________________
થાય ત્યારે આત્મા મુકત-કર્મ બંધનથી છૂટો થાય છે. માટે જ એ ત્રણ ધર્મને મોક્ષના માર્ગરૂપ-ઉપાયરૂપ કહ્યા છે.
કર્મથી મુક્ત થવું હોય તો જ્ઞાન, દર્શન, ચારિત્ર જે કર્મથી અવરાયેલા છે તેનું આવરણ દૂર કરી પ્રગટ કરો જેથી આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે.
ધર્મ છે
જે.શુ. ૮, સં. ૨૦૪૮, દેવકીનંદન વસ્તુ સ્વભાવ ને ધર્મ સાધ્ય છે અને અહિંસા, સંયમ, તપ સ્વરૂપ ધર્મ તે સાધન છે.
માટે જીવનભર અહિંસા, સંયમ અને તપને આચરી આત્મ સ્વભાવને પ્રગટ કરવો અથવા સિદ્ધ કરવો. સાધન વિના સિદ્ધિ થતી નથી, પરમાત્માએ પણ આ સાધનને સેવ્યું છે અને પછી પ્રરૂપ્યું છે.
કેવળ સાધન, સાધ્ય વિનાનું ઈષ્ટ સિદ્ધિ કરી આપતું નથી. માટે આત્મ સ્વરૂપને પ્રગટ કરવાના ધ્યેયથી અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ જેનાથી સધાય છે એવા પંચ મહાવ્રત, પંચ સમિતિ, ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતાનું પાલન ઉપયોગ પૂર્વક કરવામાં તત્પર બનવું. પંચ મહાવ્રતાદિના પાલન માટે તેના સ્વરૂપની ઓળખાણ-જ્ઞાન મેળવવું તે જ્ઞાન જ્ઞાની ગુરુ ભગવંત પાસેથી મળે છે માટે તેમની સેવા કરી, કૃપા પ્રાપ્ત કરવી. જેથી પ્રાપ્ત થયેલું જ્ઞાન આત્મામાં પરિણમે.
આ રીતે સાધ્યરૂપ ધર્મને પ્રગટાવવા માટે આત્માનું સ્વરૂપ તેના કહેનાર અને જેને તે ધર્મ પ્રગટ થયો છે તે પરમાત્માનું સ્વરૂપ, આપણા સુધી પહોંચાડનાર ગુરુ ભગવંતનું સ્વરૂપ સાધ્યરૂપ અને સાધનરૂપ ધર્મનું સ્વરૂપ, તથા સાધનરૂપ ધર્મના પેટા વિભાગરૂપ વ્રતનિયમાદિની ઓળખાણ હોવી જોઈએ. સાથે સાથે તે તે સંબંધી વાતની શ્રદ્ધા હોવી જોઈએ. આ રીતે દર્શન, જ્ઞાન અને સાધના-ચારિત્ર, એ ત્રણ મળીને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ધર્મ ૮
જે.શુ. ૧૦, સં. ૨૦૪૮, દેવકીનંદન ધર્મને કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન, કામધેનુની ઉપમા આપવામાં આવી છે. તેનો અર્થ એ છે કે જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે ધર્મથી ન મળે. અર્થાતુ, સઘળી ઈષ્ટપ્રાપ્તિ ધર્મથી જ થાય છે. કલ્પવૃક્ષ વિગેરે તો માંગીએ તેટલી જ વસ્તુ આપે છે. ધર્મ તો નહિ ચિંતવેલી વસ્તુ પણ આપે છે. ધર્મનો મહિમા અપૂર્વ છે, અનુપમ છે, તેનાં વિશેષણો પખીસૂત્રમાં વર્ણવ્યાં છે.
"इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स अहिंसालकखणस्स.... ધર્મનો મહિમા આટલો બધો કેમ? આ ધર્મના મૂળમાં અહિંસા રહેલી છે અર્થાતું, બીજા જીવોનો વિચાર છે, બીજા જીવોના દુઃખની ચિંતા છે, બીજાના સુખનો વિચાર છે. સ્વાર્થનો ત્યાગ છે, પરાર્થનો ભાવ છે. ક્ષમા, વિનય, સત્ય, નિષ્પરિગ્રહિતા, ઉપશમ (તપેલાને) નો છંટકાવ કરનાર હોવાથી સુખદાયક બ્રહ્મના આનંદને ઉપજાવનાર નિર્દોષ, આત્મગુણોનો ભંડાર, વિકાર રહિત એટલે શુદ્ધ છે.
સાધકનો અંતર્નાદ
94
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org