________________
તિર્યંચ ગતિમાં આત્મ તત્ત્વનો પ્રકાશ થવામાં સાધનો મળતાં નથી. દેવને સમજ છે, સાધન છે પણ કર્મના ઉદયો અટકાવે છે. તિર્યંચને સમજ-વિવેક નથી અને સાધન પણ નથી મળતાં. છતાં પૂર્વ સંસ્કારથી સમજ આવી જાય તો યત્કિંચિત્ આચરણ ભાવથી સ્પર્શે અને નરકના જીવો તો કેવળ દુઃખમાં રિબાય છે. તેને ત્યાં કોઈ જાતનું સાધન નથી, દેવને જેમ નિકાચિત પુણ્ય આત્મ તત્ત્વના પ્રકાશને અવરોધીને ઝાંખો કરે છે તેમ નારકને નિકાચિત પાપના ઉદયમાં આત્મ તત્ત્વ પ્રકાશ અવરોધ પામીને કોઈકને ઝાંખો કરે છે, કોઈકને મલિન કરે છે. જયારે મનુષ્યના દેહમાં આત્મા રહેલો છે તેના દેહમાં આત્મા છ ચક્રો રૂપે પ્રદેશોને પ્રકાશિત કરીને રહેલો છે ત્યાં તે ચક્રોમાં આત્મ શક્તિ રહેલી છે. અને પ્રકાશિત છે. જો તે તરફ ધ્યાન દોરાય તો તે શક્તિનો પ્રકાશ અનુભવાય અને તે આત્મશક્તિ દ્વારા અનેક પરોપકારનાં કાર્ય કરી શકે. તેમજ સંપૂર્ણ આત્મશક્તિ અનુભવીને અનુક્રમે કર્મ મુક્તિ મેળવી શકે છે આવા ષટુ ચક્રમય આત્મ તત્ત્વનું જેમાં સ્થાન છે એવા દેહની બેપરવાથી કેવી કદર્થના કરી છે? તેની કોઈ કિંમત નહિ હોવાથી અજ્ઞાનવશ જીવે તેનો દુરુપયોગ પણ કર્યો છે તેનાં કડવાં ફળ ભવભ્રમણ કરીને ભોગવે છે. આ દેહની કિંમત જો આત્મ તત્ત્વની પ્રકાશમય સ્થિતિથી લાગે તો તેનો સંપૂર્ણ ગુણપુંજ પ્રકાશ અનુભવવા માટે જ આ દેહનો ઉપયોગ પ્રાજ્ઞ જીવ કર્યા વિના રહે નહિ.
ફા.શુ. ૫ તું આત્મગુણમાં રમણતા કરજે. તને આત્મ બોધ સ્પર્શે છે, સ્પર્શી ગયો છે. આત્મ તત્ત્વાનુભવ એમાંથી પ્રાપ્ત થશે.
પ્રભુ! આત્માનુભવમાં શું ખૂટે છે ? ધીરજ ખૂટે છે પરંતુ પુરુષાર્થ અનુમોદનીય છે તેમાં પ્રમાદી ન થઈશ. તે સઘળું લાવશે. પુરુષાર્થી જીવ શું નથી કરી શકતો ! ઉપાદાન તૈયાર થયું છે. આલંબન પણ શુભ લીધું છે. હવે કાંઈ બાકી નથી.
ધીરજ ખૂટે છે તે પણ તમારી માનસિક નબળાઈનું કારણ છે. તે તમારો દોષ નથી. પ્રભુ ! મને આત્માનુભવ થશે ખરો? હા, પુરુષાર્થથી કર્મનો ક્ષયોપશમ થતાં માનસિક નબળાઈ દૂર થશે અને હવે તેને બહુ વાર નથી. ઘણાં કર્મો નષ્ટ થતા રહ્યાં છે. થોડાં બાકી છે.
માનસિક નબળાઈના કારણે કર્મબંધ પણ થાય છે પણ અધ્યવસાયની નિર્મળતાના કારણે બહુ અલ્પ થાય છે તે રીતે જ નબળાઈને કારણે કર્મનો નાશ પણ ઓછો થાય છે પણ અધ્યવસાયની નિર્મળતાના કારણે જે કર્મનો નાશ થાય છે તે થતાં આત્માની શુદ્ધિ ઘણી થાય છે.
પ્રભુ ! મારામાં ઝંઝાવાતોનો સામનો કરવાનું સત્ત્વ આવશે ?
જેમ જેમ આત્મા તરફની પ્રીતિ વધતી જશે અને તેના ગુણોમાં રમણતા રહેશે તેમ તેમ આ બધી પૌગલિક પર્યાયોની રમણતા નહિવતું, સારી ખોટી-શુભાશુભ પર્યાયોની કિંમત ઓછી લાગતાં રાગદ્વેષની પરિણતિ અત્યંત ત મંદ થશે. પ્રભુ ! બીજું મારે યોગ્ય શું છે ?
તું વાંચન સાત્ત્વિક રાખજે. પરસ્પરનો વાર્તાલાપ પણ સાત્ત્વિક કરજે. ફાલતુ વાતોને નીરસતાથી સાધકનો અંતર્નાદ
158
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org