________________
દર્શન પદ
ચૈ.સુ. ૧૨
દર્શન એટલે જોવું અર્થાત્, દૃષ્ટિ. દૃષ્ટિ શુદ્ધ હોય, ચોખ્ખી હોય તેમાં મેલ ભળેલો ન હોય તો વસ્તુ ચોખ્ખી દેખાય તેમ જગતના ભાવો - પદાર્થો વસ્તુતત્ત્વ જોવા માટે દૃષ્ટિની જરૂર પડે. તે દૃષ્ટિ શુદ્ધ હોય તો મિથ્યાત્વ મોહ રૂપ મેલ ભળેલો ન હોય તો પદાર્થનું સ્વરૂપ જેવું હોય તેવું દેખાય છે, તેને શુદ્ધ દૃષ્ટિ કહેવાય છે. તે શુદ્ધ દૃષ્ટિ મોહનીયના ક્ષય-ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે જે મોહ અજ્ઞાન સ્વરૂપ છે. અજ્ઞાન મોહના ભળવાથી પ્રગટેલું છે. માટે તેને મિથ્યાત્વ-ઊંઘી દષ્ટિ કહેવાય છે. પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું ન દેખી શકાય. પરંતુ અસમ્યક્ દેખાય. શુદ્ધ દૃષ્ટિવાળાને પદાર્થનું સ્વરૂપ સમ્યક્ દેખાય. સાધ્યની સિદ્ધિ માટે સાધના છે તે સાધના માટે સાધ્ય અને સાધના માર્ગ જાણવો જોઈએ. જાણવા માટે દષ્ટિ નિર્મળ જોઈએ. માટે પ્રથમ દર્શન, પછી જ્ઞાન બતાવ્યું છે.
સાધ્ય છે શુદ્ધાત્મા, તે અરૂપી છે, અરૂપી તત્ત્વને કેવળજ્ઞાનથી જોઈ શકાય, માટે આપણે કેવલી ભગવંતના કથનમાં શ્રદ્ધા રાખવી તેને સમ્યક્ત્વ અથવા દર્શન કહેવાય છે. તે વ્યવહાર સમ્યક્ત્વ. નિશ્ચયથી સમ્યક્ત્વ આપણા આત્માની મલિનતામાં રહેલી સત્તાએ શુદ્ધતા જોઈને પરમાત્મ સદેશતા જોવી અને તે આત્મસ્વરૂપને જ્ઞાનથી અનુભવવું. તે શ્રદ્ધાને નિશ્ચય સમ્યક્ત્વ કહે છે.
જ્ઞાનપદ
આત્માદિ દ્રવ્યોની રુચિ, શ્રદ્ધા પ્રગટી એટલે શુદ્ધાત્માને પ્રગટ કરવાનો પુરુષાર્થ થવા માંડયો. પરંતુ જ્ઞાન વિના તેનું સ્વરૂપ પ્રગટાવવું કેવી રીતે ? માટે તે વસ્તુ શું છે તે જાણવાની મોટી જરૂર છે. તે જાણવા માટે જે કાંઈ કરીએ છીએ તે જ્ઞાનની આરાધના કહેવાય છે.
ચારિત્રપદ
ચારિત્ર એ શુદ્ધાત્માના સાધ્યને સિદ્ધ કરવા માટે સાધનરૂપ છે. દર્શન એ સાધ્ય અને સાધન પ્રત્યે સાધક શ્રદ્ધાથી અને જ્ઞાન એટલે સમજથી પ્રવૃત્તિ કરે તે પ્રવૃત્તિને ચારિત્ર કહેવાય છે. પ્રવૃત્તિ બાહ્ય અને અત્યંતર બે પ્રકારે છે. બાહ્ય પ્રવૃત્તિ આચરણરૂપ છે. જે આચરણમાં આત્મ તત્ત્વનું વિરાધન ન હોય, કોઈપણ જીવને પીડા ન ઉપજાવવા માટે સાધુ જીવનની રહેણી કહેણીની મર્યાદાનું જીવન તે બાહ્ય પ્રવૃત્તિ અને અત્યંતર પ્રવૃત્તિ આત્મામાં આત્માને રમાડવો તે જેને તત્ત્વ રમણતા કહેવાય છે. તત્ત્વ એટલે આત્મા, તેમાં આનંદ પામવું કે જેથી કોઈને પીડા આપવાનું સદંતર બંધ થઈ જાય છે.
જે આત્મ તત્ત્વ સ્વરૂપમાં આનંદ કરતો હોય તેને પર આત્માનો ભેદ નથી હોતો, તેમાં તેની શુદ્ધતા જ જોઈને આનંદ પામવાનું હોય છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
166
www.jainelibrary.org