________________
આ સંયમથી જીવોની હિંસાથી બચી શકાય છે. માટે સંયમને ધર્મ કહ્યો છે. “અહિંસા પરમો ધર્મ” છે. અહિંસા એ જ પરમ-ઉત્કૃષ્ટ ધર્મ છે દશ વૈકાલિક સૂત્રમાં અહિંસા, સંયમ, તપ એ ત્રણેને ધર્મ સ્વરૂપ કહ્યા છે તેનું કારણ ઉત્કૃષ્ટ ધર્મ અહિંસાનું પાલન કરવા માટે સંયમ અને તપની જરૂર છે, માટે તે ધર્મસ્વરૂપ છે. ધર્મ (સંયમ) ૫
જે.શુ. ૪, સં. ૨૦૪૮ મન, વચન, કાયા અને ઉપયોગ. આમાં ત્રણ યોગ છે, એક ઉપયોગ છે. વ્યવહાર નથી સંયમ ત્રણ યોગથી અથવા પાંચ ઈન્દ્રિયથી સધાય છે. નિશ્ચયથી સંયમ ઉપયોગથી સધાય છે.
પાંચ ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોનું જ્ઞાન આત્માને થાય છે. જ્ઞાન થયા પછી જયારે આત્મા મોહને આધીન થાય છે ત્યારે આત્માને રાગ-દ્વેષની પરિણતિ થાય છે. પરંતુ તે વખતે આત્મા જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં રહે તો નિશ્ચયથી સંયમ (ઉપયોગ સંયમિત) થાય છે.
માટે યોગનો સંયમ તે વ્યવહારથી છે. ઉપયોગનો સંયમ તે નિશ્ચયથી છે. નિશ્ચયથી સંયમ પ્રાપ્ત કરવા માટે પ્રથમ યોગના સંયમનો અભ્યાસ કરવો જોઈએ.
યોગના સંયમ માટે પાંચે ઈન્દ્રિયોને વશ કરવી જોઈએ તેને વશ કરવા માટે અનુકૂળ વિષયોનો ત્યાગ અને પ્રતિકૂળ વિષયોનું સેવન કરવું જોઈએ. આ રીતે ત્યાગ કરતાં કરતાં વિષયો ઉપર વૈરાગ્ય પ્રગટ થાય છે અને તેના ઉત્કટ વૈરાગ્યથી-ઉદાસીનતાથી જ્ઞાતા-દ્રષ્ટાભાવ કેળવાતો જાય છે.
આ બંને નયથી સંયમનો અભ્યાસ કરવા માટે પ્રથમ સુખની લિપ્સા છોડવી જોઈએ અને આત્માના સહજ સુખનું જ્ઞાન મેળવી તે સુખની લિપ્સા પ્રગટ કરવી જોઈએ અને તે કેવી રીતે મળે? તેના ઉપાયો મેળવી તેનો અભ્યાસ પણ આ સાથે જ કરવો જોઈએ. જેથી ભૌતિક સુખની લિપ્સાના વિચારો શાંત થવા માંડે અને સંયમ કેળવવામાં સરળતા રહે.
૨૧. ધર્મ તપ
જે.શુ. ૫, સં. ૨૦૪૮, દેવકીનંદન ધર્મનાં ત્રણ સ્વરૂપ છે અહિંસા, સંયમ અને તપ. અહિંસા અને સંયમ સ્વરૂપની વ્યવહારથી, અને નિશ્ચયથી યત્કિંચિત્ વિચારણા કરી. હવે તપ સ્વરૂપ ધર્મની વિચારણા કરીએ.
સંયમ, જેમ અહિંસા સિદ્ધ કરવા માટે છે તેમ તપ પણ અહિંસાની સિદ્ધિ માટે જરૂરી છે. નિશ્ચયથી શેલેશીકરણ રૂપ તપ છેલ્લો થાય છે ત્યારે અહિંસક ભાવરૂપ આત્માનું સ્વરૂપ સિદ્ધ થાય છે.
બાર પ્રકારના તપમાં અત્યંતર તપ સ્વરૂપ કાયોત્સર્ગની પરાકાષ્ઠા એ શૈલેશીકરણ છે. જે કરણમાં દ્રવ્ય કે ભાવ હિંસા સંપૂર્ણતયા અસ્તિત્વ ધરાવતી નથી.
તપ પણ વ્યવહાર અને નિશ્ચયથી, એમ બે પ્રકારે છે. સાધકનો અંતર્નાદ
100
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org