________________
આકાશ (ખાલી જગ્યા) રૂપે જોવો અને તેમાં ચૈતન્ય શક્તિ ફેલાયેલી છે અને આપણા દેહમાં અંદર નજર કરીએ છીએ તે પણ દેહના માધ્યમને છોડી દેવાથી આકાશ જેવી ચૈતન્યશક્તિ જ બાકી રહી છે જગતમાં ફેલાયેલી શકિતમાં ભળી જાય છે. ત્યારે એકતાનો આનંદ ઉભરાય છે. આ ચૈતન્યથી અભેદ સાધનાનો પ્રયોગ છે તે અનુભવો. ૧૧. શિવમસ્તુ સર્વજગતઃ
આ.શુ. ૨ શિવમ્ અસ્તુ સર્વ જગત : સહુનું કલ્યાણ થાઓ.
સહુનું ભલું થાઓ.
સહુનું સારું - શુભ થાઓ. આ એક હૃદયની શુભ ભાવના છે. જયારે હૃદયમાં સ્વ સિવાય બીજા જીવોનું પણ સ્થાન હોય તો આવી ભાવનાની ઊર્મિઓ ઉછળે છે પણ સ્વના કોચલામાં જ પૂરાઈ ગયો હોય તેને બીજાનો વિચાર નથી હોતો.
આપણે આપણા હૃદયમાં બીજા જીવોને સ્થાન આપીએ છીએ પણ તે કયા ભાવથી હૃદયમાં સ્થાપિત કરાયા છે તે શોધવું જોઈએ. રાગ અને દ્વેષ એ બંનેના ઉદયથી આપેલું બીજા જીવોને સ્થાન, તે આરૌદ્ર ધ્યાનમાં પણ લઈ જાય છે. માટે તે સિવાય ત્રીજા એક ભાવથી જીવોને હૃદયમાં સ્થાપિત કરવા જોઈએ. રાગ એ સ્નેહનું કારણ છે. વૈષ એ વિસ્નેહી બનાવે છે. સ્નેહમાં ચીકાશ છે તેનું નામ લાગણી છે. વિસ્નેહમાં શુષ્કતા છે. સ્નેહ એ રાગ છે તે પણ આર્તધ્યાનનું કારણ છે. કારણ કે આ રાગમાં લાગણી છે ત્યાં માંગણી રહેલી છે. માંગણી છે ત્યાં સ્વાર્થ છે. સ્વાર્થ પૂર્ણ ન થાય ત્યારે એજ રાગ-લાગણી દ્વેષમાં પરિણમી જાય છે.
માટે રાગ અને દ્વેષ એ બન્ને ભાવ સિવાય જે ત્રીજો ભાવ છે તેનું નામ સ્નેહભાવ છે. જયાં લાગણી છે, પણ માંગણી નથી. નિઃસ્વાર્થ લાગણી છે. એ જીવો પ્રત્યે કોઈ પણ સંબંધ કે સ્વાર્થ ન હોય તો પણ તે લાગણી જન્મે છે. સ્નેહભાવ એ એક શુભ ભાવ છે. એ એક જીવની લાયકાતમાંથી પ્રગટે છે, એ સંપૂર્ણ ટોચનો ભાવ તીર્થકરપદની લાયકાત ધરાવતા આત્માને જ થાય છે. જે જીવોને પરાર્થવ્યસન હોય છે. જગતના સમગ્ર જીવોને હૃદયમાં સ્થાપિત કરવા અને સ્વાર્થનું ઉપસર્જન (ગૌણ) કરવું એ સામાન્ય વાત નથી. એ માટે અનેક ભવોની સાધના જોઈએ.
તેની શરૂઆત દાનથી થાય છે, જેને પરોપકાર કહેવાય છે, પાત્ર ભેદે તે દાન અનેક રીતે અપાય છે. તેમાં ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી આપવું એ વિગેરે નવ પ્રકાર જે પુણ્ય બંધના કારણ છે. તેને પરોપકાર કહેવાય છે. તે દયાના ભાવથી થાય છે સુપાત્રમાં દાન આપવું તેને સત્કાર્ય કહેવાય છે. જે ગુણના રાગથી થાય છે.
પરમાત્માને અર્પણ કરવું તેને સન્માન કહેવાય છે. જે ગુણ પ્રાપ્તિના ભાવથી થાય છે. આ રીતે બીજા માટે કરવામાં સ્વાર્થ ઘટે છે, અને પરમાર્થભાવ જાગે છે. સાધકનો અંતર્નાદ
116
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org