________________
એ માફ કયારે થઈ શકે એણે જાણીને ભૂલ કરી નથી, ભૂલ કરવી કોઈને ગમતી નથી પણ થાય છે કર્મની આધીનતાથી.
આ વિચાર વારંવાર કરવાથી ક્ષમાપના સામા જીવને સહેલાઈથી થઈ શકે.
પણ જો પોતે ભૂલ કરી હોય તો કર્માધીનતા માનવાની નથી. કેમકે જે ભૂલ કરનારો છે તે પોતે જ છે. તે પોતાની ભૂલને પુરુષાર્થ દ્વારા સુધારી શકે છે. છતાં થઈ હોય તો માફી માંગવાની પોતે છે તે શક્ય છે પણ બીજાની ભૂલ થઈ હોય તો તેની માફી મંગાવવાની ન હોય.
૯. સમીપતા.
મ.વ. ૧, ૨૦૧૧ આત્મા ચૈતન્યશક્તિથી પ્રત્યક્ષ છે, પ્રગટ છે. જ્ઞાનગુણ, આનંદગુણ, સુખગુણ આ બધું ચૈતન્યના કારણે અનુભૂત છે. ચૈતન્યના કારણે જ તેને સુખ દુઃખની લાગણી થાય છે તે જ તેની પ્રત્યક્ષ અનુભૂતિ
છે.
આત્મા પ્રગટ અનુભવાય છે, તેથી અનુભવ તે અનુમાનથી સિદ્ધ થાય છે.
જીવ અજીવ બંને તત્ત્વ છે. તત્ત્વ એટલે તે પણું. તો જીવમાં જીવપણું અને અજીવમાં અજીવપણું છે. માટે અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરવી એને મિથ્યાત્વ કહેવાય એમ કહેવા કરતાં અજીવ તત્ત્વમાં જીવ તત્ત્વની બુદ્ધિ કરવી તેને મિથ્યાત્વ કહેવું તે યોગ્ય ગણાય. આ નિશ્ચયથી વાસ્તવિકતા કહી. - વ્યવહારથી બોલી શકાય કે અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ તે મિથ્યાત્વ. કારણ કે જે દ્રવ્ય તે આપણું પોતાનું સ્વરૂપ નથી, તેને વ્યવહારથી તત્ત્વ ન કહેવાય. જે પોતાનું છે તે તત્ત્વ છે બીજું બધું નકામું છે. એમ સમજવા અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કહી છે. - પુરુષાર્થ તીવ્ર બન્યો અને તેમનો સાથ મળતાં ગતિ તીવ્ર થઈ અને સાથે ચાલવા માંડયું પણ હજુ શક્તિ પ્રગટી નથી તેથી ગતિ ધીમી પડે છે. એમ કરતાં કરતાં સંસારનો પંથ કપાઈ રહ્યો છે અને દૂર મોક્ષનગર દેખાયું. તેનામાં હિંમત વધી, દોડવા માંડયું અનેક ઝંઝાવાતો આવ્યા, ચોરો મળ્યા તે બધામાંથી પસાર થવાનું હવે સત્ત્વ ખીલી ગયું છે. બધાનો સામનો કરતાં કરતાં ઘણો સમય પસાર થઈ ગયો. હવે બહુ નજીક પહોંચવા આવ્યો છે.
આ તેની સંસાર પરિભ્રમણતાનું કારણ.
તેને યાદ નથી આવતું કે આ તો કર્મના ખેલ છે, તેના નચાવ્યા ક્યાં સુધી નાચવાનું? હવે તો સમજ આ રીતે નાચી નાચીને સંસારમાં કયાં સુધી ભ્રમણ કરવું છે ?
જો તું થાક્યો છું તો જીવનો પ્રથમ ભાર ઓછો કર, તેમાં શરીર ભાર રૂપ છે તેને છોડવા માટે કર્મનો ભાર ઓછો કર.
એ કાર્મણ શરીર અનાદિનું લાગેલું એમ કાંઈ છૂટે? તેના માટે ભગવાને મોટું વિજ્ઞાન સમજાવ્યું છે જેને સમજવા માટે ભારે પુરુષાર્થ જોઈએ. સાધકનો અંતર્નાદ
168
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org