________________
૧. આત્માનું સ્વરૂપ
મ.શુ. ૭, શેરીસા, સં. ૨૦૫૧ આત્માનાં બે સ્વરૂપો છે. (૧) શક્તિ સ્વરૂપ (૨) વ્યક્તિ સ્વરૂપ.
શક્તિ સ્વરૂપ તે ચૈતન્ય છે. વ્યકિત સ્વરૂપ ગુણ પુંજ-ગુણોનો સમૂહ છે. આત્મામાં જાણવાની શક્તિ છે તે ચેતન્ય શક્તિ છે અને જાણવાની શક્તિ હોવાથી જ્ઞાન (જાણવાની ક્રિયા) કરે છે. શક્તિ કારણ છે જ્ઞાન ગુણ તે કાર્ય છે. ફલ છે.
શક્તિ હોવાથી ગુણ દ્વારા તે શક્તિની વ્યક્તિ થાય છે. શક્તિ અદેશ્ય છે ગુણ અનુભવથી વ્યક્ત છે. આ ચૈતન્ય શક્તિ અને જ્ઞાનાદિ ગુણો બન્ને આત્મદ્રવ્યમાં રહેલા છે. માટે તે બંને તેનાં જ સ્વરૂપો
આત્મ દ્રવ્યનું સ્વરૂપ નિસ્તરંગ, નિષ્પકંપ, નિરાકાર, નિરંજન, સ્ફટિક જેવું નિર્મળ-શુદ્ધ છે. તેને ગુણના પુંજરૂપે ધારણા કરીને તેમાં સ્થિર થવું.
ચૈતન્ય શક્તિનું (કાર્ય) ફળ જાણવું તે છે.
હે ભવ્યજીવો ! તમારું ચૈતન્ય શુદ્ધ છે, નિર્વિકાર છે, તમારું આત્મદ્રવ્ય પણ શુદ્ધ છે પરંતુ કર્માધીન. આત્માની ચેતના વિકૃત બની છે કેમકે તે આત્માની દાસી છે તેના આદેશ પ્રમાણે તે રંગીલી ચાલે છે અને નવા નવા કર્મને આવર્જન કરી આત્માને ભારે બનાવે છે કર્માધીનતામાં રહેવું તે આત્માની નબળાઈ છે, પ્રમાદ છે, તે તેની શુદ્ધતાને ઝાંખી કરી નાંખે છે.
મ.શુ. ૯ આ જગતમાં બે જ વસ્તુ છે. જડ અને ચેતન. તે બંનેના બે જ ધર્મો છે સામાન્ય અને વિશેષ. તે બંનેની બેમાં જ સ્થિતિ છે દ્રવ્ય અને પર્યાયમાં. પરંતુ જ્ઞાન અને ક્રિયા ફકત ચેતનમાં જ છે. માટેજ તેને બંધાવાનું થાય છે. બંધાય છે માટે જ સદા માટે મુક્ત થઈ શકે છે. - હવે જડ એ શું છે? તેનું લક્ષણ શું? તેના ધર્મો ક્યાં? તેને પોતાનામાં સ્થિતિ કઈ કયા સ્વરૂપે? વગેરે વિચારવું જરૂરી છે. ચેતનને ઓળખવો એ ખાસ જરૂરી છે. કારણ કે તે તો પોતાની વસ્તુ છે પણ તેને સંપૂર્ણ ઓળખવા માટે પરને ઓળખવાની જરૂર છે. વળી તેના પરના-જડના-કર્મ પુદ્ગલાદિના) સંબંધમાં અનાદિ કાળથી છે. તેને ઓળખીએ તો તેનાથી છૂટા થવાના ઉપાયો પણ કરી શકાય. શરીરથી માંડીને જેના જેના સંબંધમાં ચેતન છે તે સર્વ કર્મ પુદ્ગલ છે અને મુક્તિ પણ તેનો સહારો લઈને મેળવવાની છે. જડને ઓળખવા તેનું લક્ષણ પરમાત્માએ બતાવ્યું છે જે શાસ્ત્ર-પરમાત્માની વાણી જેમાં આલેખાયેલી છે તેમાંથી મળી આવે છે.
___ सबंधयार उज्जोअ, पभा छायातवेहि अ ।
बान्न-गंध रसा फासा, पुग्गलाणं तु लक्खणं ।। જેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે પુગલ છે. આ ચારથી પુગલ ઓળખાય છે. તે ઉપરાંત સાધકનો અંતર્નાદ
137
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org