________________
નામ આત્માનું અન્વેષણ કહેવાય.
૬. સર્વજ્ઞતા
કા.સુ. ૧૪, ૨૦૧૫ સર્વ ગનાત ત સર્વજ્ઞ?” સર્વ એટલે સ્વ અને પર સઘળું, સર્વજ્ઞતા એટલે સઘળું જાણવાપણું સ્વ - એટલે પોતે અને પોતાને લગતી બધી વસ્તુ પર - એટલે પોતાના સિવાય બધી જ વસ્તુ.
સ્વ અને પરમાં સમગ્ર વિશ્વ આવી જાય છે. સ્ત્ર સિવાય પર ઘણું છે. માટે તે જાણવા માટે વિશિષ્ટ જ્ઞાન જોઈએ. તે વિશિષ્ટજ્ઞાન એટલે કેવળજ્ઞાન. માટે સર્વજ્ઞતા જેને કેવળજ્ઞાન પ્રગટ થાય તેને જ હોય છે. તે સિવાય શ્રુતજ્ઞાનથી જાણે ખરો, પણ સર્વજ્ઞ ન કહેવાય. પરંતુ શ્રુતકેવળી કહેવાય. શ્રુતના આધારે કેવલી અર્થાત્ સર્વજ્ઞ સદેશ બને પણ સર્વજ્ઞતા ન પ્રગટી હોય. | સર્વજ્ઞ જગતના સઘળા ભાવોને, પદાર્થોને એકી સાથે જાણે, જુએ. શ્રુતકેવળી શ્રુતના આધારે ક્રમબદ્ધ જુએ, જાણે. પણ જુવે-જાણે સઘળા ભાવો. માટે શ્રુતનો મહિમા પણ અપરંપાર છે. પરમાત્મા સર્વજ્ઞતા ન આપે પણ શ્રુતજ્ઞાન આપી શકે જેથી ગણધર ભગવંતોને પરમાત્માએ ત્રિપદી આપી અને પછી સર્વજ્ઞતા સ્વ પુરુષાર્થ દ્વારા પ્રગટ કરી. કારણ કે ત્રિપદી પામવા માટે જ્ઞાનાવરણીયકર્મનો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ જોઈએ અને સર્વજ્ઞતામાં મોહનીયનો સંપૂર્ણ ક્ષય જોઈએ. મોહનીય ગયું એટલે અજ્ઞાન નાશ પામે પછી અજ્ઞાનાવરણ ટકતું નથી. તેથી મોહનીય અને અજ્ઞાનને નજીકનો સંબંધ છે. એક બીજા વિના તે રહી શકતા નથી. મોહનીયને નાશ કરવા માટે જ પુરુષાર્થ જોરદાર કરવો પડે તેમ છે.
સર્વજ્ઞતા પ્રગટે એટલે આત્મિક સુખ પ્રગટે કેમકે અજ્ઞાન જ સુખનું બાધક છે અને દુઃખનું કારણ છે, સાધક છે અને તે અજ્ઞાન મોહજન્ય છે. માટે જ્ઞાનાવરણીયની સાથે મોહનીયનો પણ ક્ષય જરૂરી
ખરેખર તો જેટલું વધારે જાણીએ એટલું દુઃખ વધારે પણ જેને મોહનીય કર્મનું જેટલું જોર વધારે તેને જ્ઞાન, દુઃખ વધારે આપે. જો મોહનીય કર્મનો ક્ષયોપશમ જેટલો જોરદાર તેટલું જ જ્ઞાન વધારે સુખી કરે. મોહનીય કર્મનો ક્ષય થઈ જાય પછી તો સંપૂર્ણજ્ઞાની બની જાય. કોઈ વાતે અધૂરાશ ટકતી નથી એટલે સંપૂર્ણ જ્ઞાની, પૂર્ણાનંદી, પૂર્ણ આનંદ અને એ આનંદથી સુખની લહેરમાં સદા મહાલતો હોય છે.
આનંદ એ ચારિત્રનો ગુણ છે છતાં જ્ઞાન સાથે ભળેલો છે આનંદ જ્ઞાન જન્ય છે માટે જ અજ્ઞાન મોહજન્ય કહ્યું છે, ચારિત્ર મોહનીયના ક્ષયથી આનંદ અર્થાતું, આત્મરણિતા પ્રગટે છે.
સાધકનો અંતર્નાદ
177
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org