________________
વિપત્તિનું ઝેર તો ન ચડે પણ તે ડંખ મારીને હેરાન પણ ન કરી શકે પણ હું તેનાથી ડંખાઈ રહ્યો છું, પીડાઈ રહ્યો છું એટલે ખરેખર ! ભવ ભ્રમણમાં બધી જાતનાં નાટક કર્યાં છે અને બધુંય મને મળ્યું છે, સાંભળ્યું છે પણ તું મારી કર્ણેન્દ્રિયનો વિષય નથી બન્યો નહિતર મારી આવી દશા ન હોત !
જન્માન્તરેડપિ તવ પાદયુગં ન દેવ !
હે દેવ ! પૂર્વ જન્મોમાં (ન તં ઠાણું ન તં કુલ આ રીતે બધા જન્મો અને તેનું સ્વરૂપ ચિત્તમાં ખડું થાય.) તમારા ચરણનું શરણું મેં લીધું જ નથી. જે તમારું ચરણ કેવું છે ? જે માગીએ તે આપે એવું છે છતાં મેં કેટલીય મૂર્ખાઈ કરી છે કે કોઈ વખત અભિમાનમાં આવી જઈને કે કોઈ વખત સંસારની બાહ્ય વસ્તુને મોહથી મૂઢ બનેલી મતિથી સાચું શરણ માનીને મેં તારી ઉપેક્ષા કરી છે અને બીજા તેવાં શરણો સ્વીકારીને હું કેવળ દુ:ખી જ થયો છું. જયાં જેના શરણે ગયો તેણે મારો પરાભવ જ કર્યો છે. લલચાવીને જરાક આશરો આપે ને બદલામાં દુઃખી કરે. આશરો પણ દુ:ખી કરવા માટે આપે તે મને સાચું લાગ્યું અને જે ચિંતામણિ પણ અધિક દાન કરવામાં સમર્થ છે અને આશ્રય આપ્યા પછી એકાંત, શાંતિ, અપાર સુખ જેના શરણમાં છે તેની ઉપેક્ષા કરી છે કેટલી મૂર્ખાઈ ? ખરેખર ! એ તારા ચરણનું શરણ સ્વીકારી પૂછ્યું નથી તેથીજ આ પરાભવ (તે વખતે આત્માના દોષો જેટલા ખ્યાલમાં આવે તેટલા, તે દોષો પોતાનું ચલાવે છે મારું કાંઈ ચાલતું નથી. તે મારા ઉપર જુલમ ગુજારે તોય હું કાંઈ ન કરી શકું તેવી આત્માની નિર્બળતા યાદ આવે અને તે જેમ કરે તેમ કરવા દેવું પડે, અગર ખ્યાલ પણ ન આવવા દે, દોષ રૂપે સમજવા પણ ન દે) નું સ્થાન હું બન્યો છું નહિતર શું આ પરાભવો મારે હોય ? તારા ચરણનું શરણ એટલું સમર્થ છે જે કોઈ તેને સ્વીકારીને સેવે તેને તો લીલાલ્હેર હોય ! પણ મેં તે પૂજયું નથી.
“નૂનં ન મોહિતમિરાવૃત લોચનેન.’’ !
હે વિભુ ! મેં પૂર્વે જે જન્મો કર્યા તેમાં દૃષ્ટિને મોહથી મદોન્મત્ત બની જઈ જાણે મારે તને જોવાની કયાં જરૂર ? એમ ઉઘાડી જ નથી, તને જોવા માટે એક વખત પણ તૈયાર થયો નહિ, તારું દર્શન અમૃત કરતાં પણ અધિક તૃપ્તિ, આનંદ આપે તેવું છતાં મોહથી અર્ધ બનેલો, છકી ગયેલો જેથી મારી દૃષ્ટિ ઉપર મોહનું પડ બાઝી ગયું કે મેં એક વખત પણ તને જોયો નથી. જો મેં તારા દર્શનરૂપી અમૃતનું પાન કર્યું હોત અને તૃપ્ત બન્યો હોત તો આ મર્મમાં પીડનારા જે દુઃખનું વર્ણન જ ન થાય તેવા અનર્થો દુઃખો. કેમ પીડે ? કેમકે અજ્ઞાન અને મોહથી સાચી દૃષ્ટિ ઢંકાઈ ગઈ છે. તારા દર્શનમાં ચિત્ અને આનંદ વગેરે સાક્ષાત્ દેખાય છે તારામાં તે વસ્તુનાં સાક્ષાત્ દર્શન થાય પછી અજ્ઞાન અને અશાંતિ મારે હોય ?
આટલું પ્રશ્ચાત્તાતરૂપે થયા પછી એકદમ ખ્યાલ આવે.
આકણિતોડપિ એ શ્લોક બોલતાં. ના, ના, ના, મેં તમને સાંભળ્યા તો છે પૂજ્જાય છે અને તારું દર્શન પણ કર્યું છે પણ બધુંય કરવામાં ચિત્તને અલગ રાખ્યું છે, ચિત્તને બીજામાં જ રસ લેતું રાખ્યું છે, સંસારની બીજી-બીજી વસ્તુમાં જ રસ છે અને તારી સાથે ચિત્ત જોડવામાં બધું ઉપર ટપકું ચિત્તને સાધકનો અંતર્નાદ
191
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org