________________
૪. હે પ્રભુ! અનાદિ કાળથી ભવભ્રમણ ચાલી રહેલું હોવાથી મારા અંતઃકરણમાં મિથ્યાદર્શનોની
દુષ્ટ વાસનાઓ એ મહાન સ્વરૂપ પકડયું છે, ઘર કરીને રહી છે. હે પ્રભુ! આજે તારાં દર્શન થયાં ઘણો આનંદ થયો નિર્નિમેષ આંખો વડે દર્શન કરવા છતાં ધરાતી નથી. તારા દર્શનના આનંદથી રોમાંચ ખડાં થઈ જાય છે. એ ઊંચા થયેલા રોમાંચ કાંટા રૂપ બનો કે જે મારી અનાદિ દુષ્ટ વાસનાને દુઃખી કરે અને એને પીડા ઉત્પન્ન કરીને બહાર કાઢી મૂકે. હે જગલોચન ! તારા મુખમાં અમૃત ભર્યું છે. એટલે જેઓ તારા મુખરૂપી ચંદ્રમાના દર્શનના યોગને પામે તેઓ જ તેમાંથી અમૃતના ઘુંટડાઓનું પાન કરી શકે. મને તારું દર્શન થયું હવે એ તારા મુખરૂપી ચંદ્રની જ્યોસ્નાનું (અમૃતનું) પાન કરતી મારી આંખો ધરાતી નથી એટલે તે અમૃતનું ગટ-ગટ પાન કરતી મારી આંખોને તૃપ્તિનો ઓડકાર ન આવે ત્યાં સુધી તે આંખો સ્થિર
નિર્નિમેષ બની જાવ. ૬. હે વિવૈકમિત્ર ! જગતમાં તું જ એક સર્વસ્વ છે અને સર્વ સારભૂત તારામાં જ છે, માટે મારો
આ દેહ અને સર્વ અંગોપાંગ તારા માટે હો. તારા સિવાય, અન્ય અસાર વસ્તુઓમાં આ દેહનો ઉપયોગ કરીને ઘણી વિટંબણાઓ ઊભી કરી છે. હવે તું મળ્યો એટલે મને લાગ્યું કે જગતમાં સઘળી જોવા લાયક વસ્તુમાં સારભૂત હોય તો તારું મુખ જ છે, સર્વ ઉપાસ્યમાં સારની તો તું અવધિ છે. જગતમાં સર્વ સાંભળવા લાયકમાં સર્વસ્વ કંઈ હોય તો તારા ગુણો જ છે. બીજું કાંઈ નથી. હવે એ અસાર વસ્તુમાં આ દેહનો ઉપયોગ થાય ? કદી નહિ. હવે તો તારી કૃપાથી મારી બે આંખો હંમેશાં તારા મુખમાં જ આસક્ત થાઓ. મારા બે હાથ તારા ચરણોની સેવા માટે
તત્પર રહો. મારા બે કાન તારા મનોહર ગુણોને સાંભળવામાં સાવધાન રહો. ૭. હે પૂજ્ય ! અદ્ભુત અવર્ણનીય ગુણોનો ભંડાર તું, તારી સ્તુતિ શું મારાથી શક્ય છે? સૂક્ષ્મ
અર્થના રહસ્યોના ભેદ પાડવામાં સમર્થ એવા પૂર્વના મહાપુરુષો પણ તીક્ષ્ણ બુદ્ધિવાળા તારા સંપૂર્ણ ગુણો ગાવા વાણીનો પ્રયોગ કરી શકયા નથી તો તેમની અપેક્ષાએ તો મારી વાણી કુંઠિત છે. છતાં જો તે મારી વાણી તારા ગુણને ગ્રહણ કરવા તરફ સ્પૃહાવાળી છે તો એવી બુટ્ટી પણ
મારી વાણીનું કલ્યાણ હો ! ૮. હે નાથ ! હું તારો પ્રેપ્ય છું, દાસ છું, સ્વામીના ચિત્તને અનુરૂપ સેવામાં તત્પર એવો સેવક છું,
કિંકર છું. સેવકો સેવાને અનુરૂપ ફલને ઈચ્છે છે તો પણ તારી પાસેથી હું કંઈ પણ અધિક માંગીશ નહિ, ફકત “ઓમ્' એ શબ્દ માત્ર ઉચ્ચારીને “તું મારો' એમ મારો સ્વીકાર કર. તું માત્ર અંગીકાર કરે એટલે હું કૃતકૃત્ય છું એટલે એથી અધિક બીજું કંઈ જોઈતું નથી.
“મૈત્રી પવિત્ર યાત્રાય.” વિશ્વના સમગ્ર જીવ પ્રત્યે કોઈ દુઃખી ન થાઓ' સર્વનું હિત થાઓ, કલ્યાણ થાઓ, આખું જગત પાપ અને દુઃખથી મુક્ત થાઓ, આ કલ્યાણકારી ભાવથી પૂર્ણ છે વિતરાગ અરિહંત પ્રભુ ! તારામાં મૈત્રી ટોચે પહોંચેલી છે કે જે વિશ્વમૈત્રીના ભાવથી વાસિત તારા આત્માએ જગતના જીવોના કલ્યાણના ભાવથી તેના માટે પોતાના દુઃખને, કષ્ટને ગણકાર્યું નથી. પોતાના મોક્ષ સાધકનો અંતનદ
189
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org