________________
સાધ્ય બનાવીને પોતાના આત્મા ઉપર રહેલી મલિનતાને દૂર કરવા ધ્યાનાગ્નિ પ્રગટાવવો જોઈએ. એ ધ્યાનાગ્નિથી મલિનતા બળશે ત્યારે તેનું સાચું સ્વરૂપ પ્રગટ થશે.
એ ધ્યાનાગ્નિ પ્રગટાવવાનો ઉપાય હવે બતાવીશું.
ધ્યાન ચાર પ્રકારે છે. જ્ઞાન સ્વભાવ છે આત્માનો. એટલે જયાં જ્ઞાન હોય ત્યાં ધ્યાન આવે જ. જે પદાર્થને આત્માએ જાણ્યો, તેમાં ઉપયોગની તીવ્રતાએ સ્થિરતા આણવી તેનું નામ ધ્યાન. માટે જ્ઞાન હોય ત્યાં સ્થાન છે જ, જેવી ઉપયોગની તીવ્રતા. મંદ ઉપયોગ હોય તો મંદ ધ્યાન હોય. જેમાં ઉપયોગનો સ્પર્શ પણ નહિવતું થાય ત્યારે તે પદાર્થમાં ધ્યાન મંદ હોય. ત્યારે જ્ઞાન પણ મંદ જ થાય.
વળી એ જ્ઞાનમાં મોહ ભળે ત્યારે તે અજ્ઞાનરૂપ થવાથી ધ્યાન પણ દુર્ધાન થાય તેને જ આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન કહેવાય છે. જેમાં મોહ ન ભળે પણ વસ્તુના સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન શાસ્ત્ર દ્વારા (અહીએ બતાવેલાં વચનો દ્વારા) થાય ત્યારે ધર્મધ્યાન અને આગળ વધતાં શુકલધ્યાન થાય છે.
૬. અભેદોપાસના-A
મ.વ. ૬+૭ પરમાત્મા જેવું જ તારું સત્તાએ શુદ્ધ સ્વરૂપ છે. એ સમજવા માટે પરમાત્માનું સ્વરૂપ ઓળખવું પડશે. પરમાત્મા પણ એક આત્મદ્રવ્ય છે અને આપણે પણ આત્મદ્રવ્ય છીએ. “TM પર્યાય વત્ દ્રવ્ય” દ્રવ્ય એ ગુણ પર્યાયવાળું છે. દ્રવ્યમાં ભેદ નથી. પરમાત્મા અને આપણું દ્રવ્ય એક જ સરખું ચૈતન્ય શક્તિ યુક્ત જ છે. વર્તમાનમાં પણ પરમાત્મા અને આપણા દ્રવ્યમાં કોઈ વિશેષ નથી, તરતમતા નથી, ભેદ નથી. માટે અભેદ થવા માટે દ્રવ્યની સમાનતાથી એકતા છે. વર્તમાનમાં પણ શુદ્ધ ગુણ અને પર્યાય જે દ્રવ્યની સાથે સહજ છે તે પણ સત્તામાં તો પડયા છે. પણ પ્રગટ નથી. તો પ્રગટ શું છે ? ક્ષયોપશમ ભાવના ગુણો અને અશુદ્ધ પર્યાય. ગુણ ઉપર કર્મનાં આવરણ આવવાથી જ્ઞાનાદિ સંપૂર્ણ પ્રગટ નથી. જેવું આવરણ, જો આવરણ ગાઢ હોયતો ક્ષયોપશમ મંદ હોય જેથી ચૈતન્ય શક્તિ ઉપર આવરણ ન હોવા છતાં ચેતના મૂછિત જેવી બની જાય છે ત્યારે જડ જેવું અનુકરણ કરે છે.
- કર્મ - આત્માના ગુણો ઉપર આવરણ કરે છે પરંતુ ઘાતિ અને અઘાતિ એ બે રીતે આવરે છે ઘાતિકર્મના આવરણથી ગુણ ઢંકાય છે અને અઘાતિ કર્મના ઉદયથી અશુદ્ધ પર્યાય પ્રગટે છે. શુદ્ધ પર્યાય સત્તામાં પડી છે. પણ ઉદય હાલમાં અશુદ્ધ પર્યાયનો છે.
આ રીતે આવરણથી મલિન ગુણો અને કર્મના ઉદયથી પ્રગટેલ પર્યાય આ રીતે બન્નેમાં પરમાત્મા સાથે આપણો ભેદ પડી ગયો છે.
પરમાત્માનું સ્વરૂપ તો નિરંજન, નિરાકાર, નિષ્કલંક છે. તે પરમ આનંદ અને સુખમાં મગ્ન છે. એટલે કે પરમાત્માના દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણે નિર્મળ, શુદ્ધ છે. તેમની અભેદ ઉપાસના કરતાં પહેલાં ભેદોપાસનામાં આપણા ગુણ, પર્યાયની મલિનતા વિચારી મોટો ભેદ છે. તે પ્રભુ પાસે વ્યક્ત કરતાં દાસ્યભાવથી સેવન કરે છે. પ્રભુ, તું કયાં અને હું ક્યાં? રાજા અને રંક, મેરુ અને સરસવ, સાગર સાધકનો અંતનોદ
148
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org