________________
તેનો પ્રારંભ, અભ્યાસરૂપે વ્યવહારથી સમતા રાખવાથી થાય છે. વ્યવહારથી કરાતી સમતાને અભ્યાસ કહેવાય છે. નિશ્ચયથી કરાતી સમતાને પરિણામ કહેવાય છે. ફળ કહેવાય છે.
વ્યવહારથી સમતા એટલે સમાનપણું શું?
પ્રાથમિક ભૂમિકામાં જગતના જીવો અને જડ-અર્થાતું, જડ અને ચેતન. જીવ, અજીવ દ્રવ્યનો શ્રુતાભ્યાસ કરી તેના સ્વરૂપને ઓળખી તે સ્વરૂપ આત્મસાત્ કરવું, ભાવિત કરવું. આ રીતે જડચેતનનો ભેદ સમજીને તેમાં આપણું શું અને પરાયું શું એ વાતને વાગોળવી. તે વાતને ચિત્તમાં સ્થિર કરવી.
વ્યવહારથી બનતા પ્રસંગો (લૌકિક) કેટલાક આપણને ગમતા અને કેટલાક અણગમતા હોય છે તે બન્નેમાં સમતા રાખવી જેથી રાગ-દ્વેષની પરિણતિ ઊભી ન થાય.
સમતાનો અર્થ સમાનપણું. તો ગમતા અણગમતામાં સમાનપણું શું? બન્નેને સમાન ગણવા? ના. જે પદાર્થ ગમતો-સારો છે તેનું સારાપણું નથી એમ તો ન જ કહેવાય. જે અણગમતો છે તેમાં અશુભપણું છે, તે નથી એમ ન કહેવાય. આપણું માનેલું છે તે આપણી દૃષ્ટિએ સાચું છે. પણ જ્ઞાની તે બનેને સમાન જુએ છે માટે તે તેમાં રાગે ય કરતા નથી અને દ્વેષેય કરતા નથી કારણ કે તે મૂળ દ્રવ્યને પકડે છે, તેમની સૂક્ષ્મ દૃષ્ટિ ત્યાં પહોંચે કે આ ગમતો કે આ અણગમતો પ્રસંગ કે પદાર્થ એ બધુંય જડનું સ્વરૂપ છે. નાશવંત છે, અનિત્ય છે, વળી તે તારાથી ભિન્ન છે. તું તેને ગમતું અણગમતું માનીને, તારી આત્મામાં રહેલી સમત્વની પરિણતિને વિકૃત કરે છે. ગમતું છે તે ય જડ છે અને અણગમતું છે તે ય જડ છે. આમાં તારું કાંઈ નથી. તું શા માટે તેને ભેટે છે. ?
આ રીતે વ્યવહારિક સમતામાં જડની જડ દ્રવ્યની એકતાના ચિંતન દ્વારા અને ચેતનની ચેતન દ્રવ્ય (જગતના જીવો)ની એકતાના ચિંતન દ્વારા મનને સમાધાન આપવું તે મનનું સમાધાન એજ સમાધિ, અને સમતાનું સ્વરૂપ શરૂ થાય છે અને પરમાત્મા સાથે આત્માનું ઐક્ય સમાનતાના ચિંતન દ્વારા મનને પરમ સમાહિત બનાવી નિશ્ચયથી સમાધિ કે સમતા પ્રગટાવવી એ સમતાનું પૂર્ણ સ્વરૂપ છે. ત્યાં સમતા ફળસ્વરૂપે સદા સ્થિર રહે છે.
અસમતા તે અજ્ઞાનમાંથી ઉદભવે છે, કેમકે જડમાં જડત્વ ન માન્યું અને ચેતનમાં ચેતનત્વ ન માન્યું તે જ અજ્ઞાન છે અને તેને મિથ્યાત્વ કહેવાય છે. માટે જોવાની દૃષ્ટિ બદલો. જડને જડ સ્વરૂપ જુઓ, ચેતનને ચેતન સ્વરૂપે જુઓ. જેથી સમ્યકત્વ પ્રગટે છે અને આત્માની આનંદ-સુખની શરૂઆત અહીથી થાય છે અને આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થતાં સંપૂર્ણ સુખ જયાં છે તેવા મુક્તિના સુખરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
સાધકનો અંતર્નાદ
104
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org