________________
એટલે હવે તો હૃદયના શુદ્ધ ભાવથી અશરણ એવો હું ચારેનું શરણ લઉં છું. ૬. હે ક્ષમાનિધિ ! તારા શરણે આવેલા મને સર્વ જીવો સાથે ક્ષમાપનાનો ભાવ શુદ્ધ હૃદયપૂર્વક પ્રગટ
થાઓ. સર્વ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાયને પામેલા જીવો પ્રત્યે મને શત્રુભાવ હોય કે મૈત્રી ભાવ હોય, દૃષ્ટિ પથમાં આવ્યા હોય કે ન આવ્યા હોય, પરિચયમાં આવેલા હોય કે ન આવ્યા હોય, પરિચયમાં આવેલા હોય કે અપરિચિત હોય તે સર્વનો મારાથી કંઈ અપરાધ થયો હોય તેને હું કબુલ કરું અને ક્ષમા માગું છું, અને તે સર્વ જીવોને મારા પ્રત્યે કાંઈ કલુષિતતા થઈ હોય તે છોડી દો અને મારા અપરાધોને ક્ષમા કરો. તારું જ એક શરણ છે
એવા મને તેમના પ્રત્યે મૈત્રી હિતની બુદ્ધિ પ્રાપ્ત થાઓ. ૭. હે વિશ્વપાલક! જે આ સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય વગેરે બહિર્મુખ દશાના કારણે મારાં છે એમ મનાય
છે. પણ તે પર વસ્તુ હોવાથી આત્માની સાથે આવતું નથી. તે આત્માથી જુદું જ છે. એથી દ્રવ્યથી ભલે તે બધું મારું કહેવાય પણ ભાવથી તો હું એકલો જ છું, એમાં મારો સંબંધી કોઈ નથી અને પોતાના કરેલા ફલને ભોગવનારો હું પણ તેઓનો સંબંધી નથી, આ રીતે હું એકલો છું એટલે મારે કાંઈ દીનતા નથી કેમકે તારા ચરણોનું શરણ મેં સ્વીકાર્યું છે એટલે જરા માત્ર પણ દીનતાને
હું ધારણ કરતો નથી, કારણકે તારા શરણમાં પરમ સ્વતંત્રતાનું સુખ જ છે. ૮. હે વિશ્વવત્સલ ! સર્વથી અદ્ભુત તારા પ્રભાવથી, પ્રસાદથી, પ્રાપ્ત થાય તે પરમ આનંદ સ્વરૂપ
મુક્તિનું સ્થાન જયાં સુધી મને ન મળે ત્યાં સુધી તારા ચરણના શરણમાં લીન બનેલા મારા પ્રત્યેની તારી શરણે આવેલા પ્રત્યે ઉચિત રક્ષણતા વાત્સલ્યતા છોડીશ નહી. પછી તો પરમ સુખને પામેલો હું, તારી જેમ સુખને ભોગવતો કોઈની પાસે પણ શરણની પ્રાર્થના કરીને દીનતા નહિ કરું.
હે મહેશ! ભક્તિથી નમેલા આ મારા ઉપર ખૂબ ભાવથી નમ્ર હૈયે નમું છું) દયા કરીને દુઃખોના અંકુરરૂપ જે પાપો છે તેને મૂળમાંથી ઉખેડી નાંખવા તત્પર થાવ કેમકે તે દુઃખરૂપ ફળ પાપમાંથી જ આવ્યું છે તે પાપ વવાઈ તો ગયાં છે તેના અંકુર પણ નીકળ્યા છે જે પ્રત્યક્ષ દેખાય છે પણ તેને ઉખેડવા આપ જ સમર્થ છો. તે મારા પાપને મૂળમાંથી જ ઉખેડી નાખો કે મારી પાપ વૃત્તિઓ નાશ પામે પછી મને કંઈ ભય નથી.
નિઃસંખ્યસારશરણં શરણું હે શરણ્ય ! જગતની અંદર (મને મોહાધીનતાથી) અસંખ્ય વસ્તુઓ એવી છે કે જે મને શરણ કરવા રૂપ લાગી અને તેનું શરણ મેં લીધું પણ મને તેનો અનુભવ કરતાં સમજાયું કે તે અસંખ્ય વસ્તુઓમાં સાર-શ્રેષ્ઠ શરણ જે અશરણનો આધાર શરણ કરવા લાયક એક તારું ચરણ જ છે કે જેણે શત્રુઓનો નાશ કરી નાખ્યો છે. તું અરિહંત છું એ વાત જગતમાં પ્રસિદ્ધ છે. તે બધાય શત્રુઓને જીતી લીધા છે તારે કોઈ શત્રુ નથી એટલે રક્ષણ કરવામાં સમર્થ તું જ છે માટે હે શરણાગત વત્સલ! તારા ચરણનું શરણ સ્વીકાર્યું પણ તારું શરણ પામીને પણ તેમાં ચિત્તને જોયું નહિ, પૌલિક ભાવોમાં રસિક બનેલું મારું ચિત્ત તારા ચરણમાં લીન ન બન્યું, એકાગ્રતા વિના શરણની સાધકનો અંતર્નાદ
185
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org