________________
કહેવાય છે. તે જયાં રહે છે તે સ્થાનને મુક્તિનું સ્થાન કહે છે. તે આત્મા કલ્યાણ સ્વરૂપ હોવાથી તેને શિવ પણ કહેવાય છે. શિવ એટલે મુક્તાત્મા. તે સ્થાનને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. કેમકે કલ્પવૃક્ષ ઈચ્છિત આપે છે. આ શિવનું સ્થાન આત્માનું ઈચ્છિત, જે અનાદિ કાળથી ઝંખના કરાતું સુખ છે તે જ છે. તે સુખ પ્રાપ્તિનું કંદ જે કંદના આધારે આત્માનું સ્વાભાવિક સ્થિરસુખ પ્રાપ્ત થાય છે તે છે પરમાત્મા, પરમાત્માના આલંબન સિવાય કદી મુક્તિ થતી નથી. પછી તે આલંબન પરમાત્માના દેહનું હોય, તેમની વાણીનું હોય કે તેમના ગુણોનું હોય. અનુક્રમે પરંપરાએ પણ તે જ મુક્તિનું કારણ બને છે. માટે નિમિત્ત કારણ પરમાત્માને પ્રથમ ઓળખો, પછી પ્રીતિ કરો, પછી ભજો, પછી ઉપાસના એવી કરો કે એક ક્ષણ પણ વિરહ ન રહે. પછી એવી નિકટતા પ્રાપ્ત કરો કે એક આકાશ પ્રદેશ જેટલું પણ અંતર ન રહે. આવું કયારે બને ? અભેદ ઉપાસનામાં. અભેદ ઉપાસનામાં ક્ષેમ અને કાળનું અંતર રહેતું નથી. તેથી પરમાત્મા એક ક્ષણ પણ અળગા નહીં અને એક પ્રદેશ પણ દૂર નહિ. આ ઉપાસના માટે પૂર્વ પૂર્વની સાધનાની ખૂબ જરૂર છે.
ન
આ પરમાત્મા કોણ છે ? ઓળખ્યા ? અનંત ગુણથી યુક્ત. આત્મસાધનામાં કેવળ દેહની આકૃતિની તેમના સગા સંબંધીથી, તેમના કળા કૌશલ્યથી, ચતુરાઈથી, વ્યવહારથી ઓળખાણ ન ચાલે. આ બધી ઓળખાણ પણ તેમના નિર્મળ ગુણોને ઓળખવા માટે ભલે મેળવીએ, પણ જો ગુણની ઓળખાણ સિવાયની માત્ર શરીરાદિના વર્ણ આકૃતિથી ઓળખાણ દેહની પ્રીતિ પણ સાચી નહિ પ્રગટાવે, આત્મ સાધનામાં ઉપયોગી નીવડે તેવી નહિ બને. કારણ કે આલંબન આપણા આત્મ ગુણોને પ્રગટાવવા લેવાનું છે. હા, જો પરમાત્માના દેહની, નામની પણ પ્રીતિ સાચી પ્રગટશે તો પણ નિષ્ફળ નથી. અનાદિ કાળથી જીવને પોતાના રૂપ અને નામનો મોહ છે. તે જો પરમાત્માના નામ અને રૂપમાં ચિત્ત લાગી જાય તો ઉતરે, અને પરમાત્માના નામ અને રૂપના મોહથી તેમનામાં રહેલા ગુણો પર પ્રીતિ જાગે. તે જાગવાથી આત્મામાં રહેલા દોષો પર અરુચિ પેદા થાય. તેને દૂર કરવા ઉદ્યમવંત જીવ બને, અને ગુણો પ્રગટાવવામાં સફળ બને.
૧૦. ચૈતન્યશક્તિનું દર્શન
આ.શુ. ૧, સં. ૨૦૪૯ ચૈતન્ય શક્તિ એ શું છે ? જીવની એક શક્તિ છે. દરેક જીવાત્મામાં તે શક્તિ એક જ સ્વરૂપે રહેલી છે. જયાં ચૈતન્ય નથી તે જીવ નથી. જીવ ચૈતન્યથી જ ઓળખાય છે. પરંતુ તે જીવાત્મામાં શક્તિરૂપે રહેલી છે. તેનો અર્થ એવો નથી કે જીવાત્મા તેનો આધાર છે અને ચૈતન્યશક્તિ આધેયરૂપે છે. ચૈતન્યશક્તિ સ્વરૂપ જીવાત્મા છે, તે બંને અભેદ છે. જીવ વ્યક્તિરૂપે જીવાત્મા તરીકે ઓળખાય છે જીવ જ શક્તિરૂપે ચૈતન્ય તરીકે ઓળખાય છે. વ્યક્તિથી જીવ બીજા જીવથી ભિન્ન છે. શક્તિથી અનંત જીવો એક છે, કારણ કે આ એક જ શક્તિ દરેક જીવાત્મામાં ચૈતન્યરૂપે રહેલી છે. માટે જ ‘‘ઊત્તે ગાયા’” સૂત્રથી આત્મા ચૈતન્યથી એક છે, આત્મા વ્યકિતરૂપે અનંત છે. દરેક આત્માના ગુણોની
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
114
www.jainelibrary.org