________________
આ ચેતન્યશક્તિનું અદ્ભુત સ્વરૂપ કોણ વર્ણવી શકે ? તેનું તેજ-પ્રકાશ સૌમ્ય છે તેમાં નિરંતર રહેવાથી આલાદ થાય છે. તે શક્તિ આપણી પાસે જ છે, જરા પણ દૂર નથી. જગતના જીવો ચૈતન્ય સાથે મળેલી તે શક્તિને નિહાળી આનંદ પામો. સ્વજનના મિલન કરતાં ય અદ્ભુત આ મિલન હોવાથી અનેરો આનંદ ઉદ્ભવે છે. પછી જીવ પ્રત્યેનો કોઈ રાગ કે દ્વેષ, ઈષ્ય કે અસુયા, માન કે અપમાન આપણા આત્માને સતાવતા નથી. આવું અદ્ભુત મિલન નિરંતર રહેલું છે તેને મરો, જુઓ અને અનુભવો.
અનુભવ કેરી આ ક્યા, નિત નિત આનંદ થાય, તેહ થકી નિજ સ્વરૂપની, થિરતા પણ વરતાય.
૩. ચૈતન્યશક્તિના સંદર્યથી આનંદ કયો ?
કા.શુદ્ધિ. ૧૩, સં. ૨૦૫૦ આનંદ બે પ્રકારે છે. ૧. આત્મિક ૨. ભૌતિક
જયારે ચૈતન્ય શક્તિનું સૌંદર્ય નિહાળાય છે ત્યારે ભૌતિક સૌંદર્ય ભૂલાય છે. તે ભૂલાય છે ત્યારે ચૈતન્ય શક્તિનું સૌંદર્ય અનુભવાય છે. તે અનુભૂતિ એ આનંદની ચરમ સીમા આ પંચ ભૂતમય શરીરમાં રહેલા આત્માની છે. કારણ કે આ દેહે ચિંતન, અનુપ્રેક્ષાથી અનુભૂતિ વારંવાર કરી શકાય છે. આ દેહાદિ બાહા જે આત્માનો પરિકર છે તેને ભૂલવો તે મુશ્કેલ છે. કેમકે આ ચર્મચક્ષુથી દેખાતા સૌંદર્યથી વિશિષ્ટ કોઈ સૌંદર્ય મનોભૂમિ ઉપર આવે ત્યારે તેની પ્રીતિ જાગે છે તેમાં લીન થાય છે ત્યારે બાહ્ય પદાર્થો ભૂલાય છે. તેને ભૂલો એટલે આંતર સમૃદ્ધિને જોવા આત્માને સમય મળે છે, નવરો થાય છે, ત્યારે તેના અનંત સૌંદર્યને નિહાળે છે. તેમાં મનને રસ પડે છે, પ્રીતિ જાગે છે કારણ કે તે સ્વનું સૌંદર્ય છે. બાહ્ય પદાર્થોનું સૌંદર્ય તે પરોપાધિથી પ્રગટેલું નશ્વર અને ક્ષણિક છે. માટે તેની પ્રીતિ ક્ષણમાં જાગે અને તે જ પદાર્થ ઉપર ક્ષણમાં અપ્રીતિ થાય છે. માટે તે પ્રીતિ પણ ક્ષણભંગુર હોવાથી આનંદ પણ ઔપચારિક જેવો અનુભવીને નિરાનંદમાં પરિણમે છે.
માટે ચેતન્યશક્તિ એ આત્માની જ્યોતિ છે, તેજ છે. તેમાં મન રસ લેતું ત્યારે થાય છે કે આ મારું સ્વનું તેજ છે. સદા નિત્ય પ્રકાશિત છે. તે કદી વિલય પામતું નથી. પરોપાધિથી ઉત્પન્ન થયેલું નથી, પરંતુ સહજ છે. માટે જયારે નિરખો ત્યારે તે જ્યોતિ પ્રકાશી જ રહી છે. જયાં જુઓ ત્યાં તે જ દેખાય છે, કારણ કે તે વિશ્વમાં વ્યાપી છે. આત્માનો પ્રાણ તેમાં ધબકી રહ્યો છે. માટે જ તેનું અપૂર્વ સૌંદર્ય છે. તેને નિહાળ્યા જ કરો અને સદા આનંદને અનુભવો. આનંદ એટલા માટે આવે છે કે તે મનને ગમે છે. બાહ્ય પરોપાધિમય સૌંદર્ય અણગમતું થયું છે. પર હોવાના કારણે જયાં મનનો ગમો હોય ત્યાં આનંદ આવે જ. માટે મનને ગમતું કરવા માટે પ્રથમ બાહ્ય પર વસ્તુના સૌંદર્યની સમજ મેળવી, તેના અવગુણ સમજી, સ્વ સૌંદર્ય-ચૈતન્ય શક્તિને સહજ આત્મ શક્તિ સમજી, તેના આનંદને અનુભવો.
સાધકનો અંતર્નાદ
126
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org