________________
ચૂકે છે. એ જ તેનું અનાદિનું આવૃત્ત સ્વરૂપ છે. એક વાર તે સ્વભાવમાં સ્થિર થાય અને નિજ સ્વરૂપમાં સ્થિતિ કરે પછી તેની શુદ્ધતા બદલાતી નથી, સદા નિજ સ્વભાવમાં જ રમે છે. સ્વભાવનો બીજો અર્થ ગુણ. તેના પર આવરણ આવે છે માટે જ આ સંસાર છે તેમાં પરિભ્રમણ છે. તેનાથી મુકત થવા આવરણ ખસેડવાની જ પ્રક્રિયા તે પરિભ્રમણ દરમ્યાન કરવાની છે.
ચૈતન્ય શક્તિ એ તો શુદ્ધ જ છે. જગતમાં વ્યાપીને રહેલી છે, તે તેની શુદ્ધતાને લીધે. આકાશ વિગેરે નિર્મળ છે તેમાં કોઈ મલિનતા નથી માટે તેના વ્યાણને કોઈ અટકાવી શકતું નથી. તેમ આપણા આત્મામાં રહેલી ચૈતન્ય શક્તિ શુદ્ધ છે અને વ્યાપક જ છે પણ ચૈતન્ય શક્તિના ધ્યાનમાં તો વ્યાપેલી ચૈતન્ય શક્તિને ઉપયોગ દ્વારા જોવાની છે. ચૈતન્ય શક્તિ આપણા આત્મામાં રહેલી છે, તે ભિન્ન નથી, અભિન્ન જ છે પરંતુ આપણું અલગ વ્યક્તિત્વ આપણા ચિત્તમાં આત્માની સ્વતંત્રતાના કારણે સ્થિર થયેલું છે. તેથી ચૈતન્ય શક્તિની અભેદતાને ભૂલી ગયા છીએ તેને સ્મરવાની છે. તેના સ્મરણથી શુદ્ધ એવી ચૈતન્યશક્તિનું-આત્માના શાયકભાવનું દર્શન થાય અને તેમાં સ્થિરતા થાય જેથી પોતાના શુદ્ધ સ્વરૂપને-સ્વભાવને જે સત્તામાં રહેલો છે તેમાં તન્મય થઈ શકાય, જેથી સ્વ-રૂપની ઝાંખી થાય.
શુદ્ધ સ્વભાવ-વર્તમાનમાં સત્તામાં છે પણ પ્રગટ નથી.
શુદ્ધ ચૈતન્યશક્તિ વર્તમાનમાં પણ પ્રગટ છે પણ અનુભવાતી નથી. કારણકે આત્મા વિભાવમાં પડેલો છે, પરભાવમાં રમે છે. તે રમણતાથી પાછા ફરવા માટે જે ચૈતન્ય શક્તિ અભેદ જ છે છતાં ભેદરૂપે આત્માની વિભાવ દશાના કારણે અનુભવાય છે તે ભેદને તોડવા માટે ચૈતન્ય શક્તિનાં વ્યાપક રૂપે દર્શન કરી તેમાં ચૈતન્યશક્તિથી મળી જવું.
જે શુદ્ધ છે તેનું મિલન થઈ શકે છે. માટે ચૈતન્ય શક્તિનો અભેદ સાધી જગતમાં વ્યાપ્ય ચૈતન્ય શકિત (જે શુદ્ધ જ છે) માં આપણા આત્મામાં રહેલી ચૈતન્ય શક્તિ (જે શુદ્ધ જ છે)નું મિલન કરવું. શુદ્ધનું શુદ્ધની સાથે મિલન થઈ શકે છે. માટે ચૈતન્યશક્તિના અભેદ મિલનમાં શુદ્ધ આનંદ પણ (આત્માનંદ) અનુભવી શકાય છે.
પરમાત્માની સાથે અભેદ મિલનમાં પણ પરમાત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ છે. તેની સાથે આપણો અશુદ્ધ સ્વભાવ (પરભાવમાં ગયેલો)માં પડેલો આત્મા મળી શકતો નથી. માટે આપણે પરમાત્માના ધ્યાનમાં અભેદ મિલનની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પણ પરભાવને વિસરી, સત્તાએ શુદ્ધ એવા નિજ સ્વભાવને સ્મરી તેને પરમાત્માના શુદ્ધ સ્વભાવ સાથે મેળવી, એકતાનો આનંદ અનુભવીએ છીએ. આ આનંદને મેળવવા વારંવાર આત્માના શુદ્ધ સ્વભાવનું સ્મરણ કરી પરભાવથી દૂર રહેવું એ રીતે પરમાવના વિસરવાથી શુદ્ધ સ્વભાવનો રસ-પ્રીતિ પ્રગટ થાય અને પરમાત્માના આલંબનથી પોતાના સ્વભાવને જુએ, દર્શન કરે.
સાધકનો અંતર્નાદ
120
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org