________________
દોષોની ઉપેક્ષા કરો, માધ્યસ્થભાવ ધારણ કરો, આપણે કર્માધીન છીએ એ પ્રમાણે સહુ કર્માધીન છે.
આ પ્રમાણે આ ચાર ભાવનાઓથી આત્માને ભાવિત કરી જીવો સાથે મન, વચન, કાય, યોગની પ્રવૃત્તિને શુભ બનાવો. - હવે તમે પરમાત્મા સાથે અભેદતા પામવા માટે યોગ્ય બન્યા, મલિન, અશુભ યોગોથી પરમાત્મા સાથે મળાતું નથી, માટે હવે શુભ યોગો દ્વારા પરમાત્મા સાથે કેવી રીતે અભેદ થવું અને તેના દ્વારા આત્મા સાથે મીલન કેવી રીતે કરવું તે હવે જોઈશું.
મ.વ. ૧૧ હવે પરમાત્મા સાથે અભેદ સાધવા માટે પરમાત્મા સાથે પોતાના આત્માને સરખાવવો. કોઈ એવી પર્યાય આત્મામાં પડી છે કે જે પરમાત્માની સમાન હોય ? હા, એક પર્યાય એવી પડી છે કે પરમાત્મા અને આત્માની આ શુદ્ધ પર્યાય, એમાં કોઈ જ ફેર નથી. એ કેવી છે ? તે જાણવા માટે શ્રુતજ્ઞાન દ્વારા પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ જાણવું જોઈએ. તે પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ નિર્મળ છે એટલે કે કર્મના મેલ રહિત છે, સ્ફટિક જેવું શુદ્ધ છે, તે અરૂપી છે, એટલે કે તે રૂપાતીત છે, નિરાકાર છે એટલે કે આકાર વગરનું છે, સત્ત્વ, રજસ, તમોગુણ રહિત હોવાથી નિર્ગુણ છે એટલે ગુણાતીત છે, નિર્મુકત છે એટલે કે બંધથી મૂકાયેલું છે, નિરંજન છે એટલે ડાઘ-દોષના ડાઘ રહિત છે, મનસાતીત, વચનાતીત છે. તે મનનો કે વાણીનો વિષય બનતા નથી એવા અગોચર છે, અવ્યય છે, વિભુ છે, અચિંત્ય છે, અજ્ઞાનને પેલે પાર ગયેલું છે. આવા અનંત ગુણાત્મક સ્વરૂપ છે જે આપણે જાણી શકતા નથી, કેવળજ્ઞાની જ જાણી શકે, પરંતુ તે પણ સંપૂર્ણ સ્વરૂપ કહી શકતા નથી. જીવનકાળ મર્યાદિત હોવાથી અમર્યાદ સ્વરૂપ કેવી રીતે કથી શકાય?
તે સ્વરૂપ જાણીને તે સ્વરૂપની પ્રીતિ કરવી જોઈએ. ચર્મ ચક્ષુ દ્વારા દેશ્ય બનેલા જડસ્વરૂપની પ્રીતિમાં ભાવિત બનેલી ચેતનાને ખસેડવા પરમાત્માના સ્વરૂપમાં વારંવાર ચેતનાને ભેળવવી, એમ કરતાં તેના ઉપરનો કર્મભારરૂપ મેલ ઓછો થતાં પરમાત્મ સ્વરૂપ તરફ - સનમુખ ચેતના બને અને એમાં ચેતના ભાવિત થાય ત્યારે પરમાત્મા પ્રત્યે પ્રીતિ જાગે.
જો કે આ પલટો લાવવા મહાન પુરુષાર્થ જોઈએ. અનાદિથી જડમાં રંગીલી બનેલી ચેતનાને આમાં વાળવી દુઃશ્કય છે અને એમાં જોડાવા માટે તૈયાર પણ નહિ થાય, માટે પરિણતિને બદલવી પડે. વારંવાર તસ્વરૂપ સન્મુખ લઈ જવા પરિણતિને જડ તરફની સૂગ લાવવી જોઈએ, જડના ભોગે અનર્થકારી બનાવો આત્માની બનેલ પરિણતિમાં સુઝાડવા જોઈએ. એ અભ્યાસ માટે જ જડ પ્રત્યે વૈરાગ્ય લાવવો પડે અને પાંચ ઈન્દ્રિયના વિષયોની પરાધીનતાથી થયેલી આત્માની ખરાબી વિચારવી જોઈએ અને નિરંતર વૈરાગ્યવાનું રહેવા માટે તે વિષયોથી દૂર રહેવું જોઈએ. તેનો સંગ છોડવા માટે સાધુ બનવું જોઈએ, મનથી સંગ છોડવા કાયા અને વચનને તેનાથી દૂર રાખવા, નિસંગી બનેલો સાધુ સદા તે આત્મ સ્વરૂપની રમણતામાં ઝીલી શકે છે. સાધકનો અંતર્નાદ
153
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org