________________
જે.શુ. ૧૦, સં. ૨૦૪૮, ભદ્રકર સ્વાધ્યાય મંદિર આવો ધર્મ પ્રગટાવવા માટે શાસ્ત્રકારે ઘણા ઉપાયો બતાવ્યા છે.
ધર્મ એ અમૃત છે, તેથી તેને આદરનાર અમર બને છે. ધર્મથી સુખ મળે છે, પરંતુ તેનો આદર નહિ કરનાર દુઃખી થાય છે તે એટલું જ સત્ય છે.
ધર્મનું સ્વરૂપ મહાન છે તેમ તેનો મહિમા અને ફળ પણ મહાન છે.
તે ધર્મને પ્રગટાવવા માટે યોગની ભૂમિકામાં આઠ પ્રકારો બતાવ્યા છે. ૧. યમ ૨. નિયમ ૩. આસન ૪. પ્રાણાયામ પ. પ્રત્યાહાર ૬. ધારણા ૭. ધ્યાન ૮. સમાધિ.
તેમાં યમ, નિયમ એ બે પ્રકારમાં બાહ્યથી અહિંસા, સંયમ અને તપનું પાલન છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણામાં અત્યંતર પાલન છે. ધ્યાન અને સમાધિમાં નિશ્ચયથી અહિંસાદિનો અભ્યાસ છે અને છેવટે સ્વભાવ પ્રાપ્તિ છે.
૧૯. ધર્મ (અહિંસા) ૧
વિ.વ. ૯, સં. ૨૦૪૮ વ્યવહારથી અહિંસાનું પાલન કરવા માટે સાધુની ચર્યા કેવી હોય? અર્થાતું,
“દં દારે ? હદં વિ ? મારે ? હદં છે ?
___कहे भुजंतो भासंतो, पावं कम्मं न बंधइ ?" જીવોના દશ પ્રાણોનું રક્ષણ કરવું છે તો કેવી રીતે ચાલવું? કેવી રીતે ઊભું રહેવું? કેવી રીતે બોલવું? તેનો જવાબ શાસ્ત્રકાર મહર્ષિએ એક જ શબ્દમાં આપ્યો છે કે આ બધુંય સાધુએ જયણાથી કરવું. - શરીરની આ દરેક ક્રિયામાં યતના રાખવી. યતના એટલે શું ? જે ક્રિયામાં જે રીતે જીવની હિંસા થતી હોય તે હિંસાને ત્યજવી. અર્થાતુ, કાળજી રાખીને વર્તવું.
ચાલતાં ઈર્ષા સમિતિનું પાલન કરવું. ઊભા રહેવામાં પ્રમાર્જન કરવું, કાયગુપ્તિ રાખવી. બેસવામાં પ્રમાર્જન કરવું. કાયગુપ્તિ રાખવી. સૂવામાં પ્રમાર્જન કરવું કાયગુપ્તિ રાખવી. ખાવામાં બેંતાલીશ દોષ + પાંચ દોષ ટાળીને વાપરવું. બોલવામાં ભાષા સમિતિનું પાલન કરવું, મુહપત્તિ રાખીને બોલવું વિગેરે. ધર્મ (અહિંસા) ૨
વૈિ.વ. ૧૦, ૨૦૪૮ જીવને દશ પ્રાણ છે. તેમાં પાંચ ઈન્દ્રિયોને પાંચ પ્રાણ ગણ્યા છે કારણ કે તેમાં જીવનું ચૈતન્ય છે. નિવૃત્તિ ઉપકરણ તે દ્રવ્ય ઈન્દ્રિય છે, લબ્ધિ અને ઉપયોગ તે ભાવ ઈન્દ્રિય છે. આ ભાવ ઈન્દ્રિય જીવનું સાધકનો અંતર્નાદ
95
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org