________________
છે, જયારે નાશ થાય છે ત્યારે પણ પર્યાય ઉત્પન્ન થઈ કહેવાય છે. જયારે ઉત્પાદ વ્યય આપણાં ચર્મચક્ષુથી અનુભવાય નહિ ત્યારે પણ અપ્રગટ પર્યાય તેમાં પડેલી છે. જો પર્યાયની સત્તા ન હોય તો પ્રગટ થઈ ક્યાંથી ?
વળી જે કાંઈ અનુભવાય છે તે તો પર્યાય જ છે, પરંતુ પર્યાય દ્રવ્યમાંથી કયારે કેવી રીતે પ્રગટ થઈ તે અનુભવાતું નથી, છતાં બાલ જીવોને સમજવા માટે ઘટ ઉત્પન્ન થાય ત્યારે માટીને દ્રવ્ય કહેવામાં આવે છે. પણ જે માટીને આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ તે તો પર્યાય જ છે. પિંડ સ્વરૂપ માટી તે પર્યાય જ છે. દ્રવ્ય એ તો તે પિંડમાં રહેલી મૃ શક્તિ છે, તે જ છે. એથી દ્રવ્ય એ શક્તિ છે, પર્યાય એ વ્યક્તિ છે.
આ પ્રમાણે દ્રવ્યમાં બે ધર્મો રહેલા છે. ૧. સામાન્ય ૨. વિશેષ.
દ્રવ્ય જે શકિત સ્વરૂપ છે તે તેનો સામાન્ય ધર્મ, દ્રવ્ય જે વ્યક્તિરૂપે પર્યાય પ્રગટ થયો તે વિશેષ ધર્મ અથવા કોઈ પણ પદાર્થ-વસ્તુમાં તેની જાતિને સામાન્ય ધર્મ કહેવાય છે અને વ્યક્તિને વિશેષ ધર્મ કહેવાય છે
કોઈ પણ વસ્તુમાં આ બે ધર્મો રહેલા જ છે, તે બન્ને ધર્મો પરસ્પર ગૌણ કે મુખ્ય ભાવે રહેલા છે. જાતિથી વ્યક્તિ ઓળખાય છે, જો જાતિ ન હોય તો વ્યક્તિ પણ ન હોય.
જગત કોઈ વસ્તુ નથી, જડ અને ચેતન એ વસ્તુ જયાં (જે ક્ષેત્ર-આકાશ પ્રદેશો) છે તે જગત. એથી એમ કહી શકાય કે આ બે પદાર્થોથી જગત બનેલું છે, “ઋત્તિ રૂતિ ગાત”-ગમન કરે તે જગત. કયાં ગમન કરે? એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય, અર્થાતુ, પર્યાય પામે તે દ્રવ્યથી ભરેલું જગત.
આ જડ, ચેતન, દ્રવ્યને રહેવા માટે આકાશ છે, અર્થાતુ, આકાશ પોતાનામાં રાખે છે. તે આકાશ પણ જડ વસ્તુમાં સમાવેશ પામે છે. માટે તે પણ સમયે-સમયે પરિવર્તન પામે છે, તેથી આ બધા પદાર્થોને ટકાવી રાખનાર જે કાંઈ છે તેને જગત કહેવાય છે.
અવનવા બનાવો જેમાં ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે અને ધ્રૌવ્યતાથી રહે છે તે જગત, તે તે વસ્તુઓના સમુદાયરૂપે બનેલું અસ્તિત્વ ધરાવે છે.
એવા આ જગતમાં અનેક વસ્તુઓ છે. જેમ કે શત્રુંજય ગિરિ. તે પણ એક પદાર્થ છે, વસ્તુ છે. તેમાં પદાર્થત્વ એ સનાતન શાશ્વત છે.
શત્રુંજયગિરિમાં શાશ્વત શું છે? તેના પથ્થર ? ના. તે તો હાનિ-વૃદ્ધિ પામે છે પરંતુ તેનો અમૂલ નાશ નહિ હોવાથી તેની શાશ્વતતા વ્યવહારથી છે. નિશ્ચયથી તો તેના ઉપર મુક્તિ પામેલા જીવોનું ચૈિતન્ય સ્વરૂપ ત્યાં જ પ્રગટ થયેલું તેની આભારૂપ એ પહાડ સદા માટે શાશ્વતતાને ધારણ કરે છે. તે કદી નાશ પામતો નથી.
તે ગિરિવર ચૈતન્ય સ્વરૂપ છે કેમકે અનંત આત્માઓએ કર્મ મુક્ત થઈ નિર્મળ ચેતનતા પ્રગટ કરી છે. તે ગિરિ તેમને રહેવાનું સ્થાન ભૂતકાળમાં બન્યો હતો. હે આત્મનું! વર્તમાનકાળને ભૂતકાળમાં અંતભૂત કરીને જો, તો તને દેખાશે.
પર્યાય શાશ્વત નથી પણ પર્યાયત્વ શાશ્વત છે. કોઈ પણ પર્યાયને તો એ ધારણ કરે જ છે. પર્યાય બદલાય છે, કાળ બદલાતો નથી. કાળ તો વર્તમાન સમય એ જ શાશ્વત છે. સાધકનો અંતર્નાદ
135
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org