________________
શક્તિ પણ આવરણ વિનાની શુદ્ધ છે માટે જ તે જ્યોતિ સ્વરૂપે સમગ્ર લોકમાં વ્યાપીને રહેલી છે, જયારે તમે તેનું સ્મરણ કરો ત્યારે ઉપયોગ દ્વારા દર્શન કરી શકાય અને જગતના જીવોના શુદ્ધ આત્મામાંથી પ્રકાશતી તે જયોતિનું મિલન થાય છે ત્યારે સમગ્ર જીવસૃષ્ટિનો ભેદ મટી જાય છે. ત્યારે અનહદ આનંદ અનુભવાય છે. આ શક્તિ એટલે આત્મામાં પ્રકાશવાની શક્તિ. તેજસ્વી ગોળામાંથી નીકળતો પ્રકાશ ચારે બાજુ દૂર દૂર સુધી ફેલાય છે તેમ આ શકિત (જ્યોતિરૂપ) સમગ્ર વિશ્વમાં ફેલાય છે. તે શું કાર્ય કરે છે? જવાબ : તે નિષ્ક્રિય છે, ફકત આત્માનું અસ્તિત્વ બતાવે છે.
આત્મ દ્રવ્ય એવું છે કે આકાશ દ્રવ્યની જેમ શૂન્ય જેવું લાગે છે છતાં તે ચેતનાયુક્ત છે માટે ચૈતન્ય શક્તિ ધરાવે છે તે શક્તિથી તેનું અસ્તિત્વ અરૂપી છતાં સહુ કોઈ અનુભવી શકે છે, આ તેની વિશિષ્ટ શક્તિ છે. માટે જ આત્માના અનુભવ માટે નિરંતર સમગ્ર વિશ્વમાં વ્યાપી રહેલો તેનો પ્રકાશ, જયોતિ, ચૈતન્ય શક્તિ તેને ઉપયોગમાં ધારણ કરો અર્થાતુ, તે શક્તિમાં ઉપયોગને સ્થિર કરો. અને આત્માનું ચૈતન્ય અનુભવો. તે અરૂપી છે તેથી આપણે તેને ઈન્દ્રિયો દ્વારા ન જોઈ શકીએ પણ ઉપયોગનું તેમાં સ્થાપન કરો. તે નિરંતર વિશ્વમાં પ્રકાશી રહી છે. આપણા જ આત્માની તે જ્યોતિ છે. તેમાં સ્થિર થાઓ. વિશ્વમાં પ્રસરેલું તે આત્મ તેજ પછી અલગ વ્યક્તિત્વ ધરાવતું નથી જેમ એક ઓરડામાં પ્રસરેલો હજારો દીપકનો પ્રકાશ. તે એક જ પ્રકાશરૂપે કાર્ય કરે છે, અર્થાતુ, અલગ પ્રકાશ ભાસતો નથી. તેમ આત્મ જયોતિમાં અનંત આત્માઓની જ્યોતિ મળી ગઈ છે. તે એક સ્વરૂપમાં રહેલી છે, નિરંતર વિશ્વમાં પ્રકાશી રહી છે તેને ઉપયોગ દ્વારા જુઓ. તે જ આત્માનું શક્તિ સ્વરૂપ છે. તે સ્વનું જ રૂપ છે. તેને અનુભવો. ૧૦. ચેતન્યશક્તિ એ શું છે ?
કા.શુ. ૧૧, સં. ૨૦૫૦ તે ચૈતન્ય શક્તિ એ આત્માનું વીર્ય છે. તે શક્તિ જ આત્માને જીવાડે છે. જ્ઞાન ગુણ છે. ચૈતન્ય શક્તિ છે. ગુણ એટલે સ્વભાવ. જ્ઞાન ગુણ તે સ્વભાવ હોવાથી આત્માનું (સ્વનું) હોવાપણું (ભાવઅસ્તિત્વ) બતાવે છે. ચેતન્ય શક્તિ આત્માને જીવાડે છે. તે જ આત્માનું જીવંત સ્વરૂપ છે. જ્ઞાન એ પણ આત્માનું સ્વરૂપ છે. માટે જ તેને શાન સ્વરૂપ કહેવાય છે. ચૈતન્ય પણ આત્માનું સ્વરૂપ છે માટે જ તેને શક્તિ સ્વરૂપ કહેવાય છે. તે શક્તિનું કાર્ય આત્માને જીવાડવાનું છે. જ્ઞાનનું કાર્ય આત્માને જાણવાની શકિત આપવાનું છે. આ પ્રમાણે જ્ઞાન અને શકિતમાં તફાવત છે છતાં ચૈતન્ય શક્તિ દરેક ગુણોમાં વ્યાપક છે. જેમ ઈન્દ્રિયોનું કાર્ય-આંખ જોવાનું કાર્ય કરે છે. કાન સાંભળવાનું કાર્ય કરે છે પણ તે દરેક ઈન્દ્રિયોમાં પ્રાણ (જીવન શક્તિ) વ્યાપક છે. જો તે ન હોય તો તે બધી ઈન્દ્રિયો કાર્ય કરતી અટકી જાય છે તેમ આત્મા ચેતન્ય શકિતના પ્રભાવે જ જાણવા વિગેરે કાર્યો કરી શકે છે. માટે જેમ ઈન્દ્રિયો જોવા, સાંભળવા માટે સાધનરૂપ છે તેમ જ્ઞાન પણ આત્માને જાણવા માટેનું સાધન છે. છતાં ઈન્દ્રિયોની જેમ તે આત્માથી ભિન્ન નથી. જ્ઞાન આત્માથી કદી ભિન્ન રહેતું નથી કારણ કે તે તેનું સ્વરૂપ
સાધકનો અંતર્નાદ
124
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org