘માઈ મેરો મન તેરો નંદ હરે' કંચન વરણ કમલ દલ લોયણ, નિરખત નેન ઠરે-માઈ.
દૂર દૂર જંગલ અને શાંત વાતાવરણમાં બેઠી હતી. ગિરિરાજ અને આદીશ્વર ભગવાનની મૂર્તિ ખૂબ યાદ આવી અને આ કડીનો અર્થ એવી રીતે વિચારીને ખૂબ રડી, જાણે મરુદેવા માતાને ફરિયાદ કરતી હોઉં તેવી રીતે-એ મા ! જો ને તારો પુત્ર મારા મનનું હરણ કરે છે અને રહેવું છે દૂર. મારે રહેવું કેવી રીતે ? જીવું પણ શી રીતે ? આ ભાવથી જેટલું હૃદય ભરાઈ ગયું તેટલું ખાલી થયું ત્યાં સુધી લગભગ પસીચેક વખત પહેલી જ લીટી બોલાઈ ગિરિરાજ પર જે આદીશ્વર ભગવાનની મૂર્તિ છે તે બરાબર ખ્યાલ આવે અને ત્યાં સામે રહેલા દીવાનો પ્રકાશ તેમનાં ચક્ષુ પર પડવાથી સુવર્ણ જેવી ચળકતી અને અખંડ કૃપાને વરસાવતી આંખો કમળ જેવી સુંદર જોયેલી. તેના પર બીજી લીટીનો અર્થ એ રીતે વિચારતાં ‘કંચન વરણ કમલ દલ લોયણ નિરખત નેન ઠરે.’' મારી આંખો તેમાં ઠરી જતી હોય એમ અનુભવ થતાં તારી આંખોમાં કેવળ કરુણા ભરી છે. ત્યાં જ મારી આંખોને ઠંડક લાગે છે. દુનિયામાં બીજું કાંઈ જોવું ગમતું નથી.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
199
www.jainelibrary.org