________________
યોગ છે સહાયક તરીકે. માટે તેને યોગ કહેવાય છે. કર્મ બંધનમાં જોડે છે ત્યારે તેને અશુભ યોગ કહેવાય છે, કર્મ મુક્તિમાં જોડે ત્યારે શુભ યોગ કહેવાય છે. તે યોગને જોડવામાં પ્રેરક આત્મા છે. માટે કર્મ બંધનમાં પડેલો આત્મા શુભાશુભમાં પ્રેરે છે. પરંતુ જો આત્મા પોતાની શક્તિને યાદ કરે અને કર્મની શક્તિને આધીન ન બને તો તે શક્તિથી અશુભમાં પ્રેરાતો અટકી શુભમાં પ્રેરાય છે અને શુભમાં કર્માધીન બની પ્રેરાતો અટકી અશુભમાં પણ પ્રેરાય છે. કારણકે આ અવસ્થામાં તો આત્માની શક્તિ આવરણયુક્ત છે. રાગ, દ્વેષ, મોહનાં જાળાં લાગેલાં છે માટે તેનું શુભનું પ્રવર્તન કે અશુભનું પ્રવર્તન કયાં કેવી રીતે થઈ જાય છે તે સમજ મેળવવી જોઈએ. તે સમજ સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત થતાં આવે છે. તે દૃષ્ટિ મોટે ભાગે ધર્મ શ્રવણથી થાય છે. ધર્મ માટે ગુરુ શોધવા જોઈએ અને શ્રવણ માટે શ્રોતા બનવું જોઈએ.
ગુરુ અને શ્રોતાના લક્ષણ જાણી તે ઓળખવા જોઈએ અને શ્રોતા બનવું જોઈએ.
હવે મૂળ વાત મન, વચન, કાયા એ યોગ છે, યોગ એકલા જડ છે. પરંતુ તે એકલા હોય ત્યારે યોગ નથી કહેવાતા પરંતુ જડ, પુદ્ગલ, સ્કંધો કહેવાય છે. દા.ત. ઔદારિક પુદ્ગલો વગેરે યોગ તો તે મન, વચન, કાયા ઉપયોગનો સાથ કરે છે ત્યારે બને છે. માટે જ ઉપયોગ શુભ તો યોગનું શુભ પ્રવર્તન, ઉપયોગ અશુભ તો યોગનું અશુભ પ્રવર્તન.
માટે મુખ્યતાએ ઉપયોગ શુભાશુભ બને છે ત્યારે યોગનું પ્રવર્તન શુભાશુભ બને છે.
ઉપયોગ એ શું છે ? આત્માની જ એ શક્તિ છે. ‘ઉપયોગો લક્ષણમ્' ઉપયોગ આત્માનું લક્ષણ છે તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય સ્વરૂપ છે.
મુખ્યતાએ બે ઉપયોગ શાનોપયોગ, દર્શનોપયોગ. જાણવું અને જોવું એ આત્માનો સ્વભાવ છે. જાણી જોઈને હરખાવું એ ત્રીજો સ્વભાવ એમાંથી પ્રગટે છે.
આ ઉપયોગ દ્વારા મન વિચારી શકે છે, વચન ઉચ્ચારી શકે છે, કાયા પ્રવર્તી શકે છે. માટે જ યોગનું પ્રવર્તન ઉપયોગને આધારે છે. તે શુભ તો પ્રવર્તન શુભ, તે અશુભ તો પ્રવર્તન અશુભ. ઉપયોગ શુભાશુભ શાથી બને છે ?
ઉપયોગ દર્પણ જેવો છે. તે પોતે મૂળ સ્વભાવે શુભાશુભ નથી, તેની પાસે જેવી વસ્તુ ધરો તેવો તે બને અને રાગ, દ્વેષ, મોહથી શુભાશુભ બને. પ્રશસ્ત રાગાદિથી શુભ બને, અપ્રશસ્ત રાગાદિથી અશુભ બને છે.
જો કે શુભાશુભ ઉપયોગ એ પણ ઉપયોગની વિકૃતિ છે તે દર્પણ જેવો મનાય. પરંતુ શુદ્ધનું પ્રતિબિંબ નિર્વિકાર હોવાથી પડતું નથી, તેથી જે શુદ્ધ બનેલા છે તેને જિન પ્રતિમાદિ શુભાકાર આપીને ઉપયોગમાં પ્રતિબિંબિત કરવામાં આવે તો અશુભ વિકૃતિ ટળે અને શુદ્ધનું ધ્યેયાલંબન લઈ નિર્વિકાર બનવા પ્રયત્ન કરે. ત્યારે જ સાધક દશા પ્રાપ્ત થાય અને યોગનું પ્રવર્તન શુભ બની તે યોગથી મુક્તિ મળે.
આ યોગથી મુક્તિ મેળવવા માટે યોગ સાધના કરવી પડે તે સાધના આગળ વિચારીશું. યોગ
સાધકનો અંતર્નાદ
141
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org