________________
સ્વરૂપ સમજાવે છે. પરમાત્મામાં એવી અતિશયની શક્તિ હોય છે કે સાંભળનાર સૌને એમ જ થાય છે કે મને કહી રહ્યા છે અને પોતાની ભાષામાં તેને સમજી શકે છે. આત્મામાં તે વાણી જગતના જીવોને સુખનો માર્ગ દેખાડવાના પ્રભુના તેવા ઉત્કૃષ્ટ ભાવમાંથી પ્રગટેલી હોવાથી સાંભળનારના આત્મામાં પરિણામ પામે છે, અને સુખના માર્ગને મેળવી અનેક જીવો તે આત્મ સ્વરૂપને પ્રગટ કરી સાદિ અનંત કાળ સુધી સુખમાં લીન જયાં રહેવાનું છે તે સ્થાનમાં જઈને સ્થિરતા પામે છે.
આ રીતે ચાર ગુણ પરાર્થવ્યસન, સ્વાર્થોપસર્જન, કૃતજ્ઞતા, પરોપકાર જેમના સિદ્ધ થયેલા છે તે અરિહંત પરમાત્માને ક્રોડ ક્રોડ નમસ્કાર કરું છું.
સિદ્ધ પરમાત્મા
ચૈ.સુ. ૮
આપણું સાધ્ય છે શુદ્ધાત્મા. શુદ્ધ આત્મ સ્વરૂપ જેમને પ્રગટ છે, તેને સિદ્ધ પરમાત્મા કહેવાય છે. સિદ્ધ પરમાત્માને ઓળખવાથી પોતાનો શુદ્ધાત્મા જે સત્તાએ રહેલો છે તે ઓળખાય છે. તે શુદ્ધાત્માને ઓળખવા માટે સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું છે.
સિદ્ધ પરમાત્મા અદેહી છે માટે કેવળ આત્મ તત્ત્વ જ છે, માટે અરૂપી છે. અરૂપી દ્રવ્ય તે તેના ગુણ પર્યાયથી ઓળખાય છે. અરૂપી તત્ત્વના ગુણ પર્યાય પણ અરૂપી છે છતાં આત્મ દ્રવ્ય તેના ગુણ - પર્યાય અનુભવથી અનુમાન કરાય છે. આ શરીરથી ભિન્ન એક બીજું તત્ત્વ શરીરમાં અનુભવાય છે જે સુખ દુ:ખની લાગણીઓનું નિરંતર વેદન કરે છે, તે જ છે આત્મ દ્રવ્ય વેદન કરે છે તે તેના જ્ઞાન ગુણ દ્વારા જાણે છે કે મને સુખ દુ:ખ થયું. તે વેદનમાં પણ ઘટ - વધ થાય છે તે તેની પર્યાય છે. તે ઘટ - વધ ને જ્ઞાન દ્વારા જાણે છે તે તેની ગુણ પર્યાય છે.
જ
આ જ રીતે જયારે કર્મ રહિત આત્મા અદેહી, અશરીરી બને છે ત્યારે સ્વ સ્વભાવને અનુભવે છે. કેવળજ્ઞાનમય ચિદ્ જ્યોતિ પ્રકાશી રહી છે તેના દ્વારા તે આનંદ, સુખ, આત્માનો જે સ્વભાવ છે તેનું વેદન કરે છે. તે જ છે શુદ્ધાત્મા-સિદ્ધાત્મા. શુદ્ધાત્માનો જ્ઞાન ગુણ સહજ સ્વભાવ નિરંતર પ્રકાશી રહ્યો છે. નિરાવરણ થયો એટલે ત્રૈકાલિક ભાવોને તે નિરંતર જુએ છે-જાણે છે તથા સદા આનંદ અને સુખમાં લીન રહે છે. સિદ્ધ પરમાત્માના મુખ્ય ગુણ જ્ઞાનનાં જ અનેક સ્વરૂપો વિષયભેદે હોવાથી અનંત ગુણો કહેવાય છે.
વેદન એટલે જાણવું. સંવેદન એ સમ્યક્ પ્રકારે જાણવું. એ સંવેદન એ જ સુખ આપે છે, એ સંવેદન જ આનંદ અનુભવાવે છે. જો સંવેદન નથી તો સુખ કે આનંદ કાંઈ જ નથી.
આ જ્ઞાયક સ્વભાવ આત્માનો મૂળ સ્વભાવ છે અને તે સહજ છે.
તે સિદ્ધ પરમાત્માને ઓળખવા માટે અને આપણી સિદ્ધતા પ્રગટ કરવા માટે દેવચંદ્રજીની ચોવીશીનો અભ્યાસ કરવો. તેમાં સાત નયથી ચાર નિક્ષેપાથી સપ્તભંગી બતાવવાપૂર્વક શુદ્ધ આત્માનું સ્વરૂપ ઓળખાવ્યું છે અને તેને પ્રગટ કરવા માટેના ઉપાયરૂપ સિદ્ધ પરમાત્માના આલંબનને મુખ્ય પુષ્ટ સાધકનો અંતર્નાદ
163
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org