________________
ધર્માસ્તિકાયની શક્તિ જયારે જીવ અને પુગલ ગતિ કરે છે ત્યારે અનુભવાય છે કે ધર્માસ્તિકાયની અહીં સત્તા છે, હાજરી છે. તે રીતે અધર્મ, આકાશ વગેરેની શક્તિ તે તે વ્યક્તિમાં હાજરી બતાવે છે. પુલની શકિત પણ તે તે જડ પદાર્થની વ્યક્તિમાં અદેશ્યરૂપે હાજર હોય છે.
હવે ચેતન માટે વિચારીએ.
ધર્માસ્તિકાયાદિ ચૌદ રાજલોકમાં વ્યાપક છે. તેમ પુદ્ગલ અને જીવ ચૌદ રાજલોકમાં વ્યાપક છે. ધમસ્તિકાય જેમ અખંડ, એક, દ્રવ્યરૂપે, સત્તારૂપે, શકિતરૂપે છે તેમ પુદ્ગલ અને જીવ પણ એક અખંડ દ્રવ્યરૂપે, સત્તારૂપે, શકિતરૂપે છે. ભિન્નતા જે દેખાય છે તે વ્યક્તિની છે.
હવે ચેતન એક કેવી રીતે પ્રતીત થાય? જેમ આકાશ ચૌદે રાજમાં છે તેમ ચૈતન્ય એ શક્તિરૂપે ચૌદે રાજમાં છે.
શક્તિ-જડ શક્તિ કે ચૈતન્યશક્તિ હોય ! શક્તિનો સ્વભાવ વ્યાપવાનો છે તેથી તે વ્યાપીને રહે છે. તે જયારે વ્યક્તિરૂપે પ્રગટ થાય છે ત્યારે દેશ્ય બને છે.
મનુષ્ય આદિ વ્યક્તિથી શક્તિ છે. (આ કૃત્રિમ પર્યાય છે તેથી) એમ ચક્ષુથી પણ પ્રતીત થાય છે. વ્યક્તિ એ શક્તિને બતાવે છે. અર્થાતુ, વ્યક્તિમાં હું આત્મા છું એમ શક્તિ બતાવે છે. જો તે ન હોય તો વ્યકિત જ ન હોય. માટે શક્તિ હોય ત્યાં વ્યક્તિ હોય અને વ્યક્તિ હોય ત્યાં શક્તિ હોય જ. જો જડ વ્યક્તિ હોય તો જડ શક્તિ હોય, ચેતન વ્યક્તિ હોય તો ચૈતન્ય શક્તિ હોય.
ચૈતન્ય શકિત જ્ઞાનની ઉબોધક છે, જડ શક્તિ જડત્વની ઉબોધક છે.
દ્રવ્ય અને પર્યાય સાથે જ રહે છે. પર્યાય હોય ત્યાં દ્રવ્ય હોય જ. અને દ્રવ્ય હોય ત્યાં પર્યાય હોય જ. શક્તિ અવિનાભાવી વ્યક્તિ છે અને વ્યક્તિ અવિનાભાવી શક્તિ છે.
પરંતુ ચેતન દ્રવ્યમાં એ ભેદ છે કે વ્યક્તિરૂપ પ્રગટ પર્યાય કેવળ કર્મકૃત છે, તેથી તેનો અંતનાશ થાય છે અને જે સહજ છે તે પ્રગટ થાય છે પણ વ્યક્તિરૂપે દશ્ય નથી. પરંતુ પર્યાય નામથી ઓળખાય છે.
કર્મના નાશથી કેવળ દ્રવ્ય-સત્તા-શક્તિરૂપે છે. વ્યક્તિનો અંત આવે છે તે દ્રવ્યને શુદ્ધ કહેવાય છે. મલિનતા નાશ પામવાથી વ્યક્તિરૂપે જે સ્વાંગ ધારણ કર્યો હતો તે ઉતારી નાખે છે અને દ્રવ્ય તથા પર્યાય ભિન્ન છતાં બંને એકરૂપે ભાસે છે.
આવી ચૈતન્યશક્તિ આકાશ દ્રવ્યની જેમ નિર્મળ, નિરાકાર અને અખંડ ચૌદ રાજલોક વ્યાપી છે. તેમાં જે વ્યક્તિ છે તેમાં તે શક્તિ વ્યક્તિમાં અનુમાનથી દેશ્ય બને છે.
સાધકનો અંતર્નાદ
33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org