________________
બાંધતાં “સકલ સત્ત્વહિતાશયરૂપ અમૃતપરિણામ એવ સાધુધર્મ:” આ અમૃત પરિણામવાળા બધા જીવો થાઓ એ ભાવના ભાવવી. જગતના જીવોના સુખની ઈચ્છા પ્રગટી હોય તો તે જીવોનું કલ્યાણ ઈચ્છવું. તે જીવોનું કલ્યાણ થાય તે માટે તેઓ પરહિતમાં રક્ત બને એવું ઈચ્છવું. કેમકે પરહિત વિના
સ્વ કલ્યાણ થતું નથી. જેમ બીજા જીવો માટે આ ભાવના ભાવવાની છે તેમ આપણે પણ સમજવાનું કે પરનું હિત કર્યા વિના સ્વ કલ્યાણ થવાનું નથી, માટે બીજાનું ભલું કરવું. ૧૩. દોષા: પ્રયાંતુ નાશમ્
આ.શુ. ૫, સં. ૨૦૪૯ સર્વ જીવોના દોષો નાશ પામો. પરહિતમાં રક્ત થવા માટે દોષોનો નાશ થવો જરૂરી છે. જો જીવને સુખી થવું હોય તો બીજાનું ભલું ઈચ્છવું જોઈએ. બીજાઓ પરહિતમાં રક્ત બને અને તેઓના દોષો નાશ પામે તેવું ઈચ્છવું જોઈએ. આ ઈચ્છવાથી બીજાનું સુખ ઈચ્છવું અને બીજાના સુખની ભાવનાથી આપણે સુખી થઈએ.
દોષોનો અભાવ ઈચ્છવો એટલે ગુણનો પોષ ઈચ્છવો. ગુણોની પુષ્ટિ મોક્ષ સુધીનાં સર્વ સુખ પ્રાપ્ત કરાવે છે. આ લોક અને પરલોક-ઉભયલોકના સુખ દોષના અભાવથી પ્રાપ્ત થાય છે.
અનાદિ કાળની ભૂલથી જીવે દોષોનો સંગ્રહ જ કર્યો છે અને તેનાથી ભવોની પરંપરા વૃદ્ધિ પામી છે. વળી દુઃખનું ભાજન પણ આ કારણે જ બન્યો છે. માટે દરેક જીવોના દોષો નાશ પામો જેથી સુખ પામી શકે. એ ભાવના ભાવવી જોઈએ.
૧૪. સર્વત્ર સુખી ભવતુ લોકઃ લોક એટલે જગત. જગત એટલે જગતમાં રહેલા જીવો સર્વત્ર-સર્વ ઠેકાણે સુખી થાઓ. જયાં જે સ્થળે હોય તે સ્થાને અર્થાતું, ગમે તે ભવમાં હોય તે સર્વ સુખી થાઓ.
સુખ માટે દોષોનો અભાવ જોઈએ, પરોપકાર જોઈએ અને બીજાનું ભલું ઈચ્છવું જોઈએ. ભલું ઈચ્છવા માટે મનની વિશાળતા, ઉદારતા જોઈએ. પરોપકાર માટે ત્રણે યોગ-મન, વચન, કાયાનો પુરુષાર્થ, ઉદ્યમ જોઈએ અને દોષોના નાશ માટે આત્મિક પુરુષાર્થ જોઈએ. આ ત્રણેના પુરુષાર્થથી જ સુખ સાધ્ય છે. સુખ અહીં ભૌતિક લેવાનું નથી. માનસિક, વાચિક, કાયિક, આત્મિક સુખ જે નિરાબાધ સુખમાં આડે આવનાર ન હોય પણ પરંપરાએ તેને પમાડનાર હોય તે સુખ સૌને મળો. ૧૫. ચેતન્ય સાથે અભેદ સાધના માટે પ્રથમ પ્રયોગ,
આ.શુ. ૭, સં. ૨૦૪૯ પ્રાથમિક ભૂમિકામાં કલ્પનાથી ચૈતન્ય સાથે અભેદ થવાનો પ્રયોગ સરળ હોય છે, તે આ પ્રમાણે :
હૃદયમાં “અહમ્ ની આકૃતિ કલ્પવી. તેને પ્રકાશનાં કિરણોથી યુક્ત જોવો. તે પ્રકાશ હૃદયમાં ફેલાય છે. ત્યાંથી વિસ્તાર પામતો પામતો આખા વિશ્વમાં તે પ્રકાશ ફેલાય છે. તે પ્રકાશ એ શું છે ?
સાધકનો અંતર્નાદ
118
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org