________________
ચૈતન્યસ્વરુપ પરમાત્મ તત્ત્વમાં મિલન કરવા પુરુષાર્થ કરે છે, છેવટે તે તત્ત્વમાં મળી જતાં જડની સહાય છૂટી જાય છે. કર્મવર્ગણા આઠ પ્રકારની જે છે તેની સહાયથી શરીર ધારણ કરે છે, પોષે છે, જીવે છે અને વ્યવહારધર્મ આદરે છે અને છેલ્લે તે દારિક શરીર દ્વારા કષ્ટથી આત્માને છોડાવે છે, ત્યારે તે શરીર, કર્મ, મન વિગેરે સમગ્ર જડને છોડીને આત્મા પોતાના સ્થાને ચાલ્યો જાય છે. અર્થાત્, કર્મ મુક્ત બને છે, તેથી સિદ્ધ બને છે. ૮. આત્માનું દર્શન ચાને આત્મસ્વરૂપની ઝાંખી
ચે.શુ. ૧૧, સં. ૨૦૫૦, ચલોડા ચૈતન્ય શક્તિ સ્વરૂપે વ્યાપીને રહેલા આત્માનું દર્શન, શુદ્ધ ઉપયોગ દ્વારા જ થઈ શકે. પરંતુ આત્મા ઘાતિ કર્મના બંધનથી બંધાયેલો છે. ત્યાં સુધી ઉપયોગ શુદ્ધ થઈ શકતો નથી. ઉપયોગની સંપૂર્ણ શુદ્ધિ ઘાતિ કર્મના સંપૂર્ણ ક્ષયથી થાય છે. માટે જેમનાં ઘાતિ કર્મો સંપૂર્ણ ક્ષય થઈ ગયાં છે એવા કેવલિભગવંતો જ આત્માનું દર્શન કરી શકે છે.
પ્ર. તો યોગીઓ ધ્યાનમાં આત્માનું દર્શન કરે છે, તે કેવી રીતે ?
જ. કેવલિ ભગવંતો ઘાતિ કર્મના ક્ષયથી ઉપયોગની શુદ્ધિ પ્રાપ્ત કરે છે, તેમ સાધક યોગીને ધ્યાનરૂપી તપથી એવાં કર્મોનો ક્ષયોપશમ થાય છે ત્યારે ઉપયોગ જે અશુદ્ધ હતો, તે સંપૂર્ણ શુદ્ધ નહિ પણ કર્મના ક્ષયોપશમથી જે શુદ્ધિને પામે છે, તે શુદ્ધિ દ્વારા આત્માની ઝાંખી થાય છે, માટે તેને આત્માનું દર્શન નહિ કહેતાં યોગીઓ ધ્યાનમાં આત્માની ઝાંખી કરે છે અર્થાતું, ઝાંખું દર્શન કરે છે.
આ આત્માની ઝાંખી પરમાત્માના આલંબનથી થાય છે. પરમાત્માનું આલંબન લેવું એટલે તેમનાં દર્શન, પૂજન, તેમના સ્વરૂપનું ચિંતન, નિદિધ્યાસન, ધ્યાન, તેમનામાં તન્મયતા, તદ્રુપતા કરવા સુધીની પ્રક્રિયા તેમના બતાવેલા અનુષ્ઠાન કરવા દ્વારા તથા ચિંતનાદિના અભ્યાસ દ્વારા વારંવાર નિજ આત્માના સત્તાએ રહેલા શુદ્ધ સ્વરૂપનું સ્મરણ, તસ્વરૂપની પ્રીતિ, સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના, સ્વરૂપ ઓળખાણ માટે તેવા પુસ્તકનું વાંચન, સ્વરૂપ પ્રાપ્તિની તાલાવેલી અને વારંવાર પરમાત્માની સાથે અભેદતાનો અનુભવ કરવા માટે પુરુષાર્થ, પ્રયત્ન, ઉદ્યમ કરવારૂપ આલંબન લેવાથી તેવો મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે, જેથી સદા પરમાં (જડમાં) રમતો ઉપયોગ પરમાત્માનું આલંબન લેવાથી શુભમાં પરોવાય છે ત્યારે તેનો કચરો સાફ થવા માંડે છે, જેથી ઉપયોગ કંઈક શુદ્ધિ તરફ જાય છે, જેને ક્ષયોપશમ કહેવાય છે. તે ક્ષયોપશમની સ્થિરતામાં આત્માની ઝાંખી થાય છે, તેને યોગીઓનું આત્મદર્શન કહે છે.
ઉપયોગ બે પ્રકારે હોય છે. ૧. શુદ્ધ ૨. અશુદ્ધ અશુદ્ધના બે પ્રકારો પડે છે. ૧. શુભ ૨. અશુભ
શુભનું આલંબન લેવાથી ઉપયોગ શુભ બને છે પરંતુ તે શુદ્ધ નથી, શુદ્ધમાં તો કોઈ આલંબન નથી. પણ શુભ તે શુદ્ધમાં નિમિત્ત છે. તેથી અશુભથી બચવા માટે સતત શુભમાં ઉપયોગશીલ રહેવા પ્રયત્ન કરવો, જેથી અશુભ કર્મબંધ અટકે અને ઉપયોગ શુદ્ધિ તરફ વળે.
સાધકનો અંતર્નાદ
130
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org