________________
સુખનું પણ ચિંતવન કર્યું નથી. આવી મૈત્રીનું પવિત્ર ભાજન તું જ છે.
સમસ્ત દોષ રહિત યથાર્થ વસ્તુતત્વાવલોકી ગુણી પુરુષોના ગુણનો પક્ષ તારામાં અદ્ભુત જેથી ગુણી પુરુષોના ગુણોના આનંદથી તમે શોભી રહ્યા છો.
શરણાગતજન ઉપર નિષ્કારણ કરુણાવંત હે પ્રભુ ! તું મહાકરુણાના કારણે જગતના સમગ્ર જીવોના દુઃખના પ્રતિકારનું ચિંતવન તું નિરંતર કરી રહ્યો છું તેથી તું પૂછ્ય છો.
ભિન્ન ભિન્ન કર્મ વડે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા જીવો વડે સારી ખોટી ચેષ્ટા કરાય છે, આ ભાવથી સ્તુતિ કરનાર કે રોષ કરનાર ઉપર તુલ્ય મનોવૃત્તિ હોવાથી પૂજ્ય તું જ છે, માટે યોગ સ્વરૂપ તમને મારા નમસ્કાર હો.
દીનોદ્વાર૨ધ૨સ્વદપરો નાસ્તે મદન્યઃ કૃપા
પાત્ર નાત્ર જને જિનેશ્વર તથાપ્યતાં ન યાચે શ્રિયમ્ કિં ત્વહન્નિદમેવ કેવલ મહો સદ્બોધિરત્ને શિવં
શ્રી રત્નાકર ! મંગલૈકનિલય ! શ્રેયસ્કરે પ્રાર્થયે.
હે પ્રભુ ! હું દીન, કંગાલ, ગરીબ, રાંક છું, તારામાંનો એક અંશ, મારામાં પ્રગટે એવી લાયકાત પણ મારામાં નથી. એટલે મારા જેવો દયાપાત્ર આ જગતના જીવોમાં કોઈ નહિ હોય, અને હે કરુણાસાગર! દીનોનો ઉદ્ધાર કરવામાં અગ્રેસર કરુણાવંત તારા જેવો મેં કોઈ જોયો નથી. તું કરુણાનો ભંડાર છે અને તારી કરુણાને ઠાલવવા માટે મારા જેવો ગરીબમાં શિરોમણી કરુણ અવસ્થાને ભોગવતો કરુણાનું મહાપાત્ર હું મળી ગયો છું, તો તું કોની રાહ જુએ છે, કરુણા ઠાલવ પણ એ પહેલાં હું તને કહી દઉં છું કે હે જીનેશ્વર ! તું જીનેશ્વર છું તો પણ એ લક્ષ્મીને હું માગતો નથી કિંતુ, હે અરિહંત દેવ ! તું ગુણરૂપી રત્નોનો ખજાનો છે મંગલોનું એક નિવાસ સ્થાન છે માટે તારી પાસે દીનતાથી કરગરતો ફકત માગું છું, કલ્યાણકારી એક સદ્બોધિરત્ન, તે તું મને આપ.
પ્રણિધાનમાં
“અસ્મિન્નપારભવવારિનીધો મુનીશ'' ! અહીંથી ત્રણ શ્લોકોમાં પ્રશ્ચાત્તાપરૂપે રડવું આવે.
હે પ્રભુ ! આ અપાર ભવ સમુદ્રમાં (આ વિચાર સાથે ચારે ગતિ અને તેનું સ્વરૂપ ચિત્તમાં ખડું થઈ જાય. અપાર અનેક ભવોમાં મેળવેલી અનેક ગતિઓનું ચિત્ર ખડું થાય) હું ડૂબકાં ખાઈ રહ્યો છું, અથડાઈ રહ્યો છું, ભટકી રહ્યો છું તેમાં મને એમ સમજાય છે કે મેં તને સાંભળ્યો નથી. તારું સ્વરૂપ મારા કાને પડયું નથી કે તું આવો કરુણાથી ભરપૂર દયાળુ કોઈ અદ્વિતીય દેવ છો ! શું મેં તને સાંભળ્યો હોય તો આ જન્મ-મરણ (જન્મવું ને મરવું, જન્મવું ને મરવું આ વિપત્તિ સર્પણ જેવી ભયંકર લાગે) ની વિપત્તિ મારી પાસે આવે ખરી ? તારું નામ, તારી અવસ્થા, તારું સ્વરૂપ સાંભળવામાં આવે તો તારું નામ તારી પવિત્રતાના મહિમાથી એવા પ્રભાવશાળી મંત્ર સ્વરૂપ છે કે જેના કાનમાં પડે તેને આ સાધકનો અંતર્નાદ
190
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org