________________
પ્રવૃત્તિ યતત્તાથી કરવામાં આવે છે અને પાંચે ઈન્દ્રિયોને પોત પોતાના વિષયમાં વ્યાવૃત થતાં યતના દ્વારા જીવનું સંરક્ષણ કરવામાં આવે છે. તથા સારા-ખોટા વિષયોના સંબંધમાં આવતી ઈન્દ્રિયોને કાબૂમાં રાખવા દ્વારા (મોહાદિ-રાગ દ્વેષ ન કરતાં) જીવના ભાવપ્રાણોને રક્ષે છે.
ધર્મ (સંયમ) ર
વૈ.વ. ૦, સં. ૨૦૪૮ જીવ, કર્મને આધીન-પરતંત્ર બનેલો જો સંયમિત જીવન જીવે તો જ આંશિક સુખ અને શાંતિનો અનુભવ કરી શકે. કર્માધીન જીવને પરાધીન બનવા માટે જે ઈન્દ્રિયો બહારના પદાર્થોનું જ્ઞાન કરવા મળી છે તેનો ઉપયોગ તે જ્ઞાન મેળવીને તે પદાર્થો પર સારા ખોટાની વહેંચણીથી આગળ વધીને સારા ઉપર રાગ અને ખોટા ઉપર દ્વેષ આ બે યોદ્ધાઓ મોહે મોકલ્યા છે તેનો ઉપયોગ કરે છે. સ્વાધીનતાનું સુખ ભૂલીને સારો પદાર્થ માનીને રાગ થાય છે (જેમાં કેવળ પરાધીનતા છે) તેને સુખ માને છે. જે વૈભાવિક સુખ છે.
સ્વભાવનું સુખ તે આત્મિક છે તેને મેળવવા માટે બેકાબૂ બનેલી ઈન્દ્રિયોને પ્રથમ સંયમિત બનાવવી પડે.
ધર્મ (સંયમ) ૩
જે.શુ. ૧+૨
ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનો ઉપદેશ શાસ્ત્રકારોએ ઠેર ઠેર આપ્યો છે તેનું કારણ અનાદિ કાળથી સુખનો લિપ્સ જીવ સુખ મેળવવા માટે ફાંફાં મારે છે. માટે અનુકૂળતાને સુખ માનીને ઈન્દ્રિયોના વિષયો જો અનુકૂળ મળે તો તેના ભોગવટામાં સુખ માને છે. પ્રતિકૂળતામાં દુઃખ માને છે. આ તેની માન્યતા સાચી નથી. માટે સાચું સુખ મેળવવા બાહ્ય સુખના હેતુરૂપ ઈન્દ્રિયોના અનુકૂળ વિષયોમાં રાગને છોડાવવા માટે ભોગવટામાં સંયમ કેળવવાનું કહ્યું છે.
એક એક ઈન્દ્રિયને આધીન બનેલો જીવ દુઃખી દુઃખી થઈ જાય છે. તો પાંચે ઈન્દ્રિયને આધીન બનેલા જીવનું તો કહેવું જ શું ?
આ રીતે ચિંતન દ્વારા પ્રથમ, ઈન્દ્રિયોના વિષયો ઉપર વિરાગ કેળવવો.
ધર્મ (સંયમ) ૪
જે.શુ. ૩
સંયમ સત્તર પ્રકારે કહ્યો છે તેમાં પાંચ ઈન્દ્રિયોનો સંયમ મુખ્ય છે. પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું અતિન્દ્રિય મન એ છમાં ત્રણે યોગનો સમાવેશ થઈ જાય છે. મન, વચન, કાયા આ ત્રણને કાબૂમાં રાખવાથી ઘણાં પાપો અટકી જાય છે અને સત્તર પ્રકારના સંયમનો સમાવેશ આ ત્રણ યોગના સંયમમાં થઈ જાય છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
99
www.jainelibrary.org