________________
વિના આદરવો શકય નથી. એ તો એજ એક તીર્થકરત્વ પ્રગટ થવાની શકયતા જે આત્મામાં છે તે જ તે ભવમાં પુરુષાર્થ જોરદાર કરી શકે છે જે આત્મ સ્વરૂપે પ્રગટ કરીને જ જંપે છે એ પ્રગટ કરવું સહેલું નથી. તેની આડે કેટલાંય વિદનો, ઝંઝાવાતો આવવા તૈયાર જ છે. જે એ વિદનોને જીતી લે, ઝંઝાવાતોને હઠાવી દે, તેમાં મુંઝાય નહિ તે જ તેમાં સંપૂર્ણ પુરુષાર્થ સફળ રીતે કરી શકે છે.
ગુરુ એટલે માર્ગ દેખાડે પણ પરમગુરુ એ તો સ્વયં માર્ગ જાણીને દેખાડે જેમાં ભૂલ થવાની શકયતા જ નથી. એવા પરમગુરુ સાક્ષાત્ સીમંધર સ્વામી આદિ વીશ વિહરમાન પરમાત્મા મહાવિદેહમાં બિરાજમાન છે. તે પરમગુરુ છે અને દેવત્વ પ્રગટ હોવાથી જગતના જીવોને પ્રતિબોધ કરીને સત્ય માર્ગદર્શન કરાવે છે માટે જગતગુરુ પણ તે જ છે.
આ ગુરુતત્ત્વને પામીને જ આપણા આત્માને ઓળખીએ અને સ્વસ્વરૂપ પ્રગટ કરવા માટે પુરુષાર્થ આદરીએ.
૫. અન્વેષણ
ફા.સુ. ૧૨ અન્વેષણ શાનું કરવાનું છે? ઘણું અન્વેષણ કર્યું. એક બાકી રહ્યું છે આત્માનું અન્વેષણ કરવાનું વારંવાર એની ખોજ કરીએ તો તે કરતાં કરતાં તેની ભાળ મળે કે તે કયાં છે, કેવી સ્થિતિમાં છે અને શું કરીએ તો એને પામી શકાય.
આનંદઘનજી મહારાજ એની ખોજમાં નીકળ્યા તો એ પામી શકયા અર્થાતુ, તેની નજીકમાં જઈ શક્યા અને જોઈ શકયા કે એ કેવો છે. એ ખોજ કરવા નીકળ્યા હતા તો એ દષ્ટિ બિંદુથી સાધનામાં તત્પર બન્યા અને તેને અનેક રીતે જોતાં - જોતાં સત્ય દર્શન થતાં તન્મય થઈ ગયા.
સાધનાના અનેક માર્ગો છે. કોઈ પણ માર્ગે જઈ પ્રીતિ હોય તે માર્ગ પકડો અને તેને વળગી રહો, કયારેક સિદ્ધ થતાં આત્મ - પરમાત્મદર્શન થશે.
હમણાં આત્માની જે પરિસ્થિતિ છે તેનું પણ અન્વેષણ કરવું જરૂરી છે કારણ કે તેમાંથી ત્યાજય પરિસ્થિતિને ઓળખી શકીએ તેને ત્યજીને સત્ય માર્ગ પકડી શકીએ. સત્ય માર્ગ છે આત્માનું અન્વેષણ કરવું. આત્માનું અન્વેષણ કરવા માટે પરમાત્માનું સાન્નિધ્ય જરૂરી છે. પરમાત્માની અનેક રીતે પૂજા, ભક્તિ અને ધ્યાન દ્વારા સાન્નિધ્ય પ્રાપ્ત કરી શકાય છે.
પરમાત્માએ જે આત્માના અન્વેષણની સાધના બતાવી છે તે જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધના છે અર્થાતુ, મોક્ષની સાધના છે. જેમાં આત્માના ગુણને પ્રગટ કરવા માટે રત્નત્રયીની સાધના છે.
આત્મા દ્રવ્ય છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર તેના ગુણો છે. આવરણ ગુણો ઉપર હોવાથી તે ગુણો અનુભવાતા નથી. સાધના તે આવરણ ખસેડવા માટે કરવાની છે.
આપણે ભીતરની તપાસ નથી કરતાં. ભીતરમાં કચરો ય છે અને રત્નો ય છે. કચરો જોઈને તેને સાફ કરવાનો અને રત્નો આપણી માલિકીના છે, માટે આપણી સત્તામાં છે તે પ્રગટ કરવાના છે. આનું સાધકનો અંતર્નાદ
176
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org