________________
તેનો સંપૂર્ણ હૃાસ થશે. છેવટે નાશ થશે ત્યારે કાર્મણ શરીર વિદાય લઈ લેશે. એટલે સંસારનું પરિભ્રમણ બંધ.
આ તો સંસારના પરિભ્રમણનું કારણ સમજાવ્યું. તેમણે બતાવેલા માર્ગ ઉપર ચાલી સિદ્ધિ મેળવી શકાય.
વળી તે બતાવેલો માર્ગ તે ધર્મનું સ્વરૂપ છે. તે માર્ગ વીતરાગ દેવે પોતે તે રસ્તે ચાલીને આદર્યો છે. વળી સમવસરણમાં બેસીને દેશના દ્વારા પ્રરૂપ્યો છે અને તેને ગણધરોએ દ્વાદશાંગીમાં ગૂંથ્યો છે. તે દ્વાદશાંગીને આચાર્ય ભગવંતોએ ઝીલી છે અને આપણા માટે તેમાં બતાવેલા માર્ગો-ધર્મો વહેતા મૂક્યા છે. તે માર્ગ ઉપર અખૂટ શ્રદ્ધા-વિશ્વાસ જોઈએ. જો આ માર્ગ ઉપર શ્રદ્ધા હોય, વચ્ચે દલાલ એવા આચાર્ય ભગવંત ગુરુ ઉપર શ્રદ્ધા હોય અને એમણે બતાવેલા માર્ગે ચાલી સાધ્યની સિદ્ધિ થાય છે તે સાધ્ય એ આલંબનરૂપે રહીને નિજ આત્માના સ્વરૂપે ઓળખી તેના ઉપર દઢ વિશ્વાસ હોય તે સ્વરૂપની ઝંખના અવશ્ય જાગે અને તાલાવેલી જાગતાં સાધ્યને વળગી પડી માર્ગ ઉપર કઠિન ચડાવી છતાં થાક લાગતો નથી અને સાંકડી કેડી ઉપર પણ આગે કદમ ભરતો સિદ્ધિ નજીક આત્મા પહોંચી જાય છે અને યોગ્ય કાળે સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
માટે આ ત્રણ ઉપર શ્રદ્ધા રાખી સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરો અને સિદ્ધિને વરો.
મ.સુ. ૧૧ દેવ ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા તેને સમ્યત્વ કહેવાય છે. એને તાત્ત્વિક દૃષ્ટિએ વિચારીએ તો સાધ્ય સાધના અને સિદ્ધિ ઉપર શ્રદ્ધા તે સમ્યકત્વ. સાધન દેવ એ સાધ્ય છેગુરુ એ સાધ્ય ઓળખાવનાર છે અને ધર્મ એ સાધન છે, જો આ સાધ્ય, સાધન અને તેને બતાવનાર ઉપર શ્રદ્ધા થાય તો સિદ્ધિ અવશ્ય થાય છે. શ્રદ્ધા પુરુષાર્થ-ઉદ્યમ કરાવે છે. આપણી શ્રદ્ધાની ખામી હોવાથી ઉદ્યમ પાંગળો છે. દેવ સાધ્ય એટલા માટે છે તેમણે સિદ્ધિ મેળવી છે. માટે તેમનું આલંબન લેવું જોઈએ. આલંબનને સાધ્ય બતાવી તત્સદેશ સત્તાએ શુદ્ધ નિજ આત્માને ઓળખી નિજ સિદ્ધિ પ્રગટાવવાની છે. પણ આ સાધ્ય ઉપર શ્રદ્ધા, વિશ્વાસ જાગે કયારે? તેને ઓળખનાર ગુરુ ઉપર શ્રદ્ધા હોય તો. ગુરુએ પરમાત્માની વાણીથી જાણ્યું છે કે ચૈતન્ય શક્તિ સ્વરૂપ નિજ શુદ્ધાત્મ દ્રવ્ય ઉપરના આવરણનો મૂળમાંથી નાશ કરી પુરુષાર્થથી જેમણે શુદ્ધ સ્વરૂપે પ્રગટ કર્યું છે અને એ કયો માર્ગ છે તે પણ બતાવી ગયા છે. માટે તે ગુરુ સાથે જાણે છે અને માર્ગ-રસ્તો (સાધન) પણ જાણે છે તે આપણને પણ બતાવે છે, પોતે પણ એ રસ્તે ચાલી રહ્યા છે અને સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરે છે અને કંઈક અંશે અનુભવી રહ્યા છે. માટે આવા ગુરુ પર સચોટ શ્રદ્ધા હોય તેને સમ્યકત્વ કહેવાય છે.
મ.સુ. ૭, ૨૦૫૧, શેરીસા આ સંસારનું સ્વરૂપ અતિભયાનક છે. તેમાંથી બહાર નીકળવા માટે કર્મથી મુક્તિ મેળવવી પડે. સાધકનો અંતર્નાદ
170
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org