________________
નષ્ટ થાય છે.
માટે જેને કાંઈ જોઈતું નથી તે સુખી. પણ પાંચ ઈન્દ્રિયો છે તેથી સમગ્ર શરીર તે રૂપ છે. એ શરીર પરને આધીન છે. બીજાના સહારા વિના તે ટકી શકતું નથી. માટે પર વસ્તુની મદદ તો લેવી પડે પણ એનો અર્થ એવો નથી કે શરીરના કારણે અતૃપ્તિનું દુઃખ ઉત્પન્ન કરવું પડે.
આત્માને તેનાથી ભિન્ન શ્રદ્ધવાથી શરીરના ધર્મો જે સધાતા હોય તેમાં તે લપાતો નથી માટે જ પોતે તેનાથી પર રહીને તેનો દ્રષ્ટા બને છે કે શરીરને ટકાવવા શરીર જે લઈ રહ્યો છે તેને જોઈ રહ્યો છે. આ જાતનો અભ્યાસ આત્મા, સાધક હંમેશ કરતો રહે તો તે સદા માટે તેનાથી ભિન્ન બની સ્વમાં લીન રહે છે. એ જ એનું સાચું સુખ છે. તે પામવા માટે આંતર્દષ્ટિ ઊઘાડવી. તો તે સુખનો માર્ગ દેખાશે.
છે. પરમ પ્રભુ અરિહંત પરમાત્મા
ચૈ.સુ. ૭ અરિહંત પરમાત્માની આરાધના એટલે તેમની પૂજા ભક્તિ. તે શા માટે ?
આપણું સાધ્ય જે આત્મ તત્ત્વ-શુદ્ધાત્મા તેના સ્વરૂપને દેખાડનાર, અને તે સ્વરૂપને પ્રગટાવવા માટેનો રસ્તો દેખાડનાર હોય તો તે એક અરિહંત પરમાત્મા જ છે. કારણ કે જેણે એ સાધનાથી સિદ્ધ કર્યું હોય તે જ તે સ્વરૂપનો અને તેને પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાડી શકે.
અરિહંત પરમાત્મા સ્વયં સંબુદ્ધ હોવાથી એ સ્વરૂપ પ્રગટાવવાનો માર્ગ તેમની અનેક ભવની સાધનાના બળે તેવા ક્ષયોપશમથી તેમને જડી આવ્યો અને સ્વયં પુરુષાર્થી બની તે સિદ્ધિ પ્રાપ્ત કરી.
અરિહંતના આત્માઓને એવા પરિણામની ધારણા સહજ હોય છે કે પોતાને સુખનો માર્ગ જડ્યો તે બીજાને માટે બતાવ્યા વિના રહી શકતી નથી આનું નામ પરાર્થ વ્યસનીતા. જેનામાં પરોપકારનો રસ હોય છે તેને માટે અનાયાસે પોતાનો સ્વાર્થ ગૌણ થઈ જાય છે. એટલે બીજો ગુણ અરિહંત પરમાત્મામાં અસાધારણ હોય છે તેનું નામ સ્વાર્થોપસર્જનતા, અને એ બતાવવા માટે તે માર્ગના સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરવા પુરુષાર્થ આદરે છે તે પુરુષાર્થ કરતાં જે કોઈ કષ્ટો, પરિષહો, ઉપસર્ગો સહન કરવો પડે તે બધું જ સહન કરે છે. ત્યારે સંપૂર્ણ મોહનો ક્ષય થતાં તેના આધારે રહેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયનો તત્કાળ ક્ષય થાય છે અને ઝળહળતું જ્ઞાન પ્રકાશિત થાય છે જેમાં સમગ્ર જગતને હાથમાં રહેલા આંબળાની જેમ જુએ છે, જાણે છે. જગતના બધા જ ભાવો તે જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં છ એ દ્રવ્ય તેના ત્રણે કાળના ગુણ - પર્યાય વગેરે સર્વ પ્રભુ જાણે છે.
તેથી તે જ્ઞાનનો ઉપયોગ જગતના જીવોના ઉપકાર અર્થે કરવા તેમના તીર્થકર નામકર્મના ઉત્કૃષ્ટ પુણ્યથી દેવો દેવેન્દ્રો ખેંચાઈને આવેલા દરેક જાતના જીવો બેસી શકે તેવો દેદીપ્યમાન સભામંડપ રચે છે જેને સમવસરણ કહેવાય છે, તેમાં તીર્થ જે ચતુર્વિધ સંઘ છે તેને “નમો તિથ્થસ્સ”, કહી કૃતજ્ઞતાના સ્વામી પ્રભુ કૃતજ્ઞતાને વ્યકત કરે છે. તેમાં બેસીને પ્રભુ છ એ દ્રવ્યનું સ્વરૂપ તેના ગુણ - પર્યાયોનું સાધકનો અંતર્નાદ
162
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org