________________
વિરસ થયો હતો તે રસ હવે તૂટી જાય છે અને આત્માનંદની લહેર ઝંખે છે. વારંવાર ચિત્ત તે રસથી પાછું વળી આત્માના સમાધિ કુંડમાં ડોકિયું કરે છે.
માટે જ યમ, નિયમ, સંયમનાં બધાં અનુષ્ઠાનોને યોગ જ કહ્યો છે. પણ તે અનુષ્ઠાનોને આચરતાં તેનું વિધિવત્ પાલન કરતાં ત્રણે યોગોને બીજાં કાર્યોમાંથી પાછા વાળી તેમાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરીએ તો તે અનુષ્ઠાન યોગરૂપ બને. યોગોને સ્થિર કરવા એટલે તે અનુષ્ઠાનોમાં ચિત્ત, ઉપયોગને જોડતાં ત્રણે યોગો સ્થિર થાય છે. જેટલા પ્રમાણમાં ઉપયોગ સ્થિર, તેટલા પ્રમાણમાં યોગનું કાર્ય અટકી પડે છે.
માટે ઉપયોગ અસ્થિર હોય ત્યાં સુધી પણ તેને શુભ આલંબનો ધરવાં, જેથી તે શુભમાં ફરે અને આલંબનો માટે યોગોની સહાય લેવી. યોગોની સહાયથી ઉપયોગ જોડાય છે. માટે મન-વચન-કાયાને શુભમાં પ્રવર્તાવવા, એમાં સંયમનાં અનુષ્ઠાનોનું પાલન છે. અર્થાતુ, શુભ અનુષ્ઠાનોના પાલનથી યોગોનો શુભમાં પ્રવર્તવાનો અભ્યાસ થાય છે.
યોગોની શુભમાં પ્રવૃત્તિ થવાથી ઉપયોગની મલિનતા દૂર થાય છે અને છેવટે શુદ્ધ બની સ્વાત્મામાં સ્થિર થઈ સહજાનંદનું સુખ અનુભવે છે.
૫. સ્યાદ્વાદ
માં.શુ. ૧૪, ૨૦૪૮, શંખેશ્વર સ્યાદ્વાદ એટલે કોઈ પણ પદાર્થનું કથન કથંચિતું છે એમ કરવું. આ સ્યાદ્વાદ સમન્વય બુદ્ધિમાંથી પ્રગટેલો છે. વાતનો સમન્વય સ્યાદ્વાદથી થાય. આ વસ્તુ આમ જ છે એ પ્રકારના કથનથી વિસંવાદ ઊભો થાય છે. માટે જ આ સ્યાદવાદ આપણા લૌકિક જીવનમાં પણ સંકળાયેલો છે અને દરેક વાત સાપેક્ષતાથી કરીએ તો જ બુદ્ધિમાં ઊતરે છે. માટે સ્યાદ્વાદ દરેક વાતમાં વ્યાપક છે. માટે જડ અને ચેતન તત્ત્વના મૂળ સ્વરૂપને સમજવામાં એનો ઉપયોગ ઊભો થયેલો વ્યવહાર છે તેમાં પણ સ્યાદ્વાદ વ્યાપીને રહેલો છે.
દા.ત. કોઈ કહે કે તમે પિતા છો તો ત્યાં પુત્રની અપેક્ષાએ કહી શકાય, તેમના પિતાની અપેક્ષાએ તે પુત્ર પણ છે. કોઈ કહે તેમ નાના છો તો ત્યાં મોટાની અપેક્ષાએ છે પણ તેના કરતાં જે નાના છે તેની અપેક્ષાએ મોટા છે. આ રીતે ચાલુ વ્યવહારમાં પણ સ્થાવાદ ભાષાનો જ ઉપયોગ અણસમજુ પણ કરે છે. તો બધાય વ્યવહારના જનક જડ, ચેતન પદાર્થો (આત્મા, શરીર, કર્મો, સંસાર, સંબંધો વગેરે) તેને તો સ્યાદ્વાદ દષ્ટિથી આપણે સમજવા જોઈએ, તે દૃષ્ટિથી જોઈને તેની નિત્યતા, અનિત્યતા, સામાન્ય, વિશેષ ધર્મયુક્તતા, અસ્તિનાસ્તિત્વ જાણવા માટે દ્રવ્ય, ગુણ, પર્યાય ઓળખવા જોઈએ અને તે દ્રવ્યાદિમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યતાદિને જાણીને આત્મા ઉપર લાગેલા મિથ્યા મોહનીય આદિની કર્માધીનતાને લીધે પ્રાપ્ત થયેલી મિથ્યાષ્ટિને દૂર કરીને અજ્ઞાન અંધકારને દૂર કરવો જોઈએ. જેથી જડ વસ્તુની અનિત્યતા જાણીને તેની આસકિત તૂટે અને આત્મા રાગ, દ્વેષ અને મોહને આધીન નહિ થતાં જ્ઞાતા, દ્રષ્ટા બની
સાધકનો અંતર્નાદ
73
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org