________________
વ્યવહાર તપ બે પ્રકારે. બાહા અને અત્યંતર.
તેમાં અત્યંતર તપ નિશ્ચય તપની સમીપમાં લઈ જાય છે. નિશ્ચય તપ-આત્મ સ્વરૂપમાં સ્થિરતારૂપ છે. જેમાં સંપૂર્ણ તૃપ્તિ હોવાથી અર્થાતુ, જગતના કોઈ પણ પદાર્થની ઈચ્છા રહી નથી. સકલ ઈચ્છાઓનો વિરામ છે, તેનું નામ નિશ્ચયથી તપ.
આ તપ માટે છ પ્રકારનો અત્યંતર તપ અપ્રમત્તપણે સતત આદરવો જોઈએ અને એ અત્યંતર તપને સાધવા માટે બાહ્ય તપનું સેવન કરવું જોઈએ.
બાહ્ય તપમાં આત્મા અને શરીરની ભિન્નતા અનુભવવાનો અભ્યાસ છે. જેના સેવનથી શરીરની સુખાકારીની ટેવો નષ્ટપ્રાય: થઈ જાય છે. ત્યારે આત્મરુચિ પ્રગટે છે અથવા આત્મ સાધનામાં શરીરનાં કષ્ટો વિદનરૂપ બનતાં નથી. શારીરિક કષ્ટોનાં વિદનોનો જય મોટે ભાગે બાહ્ય તપથી થાય છે. - શરીરનાં કષ્ટો-ભૂખ, તૃષા, બાવીશ પરિષહો, વિગેરે છે. તેને અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગથી સહવાનો અભ્યાસ થાય છે. કાયકલેશ સંલીનતાથી પરીષદો, રોગો વિગેરેનાં કષ્ટો સહવાનો અભ્યાસ થાય છે.
માટે જ આત્મ સાધના બતાવનાર દરેક ધર્મોમાં તપશ્ચરણ કહ્યું છે, જેથી કષ્ટ સહવાનો અભ્યાસી પોતાના આત્મામાં હેલાઈથી સ્થિરતા પામી શકે છે.
રર. ચમ-નિયમ વ્રત-નિયમ.
જે.શુ. ૧૧, સં. ૨૦૪૮ યમ-નિયમ, વ્રત-નિયમ આ બધામાં આચરણ સુધારવાનું છે. જે આચરણથી પાને-જીવોને પીડા છે તે આચરણ સતું નથી-સારું નથી. એમ ભગવંતે કહ્યું છે. કેમકે પીડા કોઈને ગમતી નથી. જયાં સુધી જીવ યમ-નિયમમાં નથી આવતો ત્યાં સુધી અનિયંત્રિત ઘોડાની જેમ પાંચે ઈન્દ્રિયો, ત્રણે યોગોને છૂટા મૂકવામાં આવે છે તો બીજાને ઘણું નુકસાન કરે છે અને તેથી પોતાનું અહિત થાય છે. સ્વ-પરને બાધા ન પહોંચે તેવું જીવન જીવવું તેથી પોતાનું હિત થાય છે, અને બીજાને પણ હિતકર છે.
માટે પરમાત્માએ જીવે કેવી રીતે વર્તવું તે બતાવ્યું છે. જેને વ્રત કહેવાય છે. વૃત્ ધાતુ ઉપરથી વ્રત શબ્દ બન્યો છે. વર્તન સુધારો તેના માટે ધર્મ બે પ્રકારે બતાવ્યો છે. ૧. સર્વવિરતિ ધર્મ ૨. દેશવિરતિ ધર્મ. એક સાધુ ધર્મ, બીજો શ્રાવક ધર્મ. સર્વ પાપોથી અટકવું તે સાધુ માટે શકય છે. દેશથી પાપોથી અટકવું તે ગૃહસ્થ માટે શકય છે. આ ધર્મ વર્તન સુધર્યા વગર ન થઈ શકે. છૂટી મૂકેલી ઈન્દ્રિયોને દમવી પડે, યોગોને નિયમિત રાખવા જોઈએ. આ ધર્મમાં વર્તન સુધારવાનું છે માટે જ તેને વ્રત કહેવાય છે.
સંપૂર્ણ પાપોના વિરામને મહાવ્રત કહેવાય છે, જે સાધુ કરી શકે. દેશથી એટલે જીવન જરૂરિયાત માટે પાપોની છૂટી રાખી બાકીનાં પાપોનો વિરામ તેને અણુવ્રત કહેવાય છે જેને નિયમમાં આવેલો ગૃહસ્થ કરી શકે. અર્થાતુ, વર્તી શકે. સાધકનો અંતર્નાદ
101
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org