________________
ધર્મ (અહિંસા) ૩
વૈ.વ. ૧૧, સં. ૨૦૪૮, દેવકીનંદન વ્યવહારથી અહિંસા પાલનનો માર્ગ બતાવ્યો. હવે નિશ્ચયથી અહિંસા કોને કહેવાય તેને પ્રગટ કરવા માટે કયો ઉપાય તથા આલંબન ગ્રહણ કરવા ? તે કહે છે.
નિશ્ચયથી આત્મા પોતે અહિંસકભાવ સ્વરૂપ છે. પોતાના અને પરના (આત્મ તત્ત્વના) જ્ઞાનાદિ ગુણોનું રક્ષણ કરવું તે નિશ્ચયથી અહિંસા છે, આત્મતત્ત્વના જ્ઞાન, દર્શન, આનંદ, શક્તિ વિગેરે (વીર્ય) ગુણોનો ઘાત કરવો તે નિશ્ચયથી હિંસા છે. તે હિંસા ક્ષણે ક્ષણે ચાલુ છે. જ્ઞાનાદિ ગુણો પર આવરણ આવે એવી આપણી જે કોઈ પ્રવૃત્તિ ચાલુ છે તે નિશ્ચયથી (આત્માની) હિંસા કરી રહ્યો છે.
આત્મા ઉપર સમયે સમયે સાત કર્મની રજ ચોટે છે. તેમાં ઓછા વધતા અંશ દરેક કર્મના છે. પરંતુ આત્માના ગુણોનો ઘાત કરનાર ઘાતિ કર્મની રજ ચોંટે ત્યારે તેના ભાવ પ્રાણો હણાય છે માટે જ્ઞાનાવરણીયાદિબંધની હેતુભૂત પ્રવૃત્તિથી અટકવું જોઈએ અને બીજા જીવોને પણ જ્ઞાનાવરણીય, મોહનીય, અંતરાય કર્મ બંધાય એવી પ્રવૃત્તિથી આપણે સદંતર દૂર રહેવું જોઈએ.
મોહનીયની ૨૮ પ્રકૃતિ, અંતરાયની પાંચ પ્રકૃતિ આદિ બંધમાં આપણે નિમિત્ત ન બનવા વિશેષ જાગૃત રહેવું.
અજ્ઞાનપણે આવી આપણી પ્રવૃત્તિ સાહજિક થઈ ગઈ છે અને પરના ભાવપ્રાણની હિંસા કયારે થઈ જાય છે તેની ખબર પણ પડતી નથી.
નિશ્ચયથી સંપૂર્ણ અહિંસક તો આપણે ક્ષપક શ્રેણિમાં જ થઈ શકીએ છીએ. પરંતુ ચતુર્થ ગુણ સ્થાનકથી આપણી પ્રવૃત્તિ નિશ્ચયથી હિંસા ત્યજવાના લક્ષ્યવાળી હોવી જોઈએ અને શક્તિ હોય તેટલા પુરુષાર્થથી હિંસા છોડવી જોઈએ.
નિશ્ચયથી અહિંસા પ્રગટ કરવા, ઉપાયરૂપ સમ્યગુદર્શન, દેશવિરતિ, સર્વ વિરતિની ગુણશ્રેણિ ઉપર ચઢવું જોઈએ. આ આત્માના ગુણોનું પ્રાગટય જ એવા પ્રકારનું છે કે આત્મામાં ભાવપ્રાણોનું રક્ષણ કરવાની વૃત્તિ સહજ થઈ જાય છે.
તે ગુણો પ્રગટ કરવા (સમ્યગુ દર્શન આદિ) શાસ્ત્રનું અને ગુરુનું આલંબન લેવું. શાસ્ત્રમાંથી ગુરુ ભગવંતની પાસે તત્ત્વ (જીવાદિ)નું સ્વરૂપ સમજી તેના પર શ્રદ્ધા વિગેરે થવાથી તે તે ગુણો પ્રગટે છે.
આલંબન જેને તે ગુણો પ્રગટ થયા છે તે આદર્શરૂપે પરમાત્મા તથા શાસ્ત્રમાંથી પરમાત્માની વાણી દ્વારા, અને ગુરુ ભગવંત પાસેથી વાણીના પરમાર્થને સમજવા :- આ રીતે આલંબન પરમાત્માનું, પરમાત્માની વાણીનું અને તે વાણીને સમજવા ગુરુ ભગવંતનું તેમના અનુગ્રહને પ્રાપ્ત કરવા લેવાનું છે. જ્યાં સુધી આલંબનની ઉપેક્ષા છે ત્યાં સુધી પારમાર્થિક ગુણો આત્મામાંથી પ્રગટ થતા નથી.
સાધકનો અંતર્નાદ
9>
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org