________________
શરીર છે ત્યાં સુધી સર્વ વસ્તુ છૂટતી નથી, માટે બાહ્યથી છોડવાની વાત નથી અંતરંગથી છોડવું. અંતરંગથી સંગ વિરામ પામે એટલે બાહાથી સહેજે વિરામ પામવા માંડે. પણ આ સ્થિતિ આવવી ઘણી અઘરી છે. અંતરંગથી સંગ વિરામ કરવા પર વસ્તુની અંદર રહેલું ભિન્નત્વ આત્મસાત્ થવું જોઈએ. એ પ્રમાણે નહિ થવાના કારણે જ પાપનું આગમન ચાલુ છે તો વિરામ તો કયાંથી હોય?
પર પદાર્થ આત્માથી ભિન્ન છે એટલે કે આત્માને આત્માની સાથે (સ્વને આત્માથી) અભિશતા છે તે પણ તેટલું જ ભાવિત થવું જોઈએ.
આટલું ભાવિત થાય તો પાપથી વિરામ પામવામાં પ્રાણાતિપાત - પહેલું પાપ છૂટવાનો રસ્તો સરળ થાય. કેમકે પોતાની સમાન સર્વ જીવોને જોતા થઈએ પછી કોઈને પણ દુઃખ, પીડા, પ્રાણાતિપાત તો થઈ જ ન શકે.
આત્મભાવમાં સ્થિર તો જ થવાય જો સમગ્ર જીવ રાશિ પ્રત્યે આત્મૌપજ્યભાવ આવે, કેમકે, દરેકમાં આત્મત્વ સરખું છે. માટે આત્મા દરેકમાં દેખાય અને સ્વ કે પરની ભિન્નતાનો દોષ ટળી જાય છે, આત્મભાવે દરેકને જોવામાં સ્થિર થવું એ રૂપ આત્મભાવમાં સ્થિરતા પ્રાથમિક હોય છે. પછી નિજ સ્વરૂપમાં સ્થિરતારૂપ આત્મભાવમાં સ્થિરતા આવે છે.
મ.વ.
૪
કોઈ પણ સાધના અભેદભાવે થાય છે ત્યારે સિદ્ધ થાય છે. જેમકે દાસ ભાવે પરમાત્માની ભક્તિ તે પ્રાથમિક ભૂમિકામાં ભેદ ભાવથી થાય છે, ત્યારે પરમ તત્ત્વ સ્વરૂપ પરમાત્મા એ શું છે એનું ભાન થાય છે અને જડ સાથે હળેલો પોતે શું છે એનું પણ ભાન થાય છે. એટલે આ ભેદભાવની ભક્તિ ખૂબ જ જરૂરી છે, એ ન આવે ત્યાં સુધી અહંકાર ઓગળતો નથી. પરના કર્તુત્વને પોતાનું કર્તૃત્વ સ્વીકારી અહંવૃત્તિ ધારણ કરતો હતો તે દાસીડહે ઓળખાય છે ત્યારે દાસભાવ આવે છે અને પરમાત્મા પ્રત્યે સ્વામીભાવ જાગે છે. તેમના પ્રત્યે સ્વામીભાવ જાગતાં નમસ્કાર ભાવ જાગે છે અને દાસભાવ પ્રગટ થાય છે. એ ભક્તમાં પોતાના કદરૂપા સ્વરૂપની ઓળખાણ થતાં તેમાં અરુચિ થાય છે અને પરમ તત્ત્વ પરમાત્મામાં શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે એ જાણ થતાં તેમના પ્રત્યે રુચિ થાય છે. પ્રીતિ થાય છે. ભજવાનો, પરિચય કરવાનો ભાવ થાય છે. વારંવાર પરિચય એનું નામ ભક્તિ. ભક્તિ જાગે છે ત્યારે મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. અત્યાર સુધી જે મોહ, અહં અને મમ પરમાં થતાં હતાં તેનું ભાન થાય છે અને પરમ તત્ત્વના આલંબને અહં અને મમ જે પરના હતા તે ઓળખાઈ જવાથી તેને તિલાંજલિ આપી વિદાય આપે છે અને સોડહમ્ તથા જ્ઞાન, દર્શન ગુણો એટલે કે મમની સમજ આવે છે. સો-તે-હું. તે કોણ? પરમાત્મા. પરમાત્મા જેવું જ તારામાં રહેલું સ્વરૂપ છે જે કર્મથી ઢંકાયેલું છે. તે તું પોતે જ છું અને જ્ઞાન, દર્શન ગુણો તેમાં જ સહજ રહેલા છે તે કદી અળગા થતા નથી.
તારું સ્વરૂપ શું છે નિસ્તરંગ, નિષ્પકંપ, નિરાકાર, નિરંજન, તારું હું સ્વરૂપ આ છે. અને સ્વભાવ કેવો છે? તે શું કરે છે? તેનો સ્વભાવ જ્ઞાન અને દર્શન છે. તેથી તે જગતના પદાર્થો જાણે છે અને સાધકનો અંતર્નાદ
146
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org