________________
ઊગાડીએ તો કાળે ફળ માત્ર આપે છે. તું તો નહિ ઊગાડવા છતાં આ લોક અને પરલોકના સુખરૂપ ફળો આપે છે. વળી વૃક્ષો જળથી સિંચીએ તો ફળથી લચી પડે છે. તું તો પોતાના સ્વરૂપમાં જ અવસ્થિત છતાં તારું મોટું ગૌરવ છે. કલ્પવૃક્ષો તો સંકલ્પ કરેલી વસ્તુ આપે છે, તું તો સંકલ્પ ન કરેલી વસ્તુ આપનાર કલ્પવૃક્ષ છે. આવા તારી સહાયથી હું થોડા જ કાળમાં અમૃતરૂપ મોક્ષફળ મેળવી શકું તેમ છું.
હે વિશ્વેશ! જે અસંગ છે તે કેવી રીતે જનેશ? મનુષ્યોના સ્વામી હોય તેઓનો મોહ તેમના પ્રત્યે હોય જ. તું તો સર્વ સંગનો ત્યાગી છું છતાં પરમ આહત્યના પ્રભાવથી ઈચ્છા નહિ હોવા છતાં ત્રણ ભુવનના લોકોથી સેવ્ય છું. હે કૃપા સિંધુ ! જે નિર્મમ છે તે કેવી રીતે કૃપાત્મા? મમતા હોય તો જ દયાળુ હોય, જગગુરૂ તો વિતરાગ સ્વભાવથી જ મમત્વ રહિત છે છતાં દુષ્ટ કર્મોથી પીડાતા ત્રણ ભુવનના જીવો પ્રત્યે પરમ કૃપાળુ છે. જે ઉદાસીન છે તે કેવી રીતે ત્રાતા? રક્ષક ઉદાસીનભાવથી રક્ષણ ન કરી શકે. તું તો વિશ્વ રક્ષક, રાગ દ્વેષથી રહિત છે તેથી માધ્યસ્થભાવમાં વર્તો છો છતાં પણ એકાન્ત હિતકારી તે જગતને ધર્મનો ઉપદેશ આપીને તેમના આતરશત્રુને ત્રાસ પમાડયો છે. આવા પ્રભુનો હું કિંકર છું પણ આશ્ચર્ય એ થાય છે કે હું આપનો કિંકર છું છતાં અનંત છું. જગદ્ગુરુ તો પરિગ્રહથી રહિત છે તે કોઈને અંકમાં સ્વીકારતા નથી છતાં ફકત કિંકરપણાથીજ કુગ્રહના કલંક વિનાનો છું આવા તમને મેં મારો આત્મા સોંપ્યો છે.
વળી હે સ્વામી ! જે પ્રગટ રત્નનો નિધિ હોય તે ગોપવ્યા વિનાનો કેવી રીતે હોય? પણ તું તો જ્ઞાનાદિ રત્નોનો ભંડાર છો અને તે તો ત્રણ ભુવનના મનુષ્યને પ્રગટ છે એ આશ્ચર્ય છે.
હે પ્રભુ ! સામાન્ય ફળવાળું વૃક્ષ પણ કાંટાની વાડથી ઢાંકી દેવાય છે. સ્વામી તો કલ્પવૃક્ષ, જે સકલ પ્રાણીજનના મનના સંકલ્પ પૂર્ણ કરે છે. એવા કલ્પવૃક્ષ છતાં કર્મરૂપી વાડથી વિંટાયેલા નથી.
વળી જે ચિંતામણિ છે તે તો ચિત્તિત ફળ જ આપે છે તો અચિંત્ય કેવી રીતે ? જગદગુરુ તો સમસ્ત ચિત્તિત વસ્તુને આપનાર હોવાથી ચિંતામણિ છતાં અમાપ, મહિમાવંત હોવાથી મન, વચન, કાયાનો વિષય બનતા નથી એવા અચિંત્ય ચિંતામણિ રત્ન પરમાત્માને મારો આત્મા સર્વ રીતે સોંપી દીધો છે. તને મારો આત્મા સ્વાધીન કરીને હું પ્રાર્થના કરું છું કે
હે જગત્ શરણ્ય ! તું ફળ માત્ર શરીરવાળો છું કારણકે સંગત્યાગનું, દુસ્તપ તપનું, કર્મને મૂળમાંથી ઉખેડી નાંખવાનું, કેવળજ્ઞાનની ઉત્પત્તિનું, તીર્થ પ્રવર્તનનું ફલ ખરેખર સિદ્ધપણું છે. એટલે હાલમાં તો તું ફલ માત્ર શરીરવાળો એટલે કેવળજ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય સ્વરૂપ છો એવા હે પરમાત્મા ! તું મારા પર પ્રસન્ન થા.
હે પ્રભુ ! સિદ્ધ સ્વરૂપ તારા ધ્યાનથી હું વંધ્ય છું. સિદ્ધપણાના યથાવસ્થિત સ્મરણમાં હું ભીનો નથી એટલે મારો પ્રયત્ન નિષ્ફળ છે, કારણ કે અનુધ્યાન તો જોયેલું, સાંભળેલું અને અનુભવેલું હોય તે વસ્તુનું જ થાય છે, તું તો નિરંજન પદ પર રહેલો પરમાત્મ સ્વરૂપ છો તેથી સર્વ રીતે જોવાનો સાંભળવાનો, અનુભવવાનો વિષય તું બની શકતો નથી. તેથી શું કરવું એ સમજ પડતી નથી ત્યામૂઢ સાધકનો અંતર્નાદ
187
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org