________________
છે. આનંદ અને સુખનું કારણ હોય ત્યાં તેને પ્રીતિ જાગે. પણ તે આનંદ અને સુખનું સાચું કારણ નથી છતાં અજ્ઞાનવશ થઈ ભ્રમથી માને છે અને તેમાં પ્રીતિ કરે છે.
જડની પ્રીતિએ સજાતીય ઉપર દ્વેષ કરાવ્યો. જડના સુખમાં બીજો આત્મા વિષ્નકર્તા લાગે એટલે તરત દ્વેષ થાય. આ રીતે દ્વેષ થવાથી તેને સજાતીય સાથે ભેદ પડી ગયો છે. તે ભેદનો છેદ કરવા સમ્યગુષ્ટિ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
દષ્ટિને સમ્યગુ બનાવવા જયાં જયાં આત્મતત્ત્વ હોય ત્યાં ત્યાં પોતાની સમાનતા જોવી, જાણવી, સહેવી,
જગતના જીવોમાં સુખ દુઃખની લાગણીથી સમાનતા જોવી અને સિદ્ધાત્માઓની સાથે પોતાની સત્તાએ શુદ્ધાત્માની પ્રતીતિથી સમાનતા જોવી.
આ રીતે સમ્યગુ દષ્ટિ થતાં જે જીવો સાથેનો ભેદ પડી ગયો છે તે તૂટી જશે, અને મિથ્યાદૃષ્ટિ ટળતાં જડ સાથે અભેદ થઈ ગયો છે તે ઓળખાઈ જશે. અનાદિનો ભ્રમ ટળી જશે ત્યારે જડ તરફ દુર્લક્ષ્ય આવશે અને આત્મા તરફ ખેંચાણ થશે, ત્યારે અભેદની સાધના શરૂ થશે. - આપણા સંબંધમાં આવતા જીવોમાં પણ ત્રણ પ્રકાર પડે છે. ઉપકારી, અપકારી, તટસ્થ. એ બધા સાથેનો સંબંધ સાચવીએ તો જ આત્માનું સાચું જ્ઞાન થાય.
દરેક સાથેનો સંબંધ કેવા પ્રકારનો રાખવો, માનવો, એનું જ્ઞાન મેળવીને પ્રથમ તો સંબંધ સુધારવો જોઈએ તો જીવો સાથે અભેદ સંબંધ થઈ શકે. કયા કારણે સંબંધ બગડ્યો છે તે સમજવું જોઈએ. જયાં સ્વાર્થ કામ કરે છે ત્યાં જ સંબંધ બગડે છે. માટે પરમાર્થ વૃત્તિ વગેરે કેળવવું જોઈએ. આ રીતે આ સાધના ઘણી ઊંડાણવાળી છે. તે સમજીને આદરવી.
અભેદોપાસના-c
મ.વ. ૯ એક જીવ બાકી રહે તો જીવ સાથે અભેદતા સાધી શકાતી નથી માટે સમગ્ર જીવરાશિ લેવી જયાં જયાં જીવત્વ છે ત્યાં ત્યાં જીવ છે એ પ્રમાણે સમગ્ર જીવ સાથે અભેદતા સાધવી જોઈએ.
અભેદતાનું મૂળ કારણ પ્રીતિ છે. પ્રીતિ જાગે તો ભેદભાવ તૂટી જાય. પ્રીતિ જગાડવા માટે સજાતીયતાનો સંબંધ નિરંતર સ્મરવો જોઈએ, જેથી જયાં જયાં જીવત્વ છે ત્યાં તરત જ એમ થાય કે અમે બધા એક. એક ગામના હોય તો ય એમ થાય છે કે અમે એક ગામના છીએ અને પ્રીતિ જાગે છે. વળી એક જ્ઞાતિ-જાતના હોઈએ તો તેથી પણ વધુ પ્રીતિ જાગે છે. તો સમગ્ર જીવ રાશિ સાથે જીવત્વ જાતની એકતા જો છે તો જીવને જોતાંની સાથે પ્રેમ કેમ ન જાગે? પણ સ્વાર્થભાવ વચ્ચે આડો આવે છે ત્યારે એકતા ભૂલી જવાય છે. જો કે એકતાનો વિચાર પણ નથી કર્યો. જાણ્યું છે તો યાદ પણ નથી કરતા, સંબંધીને ભૂલી જઈએ અને ઉપેક્ષા કરીએ તો ભેદ પડી જાય છે. તેમાં ય જો અપકાર કરીએ તો સંબંધ કડવો થઈ જાય છે. માફી માંગી લઈએ તો સંબંધ સુધરી જાય છે. માટે તો સાધુને કોઈ સાધકનો અંતર્નાદ
150
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org