________________
જો સંપૂર્ણ રીતે ન ઓળખીએ તો મતિભ્રમ થાય છે કે આ સત્ય કે આ સત્ય ? જયારે જુદી જુદી દષ્ટિએ વિચારીએ છીએ ત્યારે જ તેનું સાંગોપાંગ સ્વરૂપ હાથમાં આવે છે. જો સાંગોપાંગ સ્વરૂપને ન સમજીએ તો દ્રવ્ય-પદાર્થની સમજણ અધૂરી રહે છે ત્યારે બીજી દૃષ્ટિનું સાંભળવામાં આવે કે જોવામાં આવે ત્યારે પ્રભુના ત્રિકાલાબાધિત વચન ઉપરની શ્રદ્ધા ડગુમગુ થઈ જાય છે.
આવા ત્રિકાળજ્ઞાનીના વચન ઉપરની અશ્રદ્ધા થતાં જ્ઞાનીના અસ્તિત્વની અશ્રદ્ધા થાય છે. પરમ પ્રભુ પદે બિરાજમાન પરમાત્માની અશ્રદ્ધા થતાં આ સંસારમાં જીવન પ્રસાર કરતા જીવને મહાન નુકસાન થાય છે અને જીવ દુઃખી દુઃખી થઈ જાય છે.
કોઈના કહેવાથી કરેલી શ્રદ્ધા સચોટ અને સ્થિર નથી હોતી, તે તો લોકવ્યવહાર પાળવા માટે આચરણ કરવા કામ લાગે છે. જયારે સચોટ શ્રદ્ધા થાય છે ત્યારે પ્રભુ અને પ્રભુના વચન અસ્થિમજ્જા થાય છે.
અસ્થિમજ્જા થયેલાં વચન આચરણમાં લાવવા પ્રેરે છે. સત્ય માર્ગ શ્રદ્ધાથી સમજાયા પછી આચરણ કરવું સહેલું છે. તેમાં થાક લાગતો નથી, પ્રમાદ થતો નથી, વૈભાવિક પદાર્થો પ્રત્યે નિરાસક્તિ સહજ બને છે. આત્મ સ્વભાવ પ્રત્યે સહજ ખેંચાણ થાય છે, તેમાં પ્રીતિ જાગે છે, તેમાં જ તન્મય રહેવું ગમે છે. પાંચ ઈન્દ્રિયના વિષયો નહિવતું લાગે છે. તે સર્વના ક્ષણિકત્વનું વિસ્મરણ થતું નથી, અને શાશ્વત એવા આત્મતત્ત્વનું ચિર સ્મરણ રહેવાથી તેને લગતા પદાર્થોને જ ભજે છે, સેવે છે. જડ પદાર્થો પણ તે જ સેવે કે જે આત્મતત્ત્વને ઉપયોગી હોય. બાકીનું સર્વ ભજવું, સેવવું પડે તો તેને પ્રારબ્ધના યોગને સોંપી મનને હળવું રાખી પ્રસન્નતા ખોતો નથી અને લેપાયા વિના સેવન કરવાનું સહજ બને છે. એટલે કે અલિપ્તભાવ સહજ જ આવી જાય છે. માટે જ આગમનું જ્ઞાન મેળવવાનું છે. જ્ઞાન, મેળવતાં જો આ ધ્યેય સ્થિર રહે તો તે મેળવતાં પણ અઢળક કર્મોની નિર્જરા થતી રહે છે. હવે એ સાત નય વગેરેનું જ્ઞાન પરમાત્માએ શું આપ્યું તે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલો દ્રવ્ય - ગુણ - પર્યાયનો રાસ ચિંતનાત્મક દૃષ્ટિએ જોવાથી આત્માની સારભૂત વસ્તુ તેમાંથી મળશે.
ફા.શુ. ૪ હે ભવ્યજીવો! આ મનુષ્યભવની દુર્લભતા કહી છે તેનું કારણ પરમાત્માએ બતાવેલો સાંગોપાંગ ધર્મ શરીરથી જ થાય છે. ચારે ગતિમાં આત્મ તત્ત્વ એક જ સરખું છે પરંતુ દરેક ગતિએ આત્મ તત્ત્વની શક્તિનો પ્રકાશ રૂપાંતર પામે છે. મનુષ્યગતિમાં જ પૂરબહારમાં સૂર્યના પ્રકાશની જેમ શક્તિનો પ્રકાશ પુંજ ખીલી શકે છે બાકીની ગતિઓમાં તે રીતે ખીલી શકતો નથી તેનું કારણ દેવલોકમાં દેવની ભૌતિક શક્તિ પૂરબહારમાં ખીલે છે જે નિકાચિત પુણ્ય કર્મના ઉદયે ભોગમાં વપરાય છે અને આત્મા શક્તિના પ્રકાશને ઝાંખો કરી દે છે. શ્રદ્ધા, સમજ સંપૂર્ણ હોવા છતાં આચરણ અટકાવે છે. આત્મતત્ત્વનો સંપૂર્ણ પ્રકાશ તો ત્રિકરણ યોગે ત્રણે રત્નમાં લીન રહે એટલે કે શ્રદ્ધા, સમજ અને આચરણમાં આત્મશક્તિ વપરાય તો ખીલે.
સાધકનો અંતર્નાદ
157
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org