________________
રાગ દ્વેષ રૂપી ચીકાશ (સહજમલ)થી કર્મનું ચોંટવું ચાલુ છે. પરંતુ ચેતન પરાધીનપણે કર્મને આ રીતે ગ્રહણ કરી ક્ષીરનીરની જેમ તેની સાથે એક મેકની જેમ રહે છે અને તેના કારણે તેના વિપાકને ભોગવતો સુખાભાસ દુ:ખાભાસ, અનુભવે છે. જેમ સહજમલના કારણે કર્મનું યુજનકરણ થાય છે ચેતનની તેવી યોગ્યતાના કારણે, તેમ તથાભવ્યત્વના કારણે કર્મનું વિલીનીકરણ પણ થાય છે તે પણ ચેતનની તેવી યોગ્યતાના કારણે. માટે જેમ સહજમલના કારણે જીવની કર્મબંધન યોગ્યતાથી અશુદ્ધતા છે તેમ તથાભવ્યત્વના પરિપાકના કારણે જીવની કર્મ મુક્ત થવાની યોગ્યતાથી શુદ્ધતા છે. આ એક સામાન્ય-ઓઘે જીવની પરિસ્થિતિ બતાવી. પરંતુ આ વસ્તુનો વિસ્તાર શાસ્ત્રમાં ઘણો છે. કારણ કે જીવની પરિસ્થિતિ ઓળખ્યા વિના તેની સારભૂત અવસ્થાનું સંશોધન ક્લિષ્ટકારી છે. માટે વિસ્તારથી શાસ્ત્રમાંથી તેની ઓળખ કરી જીવની અશુદ્ધતાથી મુક્ત થઈ શુદ્ધતા કેવી રીતે પ્રગટાવવી તે સમજવું ખૂબ જરૂરી છે.
પ્રથમ અશુદ્ધતા - જીવની વિકારીદશા ઓળખી, તેને ટાળી નિર્વિકારી દશા પ્રગટાવવા પ્રયત્ન
કરવો.
૮. સારભૂત વસ્તુ પ્રાપ્ત કરવાની ચાવી - ઉપાય સહજમલ દૂર થાય ત્યારે શુદ્ધતા પ્રગટ થાય. જેમ ટાઈફોઈડના દર્દીને પેટમાં જામેલા મલ પાકે ત્યારે શરીરની શુદ્ધિ થાય છે તેમ આપણા આત્મા ઉપર લાગેલો સહજમલ પાકે ત્યારે આત્માની શુદ્ધિ થાય છે. ટાયફોઈડના દર્દીને મલ પકવવા જેમ મુદત નક્કી હોય છે તેમ સહજમલ પણ તેની મુદત પાકે છે. માટે જ તથાભવ્યત્વનો પરિપાક તેનું નિમિત્ત બને છે ત્યારે સહજમલ આત્મા ઉપરથી ખરી પડે છે અને પોતાના શુદ્ધ-નિર્મળ સ્વરૂપને પ્રગટ કરે છે. સહજમલ જયાં સુધી ચોટેલો છે ત્યાં સુધી કર્મરજ આત્માને તેની ચીકાશને લીધે ચોંટે છે. કેમકે સહજમલ તે જ રાગ દ્વેષરૂપ ચીકાશ છે. આપણો પુરુષાર્થ મુકિત મેળવવા માટેનો વ્યર્થ છે? ના, કેમકે સહજમલ પાકે તે તો મુદત (કાળ) ને આધીન છે પરંતુ તથાભવ્યત્વને પકવવા માટે શાસ્ત્રકારે ત્રણ ઉપાયો બતાવ્યા છે. તે ઉપાયોને આદરવારૂપ પુરુષાર્થ આપણને મુકિત મેળવી આપશે, કારણ કે પંચસૂત્રમાં કહ્યું છે કે “ટ ,
viણું નીવપ્ન મળે, સારું ઇમ બંગા નિદાત્તી' જીવ અનાદિ કાળથી છે જીવનું સંસારમાં પરિભ્રમણ અનાદિકાળથી છે. કારણ કે અનાદિ કાળથી કર્મ સાથે જોડાયેલો છે.
કદાચ એમ પ્રશ્ન થાય કે ભલે જીવને સંસાર અને કર્મનું જોડાણ અનાદિનું હોય તો શું વાંધો છે? તો જવાબ આપે છે કે વાંધો બીજો કાંઈ નથી પણ જીવનો જે સંસાર અર્થાતુ, જીવનું એક ગતિમાંથી બીજી ગતિમાં સંસરણ તે સુખ આપનારું નથી. તે સંસારનું (જીવનું પરિભ્રમણ) સ્વરૂપ ભયાનક છે અર્થાતું, કેવળ દુઃખરૂપ છે. તેમાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. કેવળ દુઃખ ભોગવી લઈશું? પછી તો મુક્તિ (દુ:ખથી) મળશેને ? જવાબ-ના. દુઃખ ભોગવો પછી તેનું ફળ પણ દુઃખ જ છે. તેનું ફળ પણ ભોગવી લઈશું પછી તો દુઃખ મુક્તિ થશેને ? અને સુખ મળશેને ? જવાબ-ના. આ સંસાર કેવળ
સાધકનો અંતર્નાદ
112
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org