________________
શુદ્ધિમાં બાહ્ય પુરુષાર્થ કારણ છે માટે સરળ છે, ઉપયોગ શુદ્ધિમાં આત્મિક પુરુષાર્થ કારણ છે, તે કઠિન છે.
૧૦. આત્મિક પુરુષાર્થ
ચે.વ. ૧, સં. ૨૦૫૦, કલિકુંડ, દાદાવાડી. પુરુષાર્થ ચાર છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ.
આ બધા પુરુષાર્થમાં આત્મા તો જોડાય છે, પણ આત્માનું વલણ પુગલ-જડ તરફનું હોય છે ત્યારે અર્થ અને કામ, પુરુષાર્થમાં ઉદ્યમી બની શકે છે. છતાં સમકિતિ સમકિતની હાજરીમાં અર્થ અને કામ પુરુષાર્થમાં ઉદ્યમ કરવા છતાં વલણ આત્મા તરફનું હોવાથી તે પુરુષાર્થથી તે તે જાતનાં કને આત્મા ઉપરથી ખેરવી નાંખે છે.
જયારે આત્મા તરફનું વલણ હોય છે ત્યારે ધર્મ પુરુષાર્થમાં ઉદ્યમી બને છે. આત્માને પરભાવ તરફની સૂગ હોય ત્યારે પોતે જાતને સમજે છે અને આત્મા ઉદ્યમવંત બની કાર્યસિદ્ધિ માટે તત્પર બને છે. પરભાવથી પાછા વળવું તે અનાદિના અભ્યાસથી જડ સુખ લોલુપી આત્માને કઠિન હોવાથી આત્મિક પુરુષાર્થ થવો કઠિન છે. માટે જ ઉદ્યમ ત્યારે સફળ બને જયારે આત્મા સ્વ તરફ વળે.
પ્રથમ, આત્મા અને પુદ્ગલની ભિન્નતા વારંવાર વિચારી આત્મસાત્ કરવી. આત્મા અને પુદ્ગલના સુખને ઓળખવા. બને સુખમાં તાત્ત્વિક તફાવત કેવો અને કેટલો છે તે શ્રુત જ્ઞાન દ્વારા જાણવો. જે ગુરુએ શ્રુતનો અભ્યાસ કરી તે તે પદાર્થોને આત્મસાત્ કરીને તે બન્ને સુખો અનુભવીને વિવેચિત કર્યું છે. તેમની પાસેથી તે બંનેના સુખને ઓળખવાં અને જડ સુખ રુચિથી પાછા વળવું. જડ સુખ રુચિથી પાછા વળવા આત્માના ગુણો ઓળખવાં તે સ્વની માલિકીની વસ્તુ છે તેમ તેની મમતા કેળવવી અને જડની મમતા છોડવી. જડની મમતા છૂટશે ત્યારે આત્માના ગુણોની પ્રીતિ જાગશે. રસ કેળવાશે ત્યારે આત્મા પુરુષાર્થ કરશે, બળ અજમાવશે. બળ અજમાવવું એ જ તેનો પુરુષાર્થ છે. આ પુરુષાર્થને ધર્મપુરુષાર્થ કહેવાય છે. કારણ કે “વધુ સદાવો ઘ” આત્માનો સ્વભાવ તે ધર્મ, આત્મસ્વભાવ પ્રગટ કરવા માટે આત્મા જે બળ અજમાવે તે ધર્મ પુરુષાર્થ છે. તેને ધર્મ પુરુષાર્થ કહો કે આત્મિક પુરુષાર્થ કહો બંને એક જ છે અને મોક્ષ પુરુષાર્થ તે તો આત્મ સ્વભાવ તેરમે ગુણઠાણે પ્રગટ કર્યા પછી ચૌદમે ગુણઠાણે જે આત્માનો પુરુષાર્થ પાંચ હુસ્તાક્ષર બોલાય તેટલા સમયમાં જે થાય છે તે મોક્ષ પુરુષાર્થ છે. તે આત્માનો કર્મથી સંપૂર્ણ મુકત થવાનો પુરુષાર્થ ઊંચા સ્ટેજનો છે. સૌથી છેલ્લો આ પુરુષાર્થ કરી આત્માનિરંતર સ્વરૂપમાં સ્થિર રહી, આત્મગુણોના ભોગમાં મગ્ન બની સુખમાં મગ્ન
નવપદમાં આપણો આત્મા જોવો, તે સંભેદ પ્રણિધાન,
આત્મામાં નવપદ જોવા તે અભેદ પ્રણિધાન.
સાધકનો અંતર્નાદ
132
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org