________________
અસ્મિતા-જેના વશથી બધે “હું' એવો અહંકારભાવ કરાવે છે. રાગ-ગમતા વિષયોમાં ગાઢ આસક્તિ કરાવે છે. દ્રષ-અણગમતા વિષયોમાં અત્યંત અપ્રીતિ કરાવે છે. અભિનિવેશ-જે સાચું સ્વરૂપ નથી તેમાં પણ “આમ જ છે' એવો એકાંત આગ્રહ કરાવે છે.
આવા સ્વરૂપવાળા કલેશરૂપ વૃક્ષોનું મૂળ આત્માએ અનાદિ સંબંધના વશથી બાંધેલું છે, તે વૃક્ષના અંકુશ તે તે વિકારોથી દેખાડયા છે, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક વેદનાના ઉદયરૂપ પુષ્પો છે, પરભવમાં પ્રકાશિત થયેલા દુર્ગતિનાં દુઃખો એ ફળ છે. આવા ક્લેશરૂપ વૃક્ષોને જેમની સામે બીજો કોઈ મલ્લ નથી એવા હસ્તિમલ્લ સમાન જે ભગવાને દીક્ષાથી માંડીને કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધી આકરાં તપ વડે હચમચાવીને શુકલધ્યાનરૂપી સૂંઢથી મરડીને રમત માત્રામાં ઉખેડી નાંખ્યા છે. આવા મારા સમર્થ નાથને હું નિરંતર ઝંખું છું. કેમકે હું જેમને શરણે ગયેલો છું એ તો ત્રિભુવન ઉપકારી, જગતવત્સલ અરિહંત પ્રભુ છે. મૂળમાંથી ક્લેશરૂપ વૃક્ષો ઉખેડી નાખ્યાં છે એવા તે ત્રિભુવન પૂજ્ય છે, નાથ છે, સકલ વિશ્વનું રક્ષણ કરે છે એ કારણે જગતના સર્વ જીવોની પૂજાને લાયક છે. જેમને દેવેન્દ્રો, દાનવેન્દ્રો, નરેન્દ્રો પણ સકલ ક્લેશના જાલને નાશ કરવા માટે મસ્તક વડે નમસ્કાર કરે છે, તેમની પૂજા માટે દોડાદોડ કરે છે, તે ત્રણ ભુવનના શાશ્વત ગુરુ અરિહંત દેવને એક ચિત્તે હું પણ ઝંખું છું.
હે પ્રભુ ! દેવેન્દ્ર, દાનવેન્દ્ર એ બધાને ધન્ય છે કે તેમને તારો સાક્ષાત્ યોગ થાય છે, હું તો હિનપુષ્યવાળો છું, તેમની જેમ સાક્ષાત્ પ્રણામ કરવા વગેરેનો યોગ, આ સકલ સામગ્રી પંચમ કાળમાં જન્મેલા મને અસંભવિત છે, હું અહીંથી તારી પાસે આવી શકું તેમ પણ નથી તો પણ મનોરથો તો બધે પહોંચી શકે છે, તેને કોઈ વસ્તુ બાધક નથી. માટે હે પ્રભુ! સ્પૃહામાત્રથી તારી ધારણા કરું જેથી તે સઅભ્યાસ વડે ભવાંતરમાં પણ આ સંસ્કાર ચાલ્યો આવે જેથી સંતોષ અનુભવી શકું છું અને ખૂબ આનંદમાં મ્હાલું છું.
આવા પરમપુરુષનો મનોરથોથી પણ મળેલા યોગથી હું કૃતકૃત્ય થઈ ગયો. જે પરમપુરુષ સર્વજ્ઞ ભગવંતથી ચારે પુરુષાર્થોને સાધનારી અને પુરુષાર્થોને સાધવાના ઉપાયોને દેખાડનારી શબ્દ વિદ્યા વગેરે પ્રગટ થઈ છે, દ્વાદશાંગીનું મૂળ ઉત્પત્તિ સ્થાન ઉત્પાદાદિ ત્રિપદી છે, ત્રિપદીને યોગ્ય હોય તેની અંદર ભગવાન્ સ્વયં બોલીને તેની (ત્રિપદીની) સ્થાપના કરે છે. દ્વાદશાંગીથી જુદું બીજું વિદ્યાંગ નથી માટે સમસ્ત વિદ્યાઓનું ઉત્પત્તિ સ્થાન ભગવાન જ છે. પુરુષાર્થ સાધક વિદ્યા પ્રભુએ પ્રગટ કરી, તેના સાધક ઉપાયો બતાવ્યા, પ્રભુનો કેટલો ઉપકાર? પુરુષાર્થનો ઉપાય મળ્યો, હવે કાંઈ બાકી નથી હવે તો તેની સાધના કરીને જેને સિદ્ધ થયા છે તેજ પરમપુરુષના નિરંતર ધ્યાનથી પુરુષાર્થની સિદ્ધિ કરીને હું પણ કૃતકૃત્ય થાઉં. પુરુષાર્થનો ઉપાય મળ્યો એટલે કૃતકૃત્યતા જ છે. હવે ઈષ્ટ કાર્ય સિદ્ધ થશે જ. આ પરમપુરુષે પુરુષાર્થ સાધક વિઘા જગતને બતાવી અનંત ઉપકાર કર્યો છે. કેમકે તે અનંતજ્ઞાની છે. તે પરમાત્માનું જ્ઞાન ઘાતિ કર્મના આત્યંતિક ક્ષયથી થયેલું છે. દેશ, કાલ, સ્વભાવના વિશેષ પ્રકર્ષો વડે અનંત છે, એથી જ વર્તમાન, અનાગત અને અતીત પદાર્થના સમૂહને પ્રગટ કરવામાં સમર્થ છે, સાધકનો અંતર્નાદ
181
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org