________________
આવા અનંતજ્ઞાનીનો હું કિંકર છું. જેને જ્ઞાનાંશ હોય તેની સેવા તે તે જ્ઞાન મેળવવાની ઈચ્છાવાળાઓ પણ આદરથી ક્ષણે ક્ષણે કરે છે તો આ તો ભગવાનને ત્રણે કાળનું જ્ઞાન છે તે ભગવાનનું આદરપણું અનુત્તરદેવો પણ કરે છે તો મારા જેવા માનવી માટે તો શું કહેવું? જેનું જ્ઞાન ત્રણે કાળની વસ્તુને પ્રકાશ કરનારું છે તે ત્રિકાળજ્ઞાનવાળાનો હું કિંકર છું.
આ પરમપરમેષ્ઠિમાં વિજ્ઞાન-વિશિષ્ટ જ્ઞાન, આનંદ જે પૂર્વે પ્રાપ્ત થયું નથી તેવા સ્વરૂપની પ્રાપ્તિથી થયેલું સુખ. જેમાં બીજાં કારણોની અપેક્ષા રહેલી નથી. જેની આગળ બીજું સુખ નથી, જેનો નાશ નથી ને છેડો પણ નથી તે સુખરૂપ આનંદ, અને બ્રહ્મપરમપદ એ ત્રણે એકરૂપને પામેલા છે. વિતરાગનો આત્મા જ્ઞાન સાથે એકરૂપ હોવાથી તે જ જ્ઞાન, તે જ સુખ, તેજ દર્શન તેજ સ્પર્શન વગેરે બાહ્ય વસ્તુનો અભાવ હોવાથી તે જ મુક્તિ. ત્રણે એકતાને પામેલા તેમનામાં છે. તેમના ગુણ ગાઈને મારી વાણીને પવિત્ર કરું. કારણકે સંસાર અટવીમાં જીવોને જન્મરૂપી વૃક્ષનું ફલ વિતરાગની સ્તુતિ એજ ફલ છે. બીજું નહિ.
પહેલાં તો સંસારમાં ભમતાં, પ્રબલ જ્ઞાનાવરણના ઉદયથી તેવા પ્રકારના કર્મના પરિણામથી મારી વાણીમાં વસ્તૃત્વ શક્તિ જ ન હતી. જયારે તેવા પ્રકારની ભવિતવ્યતાની વિચિત્રતાથી ક્ષયોપશમ થયો અને શક્તિ મળી ત્યારે જે ભવાભિનંદી છે, જેનામાં ગુણો નથી તેને ગુણો રૂપે ગાઈને આત્માને મલિન કર્યો છે હવે પરમાત્માના ગુણો ગાવામાં તે વાણીનો પ્રયોગ ન કરું તો આ વાણીના પાપનો પ્રતિકાર બીજો છે શું?
હે પ્રભુ! તારા ગુણ ગાઈને મારા જન્મને સફલ કરવાની ઉત્તમ ભાવના મને તારા યોગથી થઈ. પરતું હું સ્તુતિ કરવા તૈયાર થાઉં છું, મારી શક્તિ સામે દૃષ્ટિ કરું છું ત્યાં તો હું ઝંખવાણો પડી જાઉં છું, ઘડી ભર વિમાસણમાં પડું છું કે કયાં વિતરાગનું વિરાટ સ્વરૂપ ? કે જેને યથાર્થ રીતે સ્પષ્ટ કરવામાં સકલ સિદ્ધાંતને પાર પામેલા છઘ0મો પણ પશુ જેવા છે ત્યારે હું તો અલ્પ માત્ર, ચાલુ યુગના ગ્રંથોનો સામાન્ય અભ્યાસી, તેઓથી પણ અતિહીન છું, એટલે પશુથી પણ પશુ એવો હું કયાં? અને જેમનું મન, વચન, કાયાને અગોચર એવું ચરિત્ર છે એથી જ ઘણા બૃહસ્પતિઓ ભેગા થઈને સ્તુતિ કરે તો પણ જેવું છે તેવું સ્વરૂપ ગાવાને માટે શકય નથી એવા વિતરાગનું સ્તવન કયાં? એથી પશુથી પણ પશુ એવો વિતરાગનું સ્તોત્ર કરવાની ઈચ્છાવાળો હું છું.
૧૦મો પ્રકાશ.
શરણ સ્વીકાર ૧. હે નાથ ! યોગક્ષેમ કરનાર અરિહંત દેવ! અનાદિ સંસારમાં ભટકતાં મેં પોતે મિથ્યાત્વ, અવિરતિ,
કષાય અને યોગના કારણે ઉપાર્જન કરેલા પ્રાણાતિપાત આદિ ૧૮ પાપોને હંમેશાં હા, હા, “આ દુષ્ટ કર્મ મેં કર્યું?' આ પ્રમાણે પશ્ચાત્તાપ સાથે યાદ કરતો હું તારા ચરણનું શરણ સ્વીકારું છું.
સાધકનો અંતર્નાદ
182
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org