________________
પ્રાપ્તિ (સ્વ સંપત્તિ) આગવી છે, માટે તેનો ભોગ તે પોતે જ કરે છે. આનંદ પણ પ્રત્યેક આત્મા પોત પોતાના ગુણ સંપત્તિના ભોગથી આનંદ ભોગવે છે - સુખ ભોગવે છે. પરંતુ દરેક આત્મામાં ચૈતન્યશક્તિ રહેલી છે તેમાં તરતમાતા કે ભિન્નતા નથી.
જીવો સાથે અભેદ સાધવો હોય - એકતા અનુભવવી હોય તો તે આ ચૈતન્યશક્તિ દ્વારા અનુભવી શકાય. કારણ કે ચૈતન્યથી તે એક છે. જે વસ્તુનું અસ્તિત્વ હોય તેનો જ અનુભવ થઈ શકે. દરેક આત્મામાં ગુણો (જ્ઞાનાદિ) એક સરખા છે, પરંતુ તે સ્વ આત્મામાં પ્રગટે ત્યારે તે પોતે જ અનુભવી શકે – ભોગવી શકે. ગુણો કર્મ ક્ષયથી જે પ્રગટે છે તેમાં તરતમતા નથી. તે એક સરખા જ હોય છે. જે ગુણોનું સરખાપણું છે તે જ તેની ચૈતન્યશક્તિના કારણે છે. તે ચૈતન્યશક્તિ સમગ્ર વિશ્વમાં વ્યાપીને રહેલી છે. તેનાં દર્શન વિશ્વવ્યાપી ચૈતન્યમાં ચિત્તને સ્થિર કરવાથી થાય છે.
દરેક આત્માના ગુણોનું સમત્વ નિશ્ચયથી છે. વ્યવહારથી તો ક્ષયોપશમ પ્રમાણે ભિન્નતા અનુભવાય છે, માટે ચૈતન્યનું દર્શન સાધકને નિશ્ચયથી સરાએ શુદ્ધ એવા આત્માની ગવેષણામાં થઈ શકે. તેના માટે એક પ્રયોગ છે જે પ્રયોગથી આત્માની એકતાનાં (ચેતન્યનાં દર્શન થઈ શકે.
પ્રયોગ ચૈતન્ય શક્તિ દ્વારા આત્માનો આત્મા સાથે અભેદ સાધવા પ્રયોગ નીચે પ્રમાણે.
આપણે મેરુ પર્વતના શિખર પર બેઠા છીએ. ત્યાંથી ચારે બાજુ કેવળ ખાલી જગ્યા (આકાશ) જ દેખાય છે પણ તે ખાલી નથી, પણ ચૈતન્યથી ભરેલું છે. કેમકે જેમ પાણીમાં તેલનું ટીપું ફેલાયેલું હોય છે તેમાં ક્યાંય જગ્યા નથી હોતી, તેમ સમગ્ર વિશ્વમાં ચૈતન્ય વ્યાપક છે તે અરૂપી છે તેનાં દર્શન ચક્ષુદ્વારા અથવા મનથી કલ્પના દ્વારા થઈ શકતાં નથી. અરૂપીનાં દર્શન અરૂપી એવા જ્ઞાન દ્વારા (ઉપયોગ દ્વારા) થઈ શકે છે. માટે મેરુ પર્વતના શિખર જેવા ઊંચા સ્થાનેથી આકાશનાં જ દર્શન થાય. તેમાં બીજી કોઈ વસ્તુ વચ્ચે આડખીલી (આડી) રૂપે આવતી નથી. તો ખાલી જગ્યામાં ઉપયોગ સ્થિર કરવો અને તે ચૈતન્યશક્તિથી ભરેલું જગત છે તેમ જોવું. આ દેહમાં પુરાયેલો હું રૂપ એવા દેહથી પર થઈ ગયેલો ચેતન્ય શક્તિથી તેમાં ભળી ગયો. પોતાનું અલગ વ્યક્તિત્વ છૂટી ગયું. તે સમયે એકતાના અનુભવમાં આનંદની ઊર્મિઓ વહેવા લાગે છે.
વ્યવહારમાં પણ છૂટા પડી ગયેલાને જયારે પોતાનાં સ્વજનાદિ મળે છે ત્યારે આનંદ આનંદ થઈ જાય છે. જયારે આમાં નિશ્ચયથી, કર્મની આધીનતાથી પોતાના સજાતીય બંધુઓથી છૂટો પડી ગયેલો આત્મા ચૈતન્યશક્તિના માધ્યમ દ્વારા જયારે ઐક્ય સાધે છે અથવા તે ચેતન્યરૂપી વિશ્વવ્યાપી મહાસાગરમાં પોતાના બિંદુરૂપ અલગ પડી ગયેલા આત્માને ભેળવી દે, અર્થાત્, ચૈતન્ય મહાસાગરમાં ડૂબકી મારીને સ્થિર થાય ત્યારે આનંદ અનુભવે છે.
આ સાધનાના પ્રયોગમાં શરૂઆતમાં હૃદયમાં “અહંમ્' આ આકૃતિ સ્થાપિત કરી તેનું ધ્યાન કરવું, અર્થાત્, તે આકૃતિમાં ચિત્ત સ્થિર કરવું. તે “અહમ્' માંથી પ્રકાશ નીકળે છે તે આર્પત્ય શક્તિ (ચૈતન્યશક્તિ) છે તે ફેલાતો ફેલાતો વિશ્વવ્યાપી બને છે તે પ્રકાશને, જયારે વિશ્વ વ્યાપી બને છે ત્યારે સાધકનો અંતર્નાદ
115
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org