________________
૩. તત્ત્વ દર્શન - સખ્ય દર્શન
ભા.વ. ૪, સં. ૨૦૪૯ ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર,
જે ગુરુ વાણીથી વેગળા, રડવડિયા સંસાર. દેવ, ગુરુ, ધર્મ એ તત્ત્વત્રયી છે. જેમ નવતત્ત્વને સહવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તેમ આ ત્રણ તત્ત્વને આરાધવાથી સમ્યકત્વ દઢ થાય છે અને માનવાથી એટલે કે દેવને દેવ તરીકે ગુરુને આ મારા તારણહાર ગુરુ છે એમ માનવાથી અને ધર્મને આ ધર્મ જ દુર્ગતિમાં પડતા જીવને બચાવનાર છે એમ માનવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. જેમાં દેવત્વ પ્રગટ થયું છે અર્થાતુ, દેવના લક્ષણ જેમાં ઘટે છે. જે દેવમાં વિતરાગતા, સર્વજ્ઞતા વિગેરે છે તે સાચા દેવ છે. અર્થાત, સુદેવ છે, માટે આ દેવનું જ કથન મારે શિરોધાર્ય છે. આ દેવ જ મને ભવોભવના સાથી બનીને સંસારથી તારનાર છે. આ દેવ જ મારા પરમ ઉપકારી છે માટે પૂજનીય છે. આ દેવ જ મારા સાચા માર્ગદર્શક છે માટે આરાધ્ય છે. આ દેવ જ શુદ્ધ આત્મ સ્થિતિ પામ્યા છે માટે મારાં માટે સાધ્ય છે અને આ દેવના જ આલંબનથી મારો આત્મદેવ સુસાધ્ય છે માટે આ ભવ અટવીમાં ભમતાં મારા આત્માને પાર ઉતારનાર ભોમિયો છે. ભવ સમુદ્રમાં ડૂબતા મને બચાવનાર નૌકાના ખલાસી છે. ભવ જંજાળમાં મુંઝાઈ ગયેલા મારા આત્માના ભાવ વેદ્ય છે. આવી આત્માની પરિણતિને સમ્યગુદર્શન કહેવાય છે. આ એક તત્ત્વની વાત થઈ.
બીજું તત્ત્વ છે ગુરુ તત્ત્વ. આ એક એક તત્ત્વથી ચડિયાતું તત્ત્વ છે. દેવ કરતાં પણ અપેક્ષાએ ગુરુ તત્ત્વ ચઢે છે કેમ કે ગુરુ તો દીવો લઈને ઊભા છે. માર્ગદર્શક દેવ મળ્યા પણ માર્ગદર્શન ગુરુ કરાવે છે. દીપના પ્રકાશમાં માર્ગ દેખાય છે ત્યારે જ ચાલી શકાય છે. અરે ! એ માર્ગદર્શક દેવને પણ બતાવનાર આ ગુરુ જ છે. આપણે ગુરુ વિના અંધ છીએ. જો ગુરુ ન મળ્યા હોય તો જે આંધળાની દશા થાય છે તે જ આપણી દશા હોય. રસ્તો હોય પણ આંખ જ ન હોય તો? ખરેખર ગુરુ એ તો આપણી આંખ છે. આંખ હોય પણ અજવાળું ન હોય તો? માટે ગુરુ જ્ઞાનરૂપ પ્રકાશ પાથરે છે માટે દીવો છે. જો ગુરુ તત્ત્વ ન હોય તો આપણા જીવનમાં ઘોર અંધારું છે. ઘોર અંધારામાં એક કાર્ય ન થાય તેમ આત્મામાં અજ્ઞાન-અંધારાં ઉલેચ્યાં ઉલેચી શકાય તેમ નથી, એવા અંધારામાં આત્માનું એક પણ કાર્ય થઈ શકે તેમ નથી માટે ન ઉલેચી શકાય ત્યાં તો એક પ્રકાશનું કિરણ બસ છે એ જ પ્રકાશનું કિરણ પાથરનાર ફેંકનાર ગુરુ એ પોતે જ દીવો છે. કેમકે ગુરુ પ્રગટ શ્રુતજ્ઞાનમય છે. શ્રુતજ્ઞાન એ દીપક જેવું છે. સ્વ-પર પ્રકાશક છે. એ ગુરુમાં વ્યાપી ગયું છે. માટે તે મય બનેલા ગુરુ સદા જ્ઞાન પ્રકાશ જ આપે છે. આપણે તેને ઝીલીએ એટલે અજ્ઞાનરૂપ અંધારા ઉલેચાઈ જાય છે. માટે ગુરુ દીવો છે.
ગુરુ દેવતા છે. કેમ કે દેવનું કામ પણ ગુરુ કરે છે. પરમાત્માએ બતાવેલા માર્ગે ચાલનાર ગુરુમાં દેવત્વ પ્રગટે છે. પરમાત્માનો માર્ગ જે આરાધી રહ્યા છે તેમાં તન્મય છે. તેથી માર્ગરૂપ બની ગયા હોય તેમ લાગે છે. પરમાત્મા માર્ગદર્શક છે અને પરમાત્મા માર્ગ સ્વરૂપ છે. ગુરુ પણ આરાધ્ય એવા માર્ગમાં તન્મય હોવાથી માર્ગ સ્વરૂપ આત્માને અનુભવતા ગુરુ દેવતા છે અથવા ગુરુ પણ પરમાત્માએ બતાવેલો સાધકનો અંતર્નાદ
108
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org