________________
હેતુરૂપ બતાવીને આપણને અરૂપી પણ આત્મ તત્ત્વને ઓળખાવી સ્વરૂપ પ્રાપ્તિ માટે આશાવાદી બનાવ્યા છે. અરૂપી તત્ત્વને ઓળખવા, સમજવા આપણી પાસે બીજો કોઈ ઉપાય ન હતો તેથી નિરાશા રહેતી હતી હવે ચોવીશી દ્વારા નિજ સ્વરૂપને પણ ઓળખો અને પ્રગટ કરો. આલંબન આપનાર એવા સિદ્ધ પરમાત્માને કોડ ક્રોડ વંદન કરું છું.
આચાર્ય ભગવંત
ચે.સુ. ૯ નવપદમાં બે દેવ તત્ત્વ છે તેનું સ્વરૂપ યથાશક્તિ વિચારી ગયા, તે તત્ત્વોને સમજવાં ગહન છે, કેવલી ભગવંત પણ તેને જાણી શકે પણ કહી ન શકે કારણ કે સમય મર્યાદિત છે તત્ત્વનું સ્વરૂપ અમર્યાદ છે, ફકત શાસ્ત્રકારોએ આપણા જેવા પામર જીવો માટે તે તત્ત્વોનું ફકત દિગ્ગદર્શન કરાવ્યું છે. તેની સાધના તે દિગ્દર્શન પ્રમાણે કરનારને, સાધકને તે પ્રકારનો ક્ષયોપશમ થતાં તેનું યત્કિંચિત રહસ્ય પ્રાપ્ત કરી શકે છે અને તેમાં ઊંડાણમાં જતાં તે ગહન તત્ત્વોનો પણ તાગ ક્ષાયિક ભાવ પ્રગટ થતાં પામી શકે છે. ક્ષયોપશમ પ્રાપ્ત થતાં તેના સ્વરૂપ અને રહસ્યને સમજાયા પછી આત્મા તેના ધ્યાનમાં લીન બને
| બને તો તદાકાર બનતાં ઘણાં કર્મોનો હ્રાસ કરી શકે છે. પ્રથમનાં બે તત્ત્વોમાં સિદ્ધ પદ એટલે શુદ્ધાત્મા તે સાધ્ય છે. અરિહંત પદ તે સાધ્યને પામેલા છે અને સાધ્યને સિદ્ધ કરવાનો માર્ગ બતાવે છે માટે પરમ ઉપકાર કરનાર જગતના જીવોને આદરણીય અને પૂજાય છે. તેમના ઉપકારને ઝીલતા જીવો કૃતજ્ઞ બનેલા તેની સાધના કરવાને યોગ્ય પાત્ર બને છે. તે પછી સાધ્ય રુચિ પ્રગટે છે. સાધ્યરુચિ પ્રગટયા પછી અરિહંત ભગવાને બતાવેલા સાધનાના માર્ગને યથાસ્થિત આદરી સફળતા મેળવી શકે છે. માટે પ્રથમ અરિહંત પદની સાધના કરી તેમના ઉપકારરૂપી કરુણામાં સ્નાન કરતો આત્મા પ્રથમ પોતાના આત્માની મલિનતાને દૂર કરી સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં સ્થિર, લીન બનવા યોગ્ય બને છે અને સાધ્યની સિદ્ધિ મેળવે છે.
ત્રીજા, ચોથા, પાંચમા પદમાં સાધક વર્ગને સ્થાપિત કર્યા છે.
ત્રીજા પદે આચાર્ય ભગવંત, જે અરિહંત પરમાત્માનું કાર્ય જે સિદ્ધિનો માર્ગ બતાવવાનું હતું તે કાર્ય અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં પોતે સંભાળે છે. આ કાર્ય સંભાળવાનું પણ અરિહંત પરમાત્મા જ યોગ્ય આત્માઓને ત્રિપદીનું દાન આપી એવી શક્તિ અર્પણ કરે છે જેથી શાસનને ચલાવવાનું કાર્ય કરનારા અનુક્રમે આચાર્ય ભગવંતોની સ્થાપના થાય છે જે આચાર્ય ભગવંત સિદ્ધિને વરેલા નથી પણ સાધકદશામાં છે. પણ સિદ્ધિના માર્ગને ચુસ્ત પણે આદરવા પંચાચારના પાલનમાં લીન હોય છે તેઓ પંચાચારમય બનેલા અભેદભાવને પામેલા હોવાથી તેમનાં દર્શન અને ભક્તિ કરનારને તે પંચાચારની સુવાસ પ્રાપ્ત થાય છે અર્થાતું, તેમના દર્શન, પૂજન, ધ્યાનથી જીવને પંચાચારનું બળ મળે છે અને તેમની પાસે આવનાર જીવોને પંચાચારનો બોધ કરે છે. કેમકે આચાર એટલે ક્રિયા. તેનું મૂળ પંચાચાર છે. પંચાચારથી આત્મામાં ક્રિયાનય પ્રગટે છે. “ન ક્રિયાખ્યામાં મોક્ષઃ” મોક્ષનું કારણ એક નયથી સાધકનો અંતર્નાદ
164
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org